Comments

કેવું છે ઈસરો નું સૌથી સફળ રોકેટ PSLV

PSLV એ વિશ્વ નું સૌથી સફળ રોકેટ માનું એક છે. માત્ર ભારત ના જ નહિ પરંતુ વિશ્વ ના અનેક ઉપગ્રહ ને તેમની કક્ષા માં મોકલનાર આ રોકેટ છે. તો ચાલો જાણીએ કેવું છે  વિશ્વ નું સૌથી સફળ સેટેલાઈટ લોન્ચીંગ રોકેટ.

PSLV રોકેટ ઈસરો નું

ઈસરો નું PSLV રોકેટ

ભારત ની ઈસરો વિશ્વ ની સૌથી પ્રસિદ્ધ સ્પેસ એજન્સી માની એક છે. ઈસરો એ બનાવેલા ઘણા રોકેટ જેમકે SLV,ASLV,PSLV,GSLV જેવા ઘણા લોન્ચીંગ પ્લેટફોર્મ છે. પરંતુ PSLV એ આજ સુધી નું સફળ રોકેટ પુરવાર થયું છે.PSLV નું પૂરું નામ પોલર સેટેલાઈટ લોન્ચ વ્હીકલ છે. કુલ ૪૪ મીટર ઊંચું એટલે કે ૨૨ માળ ની બિલ્ડીંગ જેટલું અને વજન માં ૩૨૦ ટન છે. ઈસરો નું આ રોકેટ આજ સુધી ૩૭  વખત સફળ રીતે સેટેલાઈટ ને અંતરીક્ષ માં પોહચાડી ચુક્યું છે. આ રોકેટ માત્ર ભારત માં જ નહી વિદેશ માં જ એટલું લોકપ્રિય છે. બીજા કોઇપણ વિદેશી સેટેલાઈટ લોન્ચીંગ સિસ્ટમ કરતા ભારત નું આ PSLV સસ્તું છે. અને ૧૦૦ ટકા સફળતા નો રેકોર્ડ ધરાવે છે. આજ સુધી ના કુલ લોન્ચીંગ માં માત્ર ૧ જ વાર આ અસફળ રહ્યું છે.

PSLV રોકેટ ના ફેક્ટ

PSLV ના ફેક્ટ

આ રોકેટ નું પ્રથમ ડીઝાઇન ૧૯૯૦ ની સાલ માં શરુ કરવામાં આવી હતી કુલ ૩ વર્ષના રીસર્ચ અને ડેવલોપમેન્ટ બાદ ૧૯૯૩ માં આ રોકેટ પ્રથમ વાર અંતરીક્ષ તરફ રવાના કરવામાં આવ્યું. આ રોકેટ ની સંપુર્ણ ડીઝાઇન ભારત ના વિજ્ઞાનીઓ દ્વ્રારા વિક્રમ સારાભાઇ સ્પેસ સેન્ટર, તિરુવંતમપુરમ માં કરવામાં આવી છે. આ ઉપરાંત બીજા અગત્ય ના પાર્ટ્સ ઈસરો ના તીરુનવેલી ખાતે ના મહેન્દ્ર્ગીરી ના LPSC સેન્ટર ખાતે ડીઝાઇન કરવામાં આવે છે. અને ફાઈનલ અસેમ્બ્લી શ્રી હરિકોટા ખાતે ના સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતે કરવામાં આવે છે. અને અંહી થી જ ઈસરો ના લોન્ચીંગ પેડ થી દરેક સેટેલાઈટ નું લોન્ચીંગ કરવામાં આવે છે. આ PSLV રોકેટ ની કિમત ૧૫૦ કરોડ જેટલી છે.અને દર લોંચ પછી એક નવું પીએસએલવી બનાવવા માં આવે છે.

આ રોકેટ માં કુલ ૪ સ્ટેજ છે. પ્રથમ ચરણ વિશ્વ ની સૌથી મોટી સોલીડ રોકેટ મોટર નું બનેલું છે. આ મોટર માં કુલ ૧૩૮ ટન જેટલું ફયુલ હોય છે. જે HTPB એટલે કે hydroxyl-terminated polybutadiene urethane-bound તરીકે ઓળખાય છે.અને આના થી ૪૮૦૦ કિલોન્યુટન નો થ્રસ્ટ ઉત્પન થાય છે જે રોકેટ ને અંતરીક્ષ માં મોકલી શકે છે. તેમાં કુલ ૨.૮ મીટર ના વ્યાસ ની બે મોટર આવેલી છે જે ખાસ જાત ના સ્ટીલ થી બનાવવા માં આવે છે. જેનો વજન ૩૦ ટન જેટલો થાય છે. પ્રથમ સ્ટેજ માત્ર ૧૦૫ સેકન્ડ પુરતું ચાલે છે.

પ્રથમ સ્ટેજ ની સાથે તેમાં ૬ વધારાના રોકેટ હોય છે જેને સ્ટ્રેપ ઓન બુસ્ટર પણ કહેવામાં આવે છે. આ નાના રોકેટ વધારાનો થ્રસ્ટ પેદા કરી ને રોકેટ ને અંતરીક્ષ ચડાવવા માં મદદ રૂપ થાય છે.આમાં પ્રથમ સ્ટેજ ના રોકેટ સાથે પેહલા ચાર બુસ્ટર રોકેટ ને શરુ કરવામાં આવે છે. અને બીજા બે બુસ્ટર રોકેટ લોન્ચ ના ૨૫ સેકન્ડ પછી ચાલુ કરવામાં આવે છે. આ દરેક નાના બુસ્ટર રોકેટ માં ૧૨ ટન જેટલું ફયુલ ભરવામાં આવે છે. જે માત્ર ૪૯ સેકન્ડ જ ચાલે છે.

બીજુ સ્ટેજ એક લીક્વીડ ફયુલ વડે ચાલે છે. બીજા સ્ટેજ ના એન્જીન નું નામ વિકાસ રાખવામાં આવ્યું છે.જેનો વજન ૪૧.૫ ટન છે. કુલ બે પ્રકાર ના ફયુલ વપરાય છે જેમાં પ્રથમ છે.  unsymmetrical dimethylhydrazine (UDMH) જે મુખ્ય ફયુલ તરીકે અને બીજુ છે  nitrogen tetroxide (N2O4) જે ઓક્સીડાઝર તરીકે કામ કરે છે. જે ૮૦૦ કિલોન્યુટન નો થ્રસ્ટ ઉત્પન કરે છે. આ સ્ટેજ ૧૫૮ સેકન્ડ સુધી ચાલે છે.

ત્રીજું સ્ટેજ માટે કુલ મળી ને ૭ ટન ફયુલ વપરાય છે. જે HTPB હોય છે.કુલ મળી ને ૮૩ સેકન્ડ સુધી આ ચાલે છે. એ પછી ચોથું અને અંતીમ સ્ટેજ ચાલુ થાય છે જે ૨ નાના એન્જીન વડે ચાલે છે.આ એન્જીન માં કુલ ૨.૫ ટન જેટલું ફયુલ હોય છે. જે સૌથી લાંબુ એળે કે ૪૨૫ સેકન્ડ ચાલે છે.

આ રોકેટ ભારત ના કુલ ૪૭ અને વિદેશ ના ૬૬ ઉપગ્રહો ને સફળતા પૂર્વક અંતરીક્ષ માં મોકલી ચુક્યું છે. જેમાં થી માત્ર ૧ અસફળ અને ૧ આંશિક અસફળ રહ્યું છે. આ રોકેટ ના કુલ ૩ અલગ અલગ પ્રકાર રાખવામાં આવ્યા છે. જેમાં છે

PSLV અને GSLV

૧: PSLV-G: આ પ્રકાર એ ક ચાર સ્ટેજ વાળું રોકેટ છે. જે ૧૬૦૦ કિલો ના ઉપગ્રહ ને ૬૨૨ કિલોમીટર ઉંચી sso કક્ષા માં મોકલી શકે છે.

૨: PSLV-CA: CA નો અર્થ CORE Alone થાય છે.ઓછા વજન ના સેટેલાઈટ મોકલવામાં માટે આ નો ઉપયોગ થાય છે. આ પ્રકાર માં વધારા ના ૬ રોકેટ બુસ્ટર નથી વાપરવામાં આવતા કુલ મળી ને આ પ્રકાર ૧૧૦૦ કિલો ના ઉપગ્રહ ને અંતરીક્ષ માં મોકલી શકે છે.

૩: PSLV-XL: સૌથી વધુ પાવરફુલ અને વજનદાર ૩૨૦ ટન આ રોકેટ ૧૮૦૦ કિલો ના ઉપગ્રહ ને અંતરીક્ષ માં મોકલવા માટે વાપરવામાં આવે છે.ભારત ના મંગલયાન, ચન્દ્રયાન, જીસેટ  જેવા મોટા સેટેલાઈટ માટે વાપરવામાં આવે છે.

 

અત્યારે ઈસરો pslv કરતા પણ વધુ શક્તિશાળી એવું GSLV રોકેટ ના વિકાસ કરી રહી છે ક્રાયોજેનિક રોકેટ એન્જીન વડે સજ્જ આ GSLV જો સફળ થશે તો ભારત ૪ ટન સુધી ના ઉપગ્રહ અંતરીક્ષ માં મોકલી શકશે.

#isro #pslv #ઈસરો #techgujarati

Comments

comments

Tejas Lodhia

Hi I am Tejas Lodhia. i am Msc in Information Technology. a tech blogger. my first website in gujarati language.