ડાઈમંડ બેટરી – વૈજ્ઞાનિકો એ બનાવી હજારો વર્ષ ચાલે એવી હીરા થી બનેલી બેટરી

diamond betteries

શું તમે વિચારી શકો છો કે એક સાદી AAA સાઈઝ ની બેટરી જે તમને આપી શકે છે હજારો વર્ષ સુધી તમને પાવર આપી શકે છે. તો ચાલો જાણીએ આ બેટરી કેવી છે?

બ્રિટન ની બ્રિસ્ટોલ યુનિવર્સીટી ના વૈજ્ઞાનીકો એ બનાવી છે અણુકચરો  ને વાપરી ને એવા કૃત્રીમ હીરા બનાવ્યા છે જેના રેડીએશન ને એક સાફ ઉર્જા માં ફેરવી શકે છે. આ હીરા ને બેટરી તરીકે ઉપયોગ માં લઇ શકાય છે. આજ સુધી વાયર ની કોઈલ ઉપર મેગ્નેટ ફેરવી ને વીજળી નું ઉત્પાદન કરવામાં આવતું હતું. વૈજ્ઞાનિકો એ હીરા માં રેડીયોએક્ટીવ તત્વો ને હીરા માં સમાવી ને એવા બનાવ્યા છે જે કરંટ પેદા કરી શકે છે. આવી બેટરી માંથી હીરા હોવા ને કારણે તેમાંથી કોઈ લીક થવાનો અવસર નથી. અને કોઈ જાત નું પ્રદુષણ પણ નહી થાય. આ બેટરી ની અડધી આયુષ્ય ૫૭૦૦ વર્ષ ચાલી શકે છે.

વૈજ્ઞાનિક ના બનાવેલા પ્રથમ પ્રોટોટાઇપ માં નિકલ-૬૩ નામના તત્વ ને વાપર્યું છે. પણ વિજ્ઞાનીઓ કાર્બન-૧૪ નામના રેડીયોએક્ટીવ પદાર્થ ને વાપરી ને આની ક્ષમતા વધારવા ના છે. આ કાર્બન-૧૪ ને વિજ્ઞાનીઓ અણુમથક માં થી વધેલા અણુકચરા ને પ્રોસેસ કરીને તેમાંથી આ કાર્બન-૧૪ મેળવવા માં આવશે. આનાથી વિશ્વ ની અણુ કચરા ની સૌથી મોટી સમસ્યા પણ ઉકેલાઈ શકે છે. કાર્બન-૧૪ એ ખુબ ઓછા રેન્જ વાળા કિરણોત્સર્ગ ફેકે છે. અને કોઈ પણ સોલીડ મટીરીયલ માં ષોસાય જાય છે. આના સીધા સંપર્ક માં આવાથી આ નુકસાન પોહચાડી શકે છે પરંતુ આને હીરા માં રાખવાથી તેમાંથી કોઈ પણ જાતનો લીક થવાનો ખતરો રેહતો નથી.

આવી બેટરી ના અગણિત ઉપયોગો થશે જ્યાં બેટરી બદલવાનું અશક્ય હોય અથવા ખુબ મુશ્કેલ ભરેલું હોય જેમકે સેટેલાઈટ, સ્પેસ શટલ, ડ્રોનવિમાનો, હ્રદય માટે ના પેસમેકર વગેરે વગેરે જેવા અનેક ઉપયોગો થઇ શકશે. #diamondbattery

Comments

comments

Tejas Lodhia

Hi I am Tejas Lodhia. i am Msc in Information Technology. a tech blogger. my first website in gujarati language.