Comments

જાણો વિવિધ પ્રકાર ના સેટેલાઈટ વિશે

ભારત ની સંસ્થા ઈસરો એ ૧૫ ફેબ્રુઆરી ના રોજ એક સાથે ૧૦૪ સેટેલાઈટ અંતરીક્ષ માં મોકલી ને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. પરંતુ શું તમે જાણો છો કે સેટેલાઈટ કેવા પ્રકાર ના હોય છે? તો ચાલો જાણીએ સેટેલાઈટ ના વિવધ પ્રકારો વિશે

હબલ ટેલીસ્કોપ

સેટેલાઈટ એ આજે આપના જીવન નો એક ભાગ બની ગયા છે. ટેલીવીઝન પર કોઈ પ્રોગ્રામ હોય કે વિદેશ માં કોઈ સાથે વાતો કરવી હોય. મોબાઈલ માં થી નેવિગેશન ચાલુ કરી ને કોઈ સ્થળ પર પોહ્ચવાનું હોય. કે ઈન્ટરનેટ ના માધ્યમ થી કોઈ સાથે વિડીઓ ચેટ કરવી હોય કે રેડીઓ પર કોઈ ગીત સાંભળવું હોય, બેંક ના ATM મશીન ને વાપરવાનું હોય કે આજ ના દિવસ ની મોસમ વિષે જાણવું હોય આ બધા કામ સેટેલાઈટ એટલે કે ઉપગ્રહ વગર અસંભવ છે. આમ તો કોઈ એક સેટેલાઈટ આ બધા કામ એક સાથે ના કરી શકે માટે વિવિધ પ્રકાર ના સેટેલાઈટ અંતરીક્ષ માં મુકવામાં આવે છે. આ દરેક સેટેલાઈટ પોતાનું કામ યોગ્ય રીતે કરી શકે એ માટે એવી યોગ્ય અંતરીક્ષ માં ગોઠવવા માં આવે છે જેને કક્ષા અથવા તો ઓરબીટ કહેવામાં આવે છે.સેટેલાઈટ ને મુખ્યત્વે બે રીતે ભાગ પાડવામાં આવે છે એક છે સેટેલાઈટ ના કામ પ્રમાણે બીજી છે તેની મુકવામાં આવતી કક્ષા એટલે કે ઓરબીટ પ્રમાણે.

સેટેલાઈટ ના પ્રકારો:

(૧)કોમ્યુનીકેશન સેટેલાઈટ:  સેટેલાઈટ નો સૌથી વધુ ઉપયોગ સંચાર વ્યવસ્થા એટલે કે કોમ્યુનીકેશન માટે કરવામાં આવે છે. ટેલીવીઝન નું પ્રસારણ કરવા અને રેડીઓ નું પ્રસારણ કરવા માટે આ પ્રકાર ના સેટેલાઈટ નો ઉપયોગ થાય છે. આ પ્રકાર ના ઉપગ્રહ માં ટ્રાન્સપોંડર હોય છે. જે પૃથ્વી ઉપર આવેલા રીલે મથકો આને સિગ્નલ મોકલે છે અને આ સેટેલાઈટ તેને કેચ કરી ને પાછા પૃથ્વી પર મોકલી આપે છે. જેને ત્યાં રહેલ મથક કેચ કરીને તેની યોગ્ય જગ્યા એ મોકલે છે. આજે કુલ ૨૦૦૦ થી પણ વધુ કોમ્યુનીકેશન સેટેલાઈટ પૃથ્વી ની ઉપર ચક્કર લગાવે છે. ભારત ના INSAT અને GSAT આ પ્રકાર માં આવે છે.

(૨)વેધર સેટેલાઈટ: આ પ્રકાર ના સેટેલાઈટ નો ઉપયોગ મુખ્યત્વે હવામાન ની જાણકારી મેળવવા માટે કરવામાં આવે છે.પૃથ્વી ના વાતાવરણ માં થતા ફેરફારો આવા સેટેલાઈટ ની મદદ થી માપવામાં આવે છે. વાતાવરણ માં સર્જાતી અલનીનો ની ઈફેક્ટ હોય. અથવા મોટા વાવાઝોડા ઉપર નજર રાખવાની હોય, ઓઝોન માં બનેલા ગાબડા ઉપર નજર રાખવાની હોય, આ બધા ઉપર નજર રાખવા માટે આ પ્રકાર ના ઉપગ્રહ વાપરવામાં આવે છે.

(૩)અર્થ ઓબ્ઝર્વેશન: આ પ્રકાર ના સેટેલાઈટ નો ઉપયોગ પૃથ્વી ના ઓબ્ઝર્વેશન માટે  અવલોકન માટે થાય છે. આ પ્રકાર ના સેટેલાઈટ ની મદદ થી જંગલ ના વિસ્તાર ને માપી શકાય. નકશા બનાવામાં કામ લઇ શકાય છે. કઈ ખનીજ ક્યાં વિસ્તાર માં આવેલી છે એની તપાસ કરી શકાય છે. ભારત ના IRS સીરીઝ ના અને કાર્ટોસેટ પ્રકાર ના સેટેલાઈટ આના ઉદાહરણ છે.

(૪)નેવીગેશન સેટેલાઈટ: આ પ્રકાર ના ઉપગ્રહ નો ઉપયોગ દિશા નિર્દેશ માટે કરવામાં આવે છે. આ પ્રકાર ના ઉપગ્રહ ની મદદ થી કોઈ ની પણ લોકેશન જાની શકાય છે. સમુદ્ર માં ફરતા જહાજ, હવા માં ઉડતા વિમાનો. કે આની મદદ થી પોતાની ચોક્કસ સ્થાન નિશ્ચિત કરી શકે છે. આ પ્રકાર ની સિસ્ટમ કોઈ એક સેટેલાઈટ થી નહિ પરંતુ અનેક સેટેલાઈટ ના સંયુક્ત રીતે કામ કરવાથી મળે છે. તેમાં ત્રણ સેટેલાઈટ થી લઇ ને ૩૬ સેટેલાઈટ સુધી હોઈ શકે છે. ખાસ તો સેના દ્વારા આ પ્રકાર ના ઉપગ્રહ નો વધારે ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રકાર ની સિસ્ટમ માં અમેરિકાની GPS, ભારત ની NAVIK, રશિયા ની GLONASS, ચીન ની BEIDOU, અને યુરોપ ની GALILEO નો સમાવેશ થાય છે.

(૫) સ્પાય સેટેલાઈટ: આ પ્રકાર ના સેટેલાઈટ નો ઉપયોગ જાસુસી માટે કરવામાં આવે છે.દુશ્મન દેશો ની સેના પર નજર રાખવા તેના સંદેશ વ્યવહાર ને આંતરવા તેમજ પોતાના સંદેશ વ્યવહાર ને ગુપ્ત રાખવામાં અણુ વિસ્ફોટ ઉપર ધ્યાન રાખવા માટે કરવામાં આવે છે. આ પ્રકાર ના સેટેલાઈટ ની માહિતી મોટાભાગે એકદમ ગુપ્ત રાખવામાં આવતી હોય છે.

(૬) એસ્ટ્રોનોમીકલ સેટેલાઈટ: આ સેટેલાઈટ નો ઉપયોગ અંતરીક્ષ માં આવેલા બીજા ગ્રહો અને તારા અને એકદમ દુર આવેલી આકાશગંગા નો અભ્યાસ કરવા માટે થાય છે. જેમાં સ્પેસ ટેલીસ્કોપ નો પણ સમાવેશ થાય છે. બ્રમ્હાંડ માં આવેલા અનેક પ્રકાશવર્ષ દુર આવેલા તારા કે ગ્રહો નો અભ્યાસ આવા સેટેલાઈટ ની મદદ થી કરવામાં આવે છે. અમેરીકાનું હબલ ટેલીસ્કોપ આનું સૌથી મોટું ઉદાહરણ છે. ૨૦૧૮ માં નાસા હબલ ને રીટાયર્ડ કરી ને એના થી મોટું અને આધુનીક જેમ્સ વેબ સ્પેસ ટેલીસ્કોપ (JWST) મોકલવાની છે.

(૭)સ્પેસ સ્ટેશન: સ્પેસ સ્ટેશન નો ઉપયોગ ખાસ પ્રકાર ના રીસર્ચ માટે કરવામાં આવે છે. જે પૃથ્વી ઉપર ના થઇ શકે. આ પ્રકાર ના સ્ટેશન માં અંતરીક્ષ યાત્રી ને ખાસ પ્રકાર ની ટ્રેનીંગ આપવા માં આવે છે.અને તેઓ સ્પેસ સ્ટેશન પર આવી ને આવા પ્રયોગો કરે છે. ISS એટલે કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન આનું ઉદાહરણ છે.

(૮)મીની સેટેલાઈટ: સામાન્ય રીતે એક સેટેલાઈટ ૫૦૦ કિલો થી લઇ ને ૨૦૦૦ કિલો સુધી નો હોય શકે છે. પરંતુ જેમ ટેકનોલજી નો વિકાસ થયો એમ સેટેલાઈટ નું કાળ ઘટતુ ગયું અને એક નવી પ્રકાર ના સેટેલાઈટ કેટેગરી બની જેને સ્મોલસેટ પણ કહેવાય છે. ૫૦૦ કિલો થી ઓછા વજન ના સેટેલાઈટ મીની કેટેગરી માં આવે છે આ કેટેગરી માં બીજી પાંચ પેટા પ્રકાર પડે છે. જેમાં છે

માઈક્રો સેટેલાઈટ : સામાન્ય રીતે ૧૦ કિલો થી માંડી ને ૫૦ કિલો સુધી નો વજન ધરવતા સેટેલાઈટ ને માઈક્રો સેટેલાઈટ અથવા માઈક્રોસેટ કહે છે.

નેનો સેટેલાઈટ ક્યુબસેટ

નેનો સેટેલાઈટ: ૧કિલો થી ૧૦ કિલો સુધી નો વજન ધરાવતા સેટેલાઈટ ને નેનો સેટેલાઈટ કે નેનોસેટ કહેવામાં આવે છે. ઈસરો દ્વારા લોન્ચ કરાયેલા ૧૦૪ માથી ૯૬ સેટેલાઈટ FLOK-3P પ્રકાર ના નેનોસેટ હતા. જેને અમેરિકાની પ્લેનેટ લેબ્સ એ બનાવ્યા હતા.

પાઈકોસેટેલાઈટ: આ પ્રકાર ના સેટેલાઈટ નો વજન ૧ કિલો અથવા એના થી ઓછો હોય છે.

ફેમ્ટોસેટેલાઈટ: ૧૦ ગ્રામ થી લઇ ને ૧૦૦ ગ્રામ સુધી ના સેટેલાઈટ ને ફેમ્ટોસેટેલાઈટ કહેવામાં આવે છે.

 

સેટેલાઈટ ની ઓરબીટ ના પ્રકારો:

ઉપગ્રહ ના કામ કરવા માટે જરૂરી છે અંતરીક્ષ માં તેને તેની યોગ્ય ભ્રમણકક્ષા એટલે કે ઓરબીટ માં મુકવો. જો આ કામ કોઈ પણ ગડબડ થઇ કે સેટેલાઈટ પોતાની યોગ્ય ઓરબીટ માં ના ગોઠવાય તો એ સેટેલાઈટ એકદમ નકામો બની જાય છે. વૈજ્ઞાનિકો માટે આ સૌથી અઘરું કામ હોય છે. આમ તો ઓરબીટ ના ઘણા પ્રકારો છે પણ આપણે અહી અમુક મુખ્ય પ્રકાર જ જોઈએ

(૧)LEO ઓરબીટ: LEO એટલે “લો અર્થ ઓરબીટ” આ ઓરબીટ ૧૮૦ કિલોમીટર થી લઇ ને ૨૦૦૦ કિલોમીટર ની ઉંચાઈ એ ઉપગ્રહ મુકવામાં આવે છે.ઓબ્ઝર્વેશન સેટેલાઈટ અને મીલીટરી સેટેલાઈટ માટે આ ઓરબીટ નો ઉપયોગ થાય છે.

(૨)MEO ઓરબીટ: “મીડીયમ અર્થ ઓરબીટ” ૨૦૦૦ કિલોમીટર થી લઇ ને ૩૫૭૦૦ કિલોમીટર ની ઉંચાઈ પર આ સેટેલાઈટ મુકવામાં આવે છે.

(૩)GEO ઓરબીટ: આ ઓરબીટ ૩૬૦૦૦ કિલોમીટર ઉંચી હોય છે અને આ કક્ષા માં ફરતા ઉપગ્રહ પૃથ્વી ની સાથે જ રોટેશન સ્પીડ પર ફરે છે. દરેક કોમ્યુનીકેશન સેટેલાઈટ આ કક્ષા માં મુકવામાં આવે છે.

(૪)POLAR ઓરબીટ: આ ઓરબીટ માં મુકવામાં આવેલા સેટેલાઈટ પોતાના એક ચક્કર માં પૃથ્વી ના બંને ધ્રુવ ઉપર થી પાસ થાય છે. જેથી તેને polar ઓરબીટ કહેવામાં આવે છે.

આ સિવાય ના પણ બીજી ઘણી ઓરબીટ હોય છે પણ મુખ્યત્વે આ ચાર છે.

#typesofsatellite #satelliteorbits #સેટેલાઈટ #વિજ્ઞાન #અંતરીક્ષ

 

Comments

comments

Tejas Lodhia

Hi I am Tejas Lodhia. i am Msc in Information Technology. a tech blogger. my first website in gujarati language.