Comments

ડેટા માઈનીંગ – જાણો શું છે આ ટેકનોલોજી અને કેવી રીતે કામ કરે છે?

આજ કાલ ઇન્કમ ટેક્ષ ડીપાર્ટમેન્ટ કરચોરો ની પાછળ પડી ગયું છે. તો  કેવી રીતે તેઓ કરચોરો સુધી પોહ્ચે છે અને કઈ ટેકનોલોજી વાપરે છે? જવાબ છે ડેટા માઈનીંગ. તો ચાલો જાણીએ શું છે આ ડેટા માઈનીંગ અને કેવી રીતે કામ કરે છે? બીજા ક્યાં ક્ષેત્ર માં આ ટેક્નોલોજી નો ઉપયોગ થાય છે ?

data mining

ડેટા માઈનીંગ એટલે શું?

આજે આપણે જાણીએ છે કે મોટા ભાગ ના વહીવટ કોમ્પ્યુટર ની મદદ થી થાય છે. દરેક બેંક  કોમ્પ્યુટરાઈઝ હોય છે. અને દેશ માં દરરોજ કરોડો વહીવટ થાય છે. આવા કરોડો વહીવટ માંથી કરચોરો ને પકડવામાં સહેલું નથી. આવા વહીવટ એક એક કરી ને ચેક કરવામાં વર્ષો નીકળી જાય છે. અહી કામ આવે છે ડેટા માઈનીંગ ટેક્નોલોજી. કોમ્પ્યુટર ના ડેટાબેઝ માં થી ખાસ રીતે અને ઓટોમેટીક રીતે તેમાં થી કામ ની માહિતી શોધી આપે છે. આજ ની દરેક મોટી કંપની ડેટા માઈનીંગ નો ઉપયોગ કરે છે. જેમ કે અમેરીકા ની મસમોટી વોલમાર્ટ કંપની માં કરોડો વહીવટ થાય છે તો આ દરેક વહીવટ એક ખુબ મોટા ડેટાબેઝ માં સ્ટોર થાય છે. પછી તેમાં માઈનીંગ દ્વારા કંપની એ જાની શકે છે કે ક્યાં સમયે તેનું વેચાણ સૌથી વધારે હશે અને આવનારા દિવસો માં કઈ વસ્તુ નું વેચાણ થશે આવી ભવિષ્યવાણી પણ કરી શકે છે આને પ્રીડીકટીવ એનાલીસીસ  તરીકે ઓળખવામાં આવે છે. આવી માહિતી કંપની ને આગળ ના નિર્ણયો લેવા માં ખુબ ઉપયોગી થાય છે.

ડેટા માઈનીગ ના ત્રણ સૌથી મહત્વ ની ટેક્નોલોજી ઉપર આધારીત છે.

૧: મોટા પ્રમાણ માં ડેટા નું કલેક્શન કરવાનું

૨: પાવરફુલ મલ્ટી પ્રોસેસર કમ્પ્યુટર નો ઉપયોગ

૩: ડેટા માઈનીંગ ના અલગોરિધમ વાપરી ને કામ ની માહિતી શોધવી.

ડેટા માઈનીંગ એ કોમ્પ્યુટર વિજ્ઞાન નું એક નવું ક્ષેત્ર છે. જેમાં આજ ની દરેક કંપની ની જરૂરીયાત બની ગયું છે. આની મદદ થી કંપનીઓ આગળ ના ભવિષ્ય ના ટ્રેન્ડ ની આગાહી કરી શકે છે અને પેહલા ના ના મળી હોય એવી પેટર્ન શોધી શકાય છે. ડેટા માઈનીંગ માં મુખ્યત્વે આ ચાર ટેક્નોલોજી નો વપરાશ થાય છે. આ છે

૧: આર્ટીફીસીઅલ્સ ઈન્ટેલીજન્સ : આ ની મદદ થી કમ્પ્યુટર પોતાની રીતે ડેટા માંથી ખાસ પેટર્ન શોધી કાઢે છે. જેની મદદ થી અગત્ય ના નિર્ણયો ખુબ ઝડપ થી લઇ શકાય છે.

૨: ડીસીઝન  ટ્રી: આ નો મતલબ કોમ્પ્યુટર પોતાની રીતે અમુક કે બીજી રીતે નિર્ણય લઇ શકે છે. એક ખાસ વર્ગીકરણ કરી એક ટેબલ બનાવવામાં આવે છે જેમાં કયા રીઝલ્ટ ઉપર કયો નિર્ણય લેવો તેવું નક્કી કરેલું હોય છે.

૩: જેનેટીક અલગોરિધમ: આ એક ખાસ જાત નો અલગોરિધમ જે કોમ્બીનેશન, મ્યુટેશન, દ્વારા અને નેચરલ સિલેકશન ની ટેકનીક વાપરે છે. જે ડેટા સિલેકશન માટે ઉપયોગી થાય છે.

૪: નિઅરેસ્ટ નેબર મેથડ: આ એક ખુબ આધુનિક મેથડ છે જેમાં ગણિત અને કોમ્પ્યુટર વિજ્ઞાન નો કોન્સેપ્ટ વપરાય છે. જેમાં કોમ્બીનેશન ઓફ કલાસીસ નો K રેકોર્ડ ધરાવતા સામાન્ય રેકોર્ડ ને શોધી શકે છે.

૫: રુલ ઇન્ડકશન: ઉપયોગી ડેટા ને બહાર કાઢવો જે ખાસ શરતો પર આધારીત હોય છે.

ક્યાં ક્યાં ક્ષેત્ર માં ઉપયોગ થાય છે?

૧: બીઝનેસ: ડેટા માઈનીંગ નો  સૌથી વધુ ઉપયોગ બીઝનેસ માટે થાય છે. પોતાના  માટે વધુ ઉપયોગી માર્કેટિંગ કેમ્પેઈન તથા કસ્ટમર લોયલ્ટી માટે ઉપયોગી માહિતી મળે છે. કસ્ટમર રીલેશીપ મેનજર માટે કસ્ટમર માટે વધુ ઉપયોગી ઓફર આપી શકે છે આવા અગણિત ઉપયોગ થાય છે.

૨: વિજ્ઞાન અને એન્જીનીયરીગ: આ ફિલ્ડ માં પણ ડેટા માઈનીંગ નો ઉપયોગ થાય છે. બાયો ઇન્ફોર્મેટીક્સ, જેનેટીક્સ, મેડીસીન,એજ્યુકેશન, જેવા વિવધ ક્ષેત્ર માં ઉપયોગી છે. ઉદાહરણ તરીકે માનવ શરીર ના DNA ના વિવિધ સિક્વન્સ બનાવી જે જાની શકાય કે કેન્સર જેવી  બીમારી ઉપર તે કેવી અસર કરશે. જે ભવિષ્ય માં કેવી રીતે ટ્રીટ કરી શકાય તે જાણી શકાય છે.

૩: ટેક્સ ફ્રોડ રોકવા: ઇન્કમ ટેક્સ દ્વારા સૌથી વધુ આ ટેકનોલોજી નો ઉપયોગ થાય છે ટેક્સ ચોરી પકડવામાં માટે ખુબ વધુ ઉપયોગી થાય છે.આની મદદ થી ઇન્કમટેક્ષ ડીપાર્ટમેન્ટ સૌથી અઘરા ટેક્સ ફ્રોડ પકડી શકે છે.

૪: એન્વાયરમેન્ટ: પર્યાવરણ ના બચાવ માં પણ આ ટેક્નોલોજીનો ઉપયોગ થાય છે.પર્યાવરણ ના વિવિધ ડેટા ની નોંધ કરી ને તેની ઉપર રીસર્ચ કરવામાં આવે છે.

૫:જાસુસી માટે: હા જાસુસી માટે પણ આ ટેક્નોલોજી નો ઉપયોગ થાય છે. ખાસ પ્રકાર ના સોફ્ટવેર ની મદદ થી આ કામ પર પાડવામાં આવે છે.

આ પ્રકાર ના અનેક ક્ષેત્ર માં ડેટા માઈનીંગ નો ઉપયોગ થાય છે.

ડેટા માઈનીંગ ના સોફ્ટવેર

Proprietary data-mining software and applications

 • Angoss KnowledgeSTUDIO
 • Clarabridge
 • HP Vertica Analytics Platform
 • IBM SPSS Modeler
 • KXEN Modeler
 • LIONsolver
 • Megaputer Intelligence
 • Microsoft Analysis Services
 • NetOwl
 • OpenText™ Big Data Analytics
 • Oracle Data Mining
 • PSeven
 • Qlucore
 • RapidMiner
 • SAS Enterprise Miner
 • STATISTICA Data Miner
 • Tanagra

Free open-source data mining software and applications

 • Carrot2
 • org
 • ELKI
 • GATE
 • KNIME
 • Massive Online Analysis (MOA)
 • MLPACK library
 • MEPX
 • NLTK(Natural Language Toolkit)
 • OpenNN
 • Orange
 • R
 • scikit-learn
 • Torch:
 • UIMA
 • Weka:

 

#datamining #ડેટામાઈનીંગ

Comments

comments

Tejas Lodhia

Hi I am Tejas Lodhia. i am Msc in Information Technology. a tech blogger. my first website in gujarati language.