Comments

જાણો ભારતીય સેના ના દ્વારા વપરાતા વિવિધ પ્રકાર ના ખતરનાક શસ્ત્રો અને અસ્ત્રો વિષે

ભારત ની સેના વિશ્વ ની ટોચ ની ૧૦ સેના ઓં માં સામેલ છે. જેમાં આર્મી, વાયુસેના, નેવી, ઉપરાંત BSF,ITBP,CRPF જેવી પેરા મીલીટરી ફોર્સ પણ છે. અહી સેના દ્વારા લડાઈ માં વપરાતા અનેક શસ્ત્રો વિષે જાણો જેમાં રાઈફલ, તોપ, ટેંક,ફાઈટર વિમાનો, યુએવી, રેડાર, નેવી ના જહાજો,સબમરીન વગેરે જેવા અનેક શસ્ત્રો છે.

શસ્ત્ર

નામ

નોટ

ગ્લોક-૧૭

આ ગન ભારતીય સ્પેશીયલ ફોર્સીસ દ્વારા વાપરવામાં આવે છે આ ગન ૫૦ મીટર ની રેંજ સુધી નિસાન લગાવી શકે છે. આની કાર્ત્રિજ માં ૧૭ કારતુસ મી કેપેસિટી ધરાવે છે. SPG, NSG, MARCOS, PARA કમાન્ડો દ્વારા યુઝ થાય છે.

SPAS-15

આ એક ઈટાલિયન શોટગન છે જે સેમી ઓટોમેટીક છે. આની રેંજ છે ૪૦ મીટર છે.

માઈક્રો UZI

ઇઝરાયેલ બનાવટ ની આ ગન એક મિનીટ માં ૨૦૦ ગોળી ફાયર કરી શકે છે. અને આ ગન ની રેંજ છે ૨૦૦ મીટર સુધી ની.

MP-5

આ ગન વિશ્વ ની દરેક સ્પેશીયલ ફોર્સ દ્વારા વાપરવામાં આવે છે. આ ગન બીજા ઘણા સબ વર્ઝન છે. આ ગન ૮૦૦ રાઉન્ડ પર મિનીટ સ્પીડ થી ફાયર કરી શકે છે. અને રેંજ છે ૨૦૦ મીટર સુધી ની.

MP-9

આ એક સ્વીસ બનાવટ ની ગન છે. ક્લોસ કોમ્બેટ માટે આ ગન નો યુઝ કરવામાં આવે છે.

Tavor-TAR 21

ભારતીય સ્પેશીયલ ફોર્સ ની મનપસંદ એસોલ્ટ રાઈફલ. વિશ્વ ની સૌથી ખતરનાક ગન માની એક છે. આ ગન ૫૫૦ મીટર સુધી દુર ના ટાર્ગેટ ને ખત્મ કરી શકે છે.

AKM

આ ગન AK-47 નું આધુનીક રૂપ છે. એક મિનીટ માં ૬૦૦ રાઉન્ડ પર મિનીટ ની સ્પીડ થી ફાયર કરી શકે છે. અને રેંજ છે ૩૫૦ મીટર

AK-103

આ ગન AK-74 નું આધુનીક રૂપ છે. આ ગન ની ઉપર એક ગ્રેનેડ લોન્ચર અથવા નાઈટ વિઝન ડીવાઈઝ એટેચ કરી શકાય છે.૭.૬૨ mm ની આ ગન ૬૦૦ રાઉન્ડ પર મિનીટ ની સ્પીડ થી ફાયર કરી શકે છે.

M4A1

આ એક અમેરીકન રાઈફલ છે. ખાસ સ્પેશીયલ ફોર્સ માટે બનાવેલી આ ગન ૭૦૦ રાઉન્ડ પર મિનીટ ની સ્પીડ થી ફાયર કરી શકે છે.

M-16

આ પણ એક અમેરીકન બનાવટ ની ગન છે. નાટો ના સ્ટાનડરડ પ્રમાણે બનેલી છે. ૯૫૦ રાઉન્ડ પર મિનીટ ની સ્પીડે આ ગન ૫૫૦ મીટર દુર ના ટાર્ગેટ ને ખત્મ કરી શકે છે.

MCIWS

આ ગન ની ડીઝાઇન ભારત ની ARDE લેબોરેટરી એ બનાવેલી છે. આ ગન ને જરૂરીયાત પ્રમાણે બેરલ બદલી શકાય છે. માટે એક જ ગન બે પ્રકાર ના રાઉન્ડ ફાયર કરી શકે છે. આ ગન ૬૫૦ રાઉન્ડ પર મિનીટ ની સ્પીડ પર ફાયર કરી શકે છે. અને આ નો ઉપયોગ BSF, ITBP, અને CRPF દ્વારા કરવામાં આવશે.

Excalibur

આ ગન પણ ભારત ની ARDE દ્વારા ડેવલોપ કરવામાં આવી છે. જે INSANS રાઈફલ નું સ્થાન લેશે. આ રાઈફલ ૬૫૦ RPM ની સ્પીડ થી ફાયર કરો શકે છે. અને રેંજ છે ૪૫૦ મીટર

Amogh

આ એક ટુકી રેંજ ની રાઈફલ છે જેને ભારતે ડેવલોપ કરી છે. ૨૦૦ મીટર રેંજ ધરાવતી આ રાઈફલ ૭૦૦ rpm ની સ્પીડ થી ફાયર કરી શકે છે. હાલ માં નેવી દ્વારા યુઝ કરવામાં આવે છે.

INSAS

આજે ભારતીય સેના નું મુખ્ય રાઈફલ છે જેને ૧૯૯૮ માં ડેવલોપ કરવામાં આવી હતી આ ના કુલ ૩ અલગ અલગ વર્ઝન છે. ૪૦૦ મીટર સુધી દુર ના ટાર્ગેટ ને ખત્મ કરી શકે છે. ધીરે ધીરે આ રાઈફલ ને સેના માંથી રીટાયર્ડ કરી દેવામાં આવશે.

SSG-69

આ એક સ્નાઈપર રાઈફલ છે જે ૮૦૦ મીટર દુર ના ટાર્ગેટ ને નિસાન લઇ ને વીંધી શકે છે.

SSG-3000

આ પણ એક સ્નાઈપર રાઈફલ છે. જેની રેંજ 900 મીટર સુધી ની છે.

PSG-1

આ સ્નાઈપર રાઈફલ ની રેંજ છે ૮૦૦ મીટર. આ એક જર્મન કંપની દ્વારા ડીઝાઇન કરવામાં આવી છે.

GALIL

આ એક ઇઝરાયેલ બનાવટ ની ગન છે જેનું ખાસ વર્ઝન સ્નાઈપર રાઈફલ તરીકે યુઝ કરવામાં આવે છે. ૫૦૦ મીટર ની રેંજ છે આ ગન ની.

Dragunov SVD

રશીયન બનાવટ ની આ સ્નાઈપર ગન સૌથી ખતરનાક ગન માં થી એક ગણવા માં આવે છે. આની રેંજ છે ૮૦૦ મીટર ની.

વિધ્વંશક

આ એક લોંગ રેંજ સ્નાઈપર ગન છે અને ભારત દ્વારા બનાવવામાં આવી છે. જેની રેંજ છે. ૧૮૦૦ મીટર. આ ગન BSF દ્વારા યુઝ કરવામાં આવે છે.

વાંચો : વિવધ પ્રકાર ના સેટેલાઈટ વિષે

સેના ની વિવિધ પ્રકાર ની તોપ

ધનુષ આ એક હોવીત્ઝર તોપ છે. જેની રેંજ છે ૩૮ કિલોમીટર. આ તોપ ભારત ની બોફોર્સ તોપ નું સ્થાન લેશે.
ATAGS ભારતીય કંપની ટાટા અને કલ્યાણી ગ્રુપ એ બનાવેલી આ ગન ૪૦ કિલોમીટર દુર ના ટાર્ગેટ ને નષ્ટ કરી શકે છે. આ તોપ એ ૪૮ કિલોમીટર દુર ના ટાર્ગેટ ની નિસાન બનાવી એક નવો રેકોર્ડ બનાવ્યો છે.
FH-77 આ તોપ ને આપણે બોફોર્સ તોપ તરીકે ઓળખીએ છીએ. પોતાના વિવાદો થી ઓળખાતી અને કારગીલ યુદ્ધ માં વપરાયેલી આ તોપ ની રેંજ છે.૨૧ કિલોમીટર
M-777 હાલ માજ અમેરીકા સાથે આવી ૧૪૫ તોપ નો સોદો કરવામાં આવ્યો છે. હજી માત્ર આવી ૨ તોપો ની ડીલીવરી આવી છે. બાકી તોપ ૨૦૧૯ થી ૨૦૨૦ સુધી માં આવી જશે. આ તોપ ની રેંજ છે ૪૦ કિલોમીટર

વાંચો: કેવું છે વિશ્વ નું સૌથી પાવરફુલ ચાયનીઝ સુપર કોમ્પ્યુટર

સેના ની અલગ અલગ પ્રકાર ની ટેંક

અર્જુન

આ ટેંક ભારત ની drdo એ ડીઝાઇન કરેલી છે. વજન ૫૮ ટન આવી કુલ ૩૫૦ થી વધુ ટેંક ભારત પાસે છે.

T-90S / T-90M

આ વિશ્વ ની સૌથી ખતરનાક ટેંક માની એક મનાય છે. ભારત પાસે આવી કુલ ૧૬૦૦ થી વધુ ટેંક છે.

T-72- અજેય

આ પણ એક રશિયન ટેંક છે ભારત પાસે આ ટેંક ૨૪૦૦ કરતા પણ વધારે છે. ભારતીય નામ અજેય છે.

BMP-2

આ એક ઇન્ફટ્રી વિહ્ક્લ છે. જેને અલગ અલગ રોલ માટે વાપરવામાં આવે છે. સૈનિકો ને યુદ્ધ મેદાન માં લઇ જવા, મિસાઈલ લોન્ચર તરીકે વાપરવું વગેરે આવા કુલ ૨૬૦૦ વાહન છે.

વિવિધ પ્રકાર ના રોકેટ લોન્ચર

પીનાકા MBRL

આ રોકેટ લોન્ચર એ કારગીલ યુદ્ધ માં પોતાનો રોલ સાબીત કરી દીધો હતો એક સાથે કુલ ૧૨ રોકેટ ફાયર કરી શકે છે આના કુલ ૨ વર્ઝન છે. mk-1 જે ૪૦ કિમી ની રેંજ ધરાવે છે અને mk-૨ જે ૭૫ કિમી ની રેંજ ધરાવે છે.

BM-21

આ એક રશીયન રોકેટ લોન્ચર છે, આવી કુલ ૧૫૦ સીસ્ટમ જ હવે છે, ભારત અને ધીમે ધીમે રીટાયર કરી ને પીનાકા અપનાવશે.

સ્મર્ચ

ભારત પાસે આ સીસ્ટમ પણ વિપુલ માત્રા માં છે. રશીયન બનાવટ ની આ રોકેટ લોન્ચર 90 કિલોમીટર સુધી ની રેંજ ધરાવે છે.

ટેંક ના કાળ એવી એન્ટી ટેંક મિસાઈલ

નાગ

આ DRDO એ બનાવેલી છે. આ એક એન્ટી ટેંક મિસાઈલ છે. આ ના અલગ અલગ ૩ વર્ઝન છે.

સ્પાઈક

બહુ જલ્દી આ ઇઝરાયેલ બનાવટ ની આ એન્ટી ટેક મિસાઈલ ભારત પાસે હશે હજી આની ખરીદી ની પ્રોસેસ ચાલુ છે.

મિલાન

આ એક ફ્રેંચ બનાવટ ની છે. ભારત પાસે આવી કુલ ૩૦૦૦૦ થી વધુ મિસાઈલ છે. આનું ઉત્પાદન ભારત માજ કરવામ આવે છે

મિલાન 2T

મિલાન સીસ્ટમ નું આધુનીક વર્ઝન છે. આવી કુલ ૪૧૦૦ સીસ્ટમ ભારત એ ખરીદી છે.

કોર્નેટ

આ એન્ટી ટેંક સીસ્ટમ ને T-90 ટેંક ઉપર ફીટ કરવામાં આવી છે. આવી કુલ ૩૦૦૦ જેટલી મિસાઈલ ભારતે રશિયા પાસે થી ખરીદી છે.

કોન્કર્સ

આ મિસાઈલ ને BMP-૨ ઉપર ફીટ કરવામાં આવી છે. આનું ઉત્પાદન ભારત માંજ કરવામાં આવે છે.

ઇન્વાર

આ પણ રશિયન સીસ્ટમ છે. જે નું ઉત્પાદન ભારત માં કરવામાં આવે છે. ૨૦૧૩ ભારતે આવી કુલ ૨૫૦૦૦ મિસાઈલ નો સોદો કરેલોજેમાં ૧૦૦૦૦ રશિયા માંથી આવશે અને બાકી ની ૧૫૦૦૦ ભારત માં બનશે.

દુશ્મન દેસ જેના નામ થી પણ ડરે છે એવી ભારત ની મિસાઈલ

બ્રમ્હોસ

ભારત નું સૌથી સફળ મિસાઈલ, આ મિસાઈલ આર્મી,નેવી,અને એરફોર્સ દરેક માટે છે. આની રેંજ છે ૨૯૦ કિલોમીટર, આગળ જતા એ ૪૫૦ અને ૮૦૦ કિલોમીટર સુધી વધારી શકશે

નિર્ભય

આ મિસાઈલ ની રેંજ ૧૦૦૦ કિલોમીટર ની છે. હજી આનું પરીક્ષણ ચાલે છે જે આવતા વર્ષ સુધી ચાલશે.

પ્રહાર

આ એક ૧૫૦ કિમી રેંજ વળી મિસાઈલ છે. જેને DRDO એ બનાવી છે. આ મિસાઈલ ભારત ની પૃથ્વી મિસાઈલ નું સ્થાન લેશે.

પૃથ્વી-૧

આ મિસાઈલ ધીમે ધીમે ભારત રીતાયર્દ કરી રહ્યું છે, આ ની રેંજ છે ૧૫૦ કિમી.

પૃથ્વી-૨

આ મિસાઈલ ની રેંજ છે ૨૫૦ થી ૩૫૦ કિલોમીટર. વજન છે 4.૫ ટન

પૃથ્વી-૩

આ મિસાઈલ ૩૫૦ થી લઇ ૬૫૦ કિલોમીટર ની રેંજ ધરાવે છે.

અગ્નિ-૧

આ એક મીડીયમ રેંજ ની બેલીસ્ટીક મિસાઈલ છે. જેની રેંજ ૭૦૦ થી ૧૨૦૦ કિમી ની છે.

અગ્ની-૨

૨૦૦૦ થી ૩૫૦૦ કિલોમીટર રેંજ ની આ મિસાઈલ અણુબોમ્બ લઇ જવા સક્ષમ છે.

અગ્ની-૩

આ ની રેંજ છે ૩૫૦૦ થી ૫૦૦૦ કિલોમીટર , આ પણ અણુ બોમ્બ લઇ જવામાં સક્ષમ છે.

અગ્ની-4

૪૦૦૦ કિમી ની રેંજ ધરાવે છે આ મિસાઈલ

અગ્ની-૫

૮૦૦૦ કિમી રેંજ ધરાવતી ભારત ની સૌથી વધુ રેંજ ધરાવતી મિસાઈલ છે.

આકાશ

આ મિસાઈલ ૩૦ કિમી દુર થી આવતા વિમાન કે મિસાઈલ ને ને હવા માજ ખત્મ કરી શકે છે આ સીસ્ટમ DRDO એ બનાવી છે.

અસ્ત્ર

આ મિસાઈલ ખાસ વાયુસેના માટે બનાવવા માં આવી છે આને BVR મિસાઈલ કહેવામાં આવે છે અને રેંજ છે ૧૧૦ કિલોમીટર

ધનુષ

આ મિસાઈલ નેવી માટે બનેલું છે જેને શીપ માંથી લોન્ચ કરવામાં આવે છે. આ પૃથ્વી મિસાઈલ નું નેવલ વર્ઝન છે. રેંજ છે ૩૫૦ થી ૭૫૦ કિલોમીટર

શોર્ય

આ મિસાઈલ ૭૦૦ થી ૧૯૦૦ કિલોમીટર ની રેંજ ધરાવે છે આને ટ્રક અથવા અન્ડરગ્રાઉન્ડ કેનીસ્તર માંથી લોન્ચ કરી શકાય છે.

K-4

આ મિસાઈલ ને ખાસ સબમરીન માંથી લોન્ચ કરવા માટે બનાવેલ છે.આ મિસાઈલ ભારત ની અણુ સબમરીન અરીહંત માં રાખવામાં આવી છે અને અણુ બોમ્બ લઇ જવા સક્ષમ છે અને રેંજ છે ૩૫૦૦ કિમી

K-15 અથવા સાગરીકા

આ એક મીડીયમ રેંજ ધરાવતી મિસાઈલ છે જેની રેંજ ૭૦૦ કિમી છે આ પણ સબમરીન માંથી લોન્ચ કરી શકાય છે.

બરાક-૧

નેવી ની આ મિસાઈલ ઇનકમિંગ મિસાઈલ કે વિમાન ને તોડી પાડવા માંટે વાપરવામાં આવે છે આ એક ઈઝરાયેલી સીસ્ટમ છે. અને રેંજ છે ૧૨ કિમી

બરાક-8

આ સીસ્ટમ ભારતીય નેવી અને એર ફોર્સ બંને વાપરે છે. 90 કિમી ની રેંજ માં આ સીસ્ટમ કોઈ પણ ટાર્ગેટ ને તોડી શકે છે.

AAD

આને એડવાન્સ એર ડિફેન્સ અથવા અશ્વિન એર ડીફેન્સ પણ કહેવામાં આવે છે.

PAD

આ એક મિસાઈલ ડિફેન્સ સીસ્ટમ છે જે આવતી મિસાઈલ તે હવા માજ તોડી નાખે છે આખું નામ છે પૃથ્વી એર ડીફેન્સ. હજી આનું પરીક્ષણ ચાલુ છે.

S-400

આ એક રશિયન ડીફેન્સ સીસ્ટમ છે હજી આની ખરીદી માટે વાતચીત ચાલે છે. આ સીસ્ટમ કોઇપણ સ્ટેલ્થ વિમાન કે મિસાઈલ ને પણ તોડી શકે છે.

સેના માટે આંખ અને કાન નું કામ કરતા વિવધ પ્રકાર ના રેડાર

રાજેન્દ્ર

આ એક PESA ટેકનોલોજી ઉપર બનેલું રેડાર છે આનો ઉપયોગ આકાશ મિસાઈલ સાથે કરવામાં આવે છે

ઇન્દ્ર

આ રેડાર નો ઉપયોગ સેના અને વાયુસેના દ્વારા કરવામાં આવે છે. આ પણ એક PESA ટેકનોલોજી ઉપર બનેલું રેડાર છે.

સ્વાતી

આ એક વેપન લોકેતીંગ રેડાર છે મતલબ સામે થી આવતા તોપગોળા, રોકેટ, અને મોર્ટાર ના ફાયરીંગ થી તે હથિયારો ની એકઝેટ લોકેશન બતાવી શકે છે. આ ભારત ની DRDO એ બનાવેલું છે.

રોહીણી

આ એક ૩ડી રડાર છે જે ૨૦૦ કિમી દુર સુધી જોઈ શકે છે. અને એક સાથે ૧૫૦ ટાર્ગેટ પર નજર રાખી શકે છે.

સમયુક્તા

આ એક ઇલેક્ટ્રોનિક વોરફેર સીસ્ટમ છે. દુશ્મન દેશ ના સિગ્નલ જામ કરી દેવા કે તેના પર નજર રાખવી વગેરે જેવા કામ આ સીસ્ટમ કરી શકે છે.

વાંચો: કેવું છે ભારત નું આવનારું ફાઈટર વિમાન રફાલ

ભારત ના આકાશ નું રક્ષણ કરતા વાયુસેના ના વિમાન

સુખોઈ-૩૦MKI

ભારતીય વાયુસેના નું મુખ્ય ફાઇટર વિમાન અને વિશ્વ નું સૌથી ખતરનાક વિમાન માંથી એક સુખોઈ ૩૦ MKI. આ વિમાન નું પ્રોડક્શન ભારત માં જ થઇ છે.

મીગ-૨૯

મીગ-૨૯ ભારત મલ્ટી રોલ ફાઈટર વિમાન છે ભારત વાયુસેના અને નેવી પણ આ વિમાન વાપરે છે. આવા કુલ ૬૬ વિમાન છે ભારત પાસે.

મિરાજ-૨૦૦૦

આ વિમાન એક ફ્રેંચ વિમાન છે પોતાના લેસર હથિયારો સાથે આ વિમાન દુશ્મન પર એક દમ અચૂક પ્રહાર કરી શકે છે.

જેગુઆર

આ એક ગ્રાઉન્ડ એટેક વિમાન છે અને આ વિમાનો નું અત્યારે આધુનીકી કરણ થઇ રહ્યું છે. આવા કુલ ૯૫ વિમાનો છે.

મીગ-૨૭

આ પણ એક ગ્રાઉન્ડ એટેક વિમાનો છે આનું ભારતીય નામ “બહાદુર” છે. આવા કુલ ૮૭ વિમાનો છે.

મીગ-૨૧

મીગ-૨૧ ભારત નું સૌથી વધુ સંખ્યા માં બનેલું વિમાન છે. આ વિમાન ભારતે ૧૯૬૪ ની સાલ થી ખરીદ્યું હતું આજે માત્ર ભારત જ આ વિંન નો યુઝ કરે છે જે આગામી સમય માં રીતાયર્દ કરી દેવાશે.

તેજસ

આ વિમાન ભારત દ્વારા બનેલું એક લાઈટ કોમ્બેટ વિમાન છે , અનેક ખૂબી ઓ થી સજ્જ આ વિમાન માટે વાયુસેના એ ૧૨૩ વિમાનો નો ઓર્ડર આપી રાખ્યો છે.

રફાલ

ફ્રેંચ ટેકનોલોજી થી બનેલું આ વિમાન ભારત માં ૨૦૧૯ થી સામેલ થશે આ એક ૪.૫ પેઢી નું લડાયક વિમાન છે.

emb-145 awacs

આ એક એવોક્સ વિમાન છે મતલબ એક વિમાન ઉપર રેડાર ફીટ કરી દેવામાં આવે છે. આ વિમાન ઉપર ભારતે પોતાનું નેત્ર રડાર ફીટ કર્યું છે.

A-૫૦ awacs

ભારત નું સૌથી મોટું એવોક્સ રડાર જેને રશિયન વિમાન ઈલ્યુશન ઉપર ભારતે ઈઝરાયેલી બનાવટ નું EL-૨૦૯૦ રડાર ફીટ કરેલું છે.

ઈલ્યુશન ૨- ૭૮ ટેન્કર

આ વિમાન થી ફાઈટર વિમાન માં હવા માજ ફયુલ ભરી દેવા માં આવે છે આ એક મીડ એર રીફ્યુલીંગ વિમાન છે.

c-17 ગ્લોબમાસ્ટર

ભારત એ અમેરીકા પાસે થી ખરીદેલું સૌથી મોટું ટ્રાન્સપોર્ટ વિમાન છે. એક સાથે 77 ટન જેટલો સામાન લઇ જઈ શકે અથવા ૧૩૦ જેટલા સૈનિકો એકસાથે લઇ જઈ શકે છે.

ઈલ્યુશન ૨- ૭૬

આ પણ એક મીલીટરી ટ્રાન્સપોર્ટ વિમાન છે જેની રેંજ ૫૦૦૦ કિલોમીટર સુધી ની છે. અને ૬૦ ટન સુધી નો સામાન લઇ જઈ શકે છે.

AN-૩૨

આ એક ૨ એન્જીન વાળું ટ્રાન્સપોર્ટ વિમાન છે આની અંદર ૪૨ સૈનિકો લઇ જઈ શકાય છે. રેંજ છે ૨૫૦૦ કિમી

ડોર્નિયર-૨૨૮

આ એક નાનું ટ્રાન્સપોર્ટ વિમાન છે આ વિમાન વાયુસેના અને કોસ્ટ ગાર્ડ દ્વારા વાપરવામાં આવે છે.

C-૧૩૦ સુપર હર્ક્યુલીસ

આ વિમાન આખા વિશ્વ માં ખુબ લોકપ્રિય છે. ભારત પાસે આવા કુલ ૧૧ વિમાનો છે. આ એક trasport વિમાન છે અને સૈનિકો અને માલસામાન પણ સાથે લઇ જઈ શકે છે. કેપેસીટી છે ૨૦ ટન

BAE- hawk

આ વિમાન મૂળ તો ટ્રેનર વિમાન છે પરંતુ જરૂર પડે ત્યારે તેને લડાયક વિમાન નો રોલ પણ કરી શકે છે. ભારત પાસે આવા કુલ ૧૦૦ વિમાનો છે.

P-8I પોસાઈડન

આ વિમાન ભારતીય નેવી વાપરે છે આ વિમાન નું મુખ્ય કામ દુશ્મન દેશ ની સબમરીન ને શોધી એને નષ્ટ કરી દેવા નું છે. આની અંદર ટોરપીડો અને મિસાઈલ જેવા અનેક શસ્ત્રો રહી શકે છે.

વાંચો :કેવું છે ભારત એ બનાવેલું સ્વદેશી ફાઈટર વિમાન તેજસ

સેના દ્વારા ઉપયોગ માં લેવાતા વિવિધ પ્રકાર ના હેલીકોપ્ટર

MI-17

આ હેલીકોપ્ટર ભારત નું મુખ્ય ટ્રાન્સપોર્ટ હેલીકોપ્ટર છે આની અંદર ૨૪ સૈનિકો અથવા 4 ટન વજન સામાન લઇ જઈ શકાય છે.

Mi-24

આ એક લડાયક હેલીકોપ્ટર છે આને ફ્લાઈંગ ટેંક પણ કહેવામાં આવે છે.

Mi-26

આ હેલીકોપ્ટર એક ખુબ મોટું હેવી લીફ્ટ ટ્રાન્સપોર્ટ હેલીકોપ્ટર છે જે એક સાથે ૨૦ ટન વજન લઇ જઈ શકે છે. ભારત પાસે આજે આવા કુલ ૩ હેલીકોપ્ટર જ છે.

ધ્રુવ

ધ્રુવ એ ભારત ની HAL એ બનાવેલું હેલીકોપ્ટર છે. ભારત ની સેના,એરફોર્સ,અને નેવી દ્વારા યુઝ કરવામાં આવે છે.

ચેતક/ ચિતા

આ હેલીકોપ્ટર મૂળ ફ્રાંસ નું જે જે ભારત માં બને છે. ધીમે ધીમે આ હેલીકોપ્ટર ને રીટાયર કરી એના સ્થાને નવા હેલીકોપ્ટર લેવા માં આવશે

અપાચે-૬૪

આ અમેરિકાનું અને વિશ્વ નું સૌથી ખતરનાક લડાયક હેલીકોપ્ટર છે ભારતે આવા ૨૨ હેલીકોપ્ટર માટે અમેરીકા ને ઓર્ડર આપ્યો છે પ્રથમ હેલીકોપ્ટર ૨૦૧૮ ના અંત માં આવશે.

CH-47 ચીનુક

અમેરિકાની બોઇંગ કંપની એ બનાવેલું હેવી લીફ્ટ હેલીકોપ્ટર છે આ હેલીકોપ્ટર સૈનિકો અને તોપ અને બીજી સામાન લઇ જઈ શકે છે. ભારતે આવા 15 હેલીકોપ્ટર નો ઓર્ડર આપ્યો છે.

LCH

ભારત નું બનાવેલું એકમાત્ર લડાયક હેલીકોપ્ટર જે હજી પરીક્ષણ હેઠળ છે. આ અનેક પ્રકાર ના મિસાઈલ અને રોકેટ થી લેસ કરી શકાય છે.

KA-૨૨૬

આ હેલીકોપ્ટર ભારત ના જુના ચિતા અને ચેતક હેલીકોપ્ટર નું સ્થાન લેશે. રશિયા પાસે થી આવા કુલ ૨૦૦ હેલીકોપ્ટર નો સોદો થશે જેનું ઉત્પાદન ભારત માં થશે.

રુદ્ર

આ હેલીકોપ્ટર ધ્રુવ નું આર્મ્ડ વર્ઝન છે આની ઉપર એન્ટી ટેંક રોકેટ અને મિસાઈલ લગાવવામાં આવી છે.

વાંચો: અમેરીકા ના વિવધ પ્રકાર ના ડ્રોન વિષે

વિવિધ પ્રકાર ના યુએવી

હારૂપ

આ વિમાન એક મીડીયમ રેંજ ધરાવે છે ૧૦૦૦ કિલોમીટર ની રેંજ ધરાવતું આ યુએવી 6 કલાક સુધી ઉડી શકે છે.

હેરોન

આ એક ઈઝરાયેલી બનાવટ નું યુએવી વિમાન છે આવા કુલ ૫૦ વિમાનો ભારત પાસે છે. આ વિમાન એકવાર માં ૫૦ કલાક સુધી ઉડી શકે છે.

સર્ચર

આ પણ એક ઈઝરાયેલી યુએવી છે જે એક વાર માં ૧૮ કલાક સુધી હવા માં ઉડી શકે છે.

લક્ષ્ય

આ વિમાન એક ટાર્ગેટ ડ્રોન સીસ્ટમ છે. એરફોર્સ ના વિમાનો પોતાના ટાર્ગેટ ની પ્રેકટીસ કરવા આવા વિમાનો વાપરે છે. એ ઉપરાંત આર્મી અને નેવી દ્વારા પણ આ વિમાન વાપરવા માં આવે છે.

રુસ્તમ -૨

આ વિમાન હજી એના ડેવલોપમેન્ટ સ્ટેજ માં છે પણ આગામી થોડા જ સમય માં આ વિમાન સંપૂર્ણ પાને તૈયાર થઇ જશે.

હાર્પિ

આ વિમાન ખાસ તો દુશ્મન દેશ ના રેડાર પર અટેક કરવા માટે વપરાય છે આ વિમાન સીધું એક આત્મઘાતી હમલાવર ની જેમ પોતાના નિસાન સાથે ટકરાય જાય છે.

વાંચો: અમેરીકા નું સૌથી મોટું વિમાન વાહક જહાજ ગેરાલ્ડ ફોર્ડ વિષે

ભારત ના સમુદ્ર રક્ષક એવી નેવી ના જહાજો

INS વિક્રમાદિત્ય

આ એક વિમાન વાહક જહાજ છે. ભારતે રશિયા પાસે થી ખરીદેલું આ જહાજ ઉપર ૩૬ લડાયક વિમાનો રહી શકે છે. આ એક જ જહાજ ઉપર એક સાથે ૧૬૦૦ લોકો ડ્યુટી કરે છે.

કોલકાતા ક્લાસ ડીસ્ત્રોયર

આ એક ભારત ની આધુનીક મિસાઈલ વાહક જહ્જ છે, આ ક્લાસ ની કુલ ૩ જહાજ છે કોલકોતા,કોચી, અને ચેન્નાઈ દરેક નો વજન ૭૫૦૦ ટન છે અને દરેક ઉપર ૫૦ મિસાઈલ થી લેસ છે.

દિલ્હી ક્લાસ

આ ક્લાસ ની પણ ૩ મિસાઈલ વાહક જહાજ છે દરેક ૬૨૦૦ ટન વજની અને દરેક ઉપર ૭૦ થી ૮૦ મિસાઈલ છે.

રાજપુત ક્લાસ

આ ક્લાસ ના જહાજ માં કુલ 4 શીપ છે દરેક ૫૦૦૦ ટન છે. આની ઉપર બ્રમ્હોસ અને ધનુષ મિસાઈલ સામેલ છે.

શિવાલિક ક્લાસ ફ્રિગેટ

આ એક ફ્રિગેટ ક્લાસ છે ભારત પાસે આ ક્લાસ ની કુલ ૪ જહાજ છે દરેક ઉપર બરાક-1 અને બ્રમ્હોસ મિસાઈલ થી લેસ છે.

બ્રમ્હપુત્ર ક્લાસ

આ મિસાઈલ વાહક ફ્રિગેટ ૩૮૫૦ ટન વજન ની છે દરેક ઉપર બરાક અને બ્રમ્હોસ મિસાઈલ થી લેસ છે આવી કુલ ૩ જહાજ છે.

તલવાર ક્લાસ

આ ક્લાસ ની કુલ ૫ મિસાઈલ ફ્રિગેટ છે દરેક ૪૦૦૦ ટન ની છે. જેને ભારત અને રશિયા દ્વારા બનાવવા માં આવી છે.

ગોદાવરી ક્લાસ

આ ક્લાસ ની બોટ ૩૬૦૦ ટન વજન ની છે દરેક ઉપર બરાક અને P-૨૦ જેવી મિસાઈલ લાગેલી છે. આવતા અમુક સમય માં આ ક્લાસ ની બધી શીપ રીટાયર કરી દેવા માં આવશે.

કામોર્તા ક્લાસ કોર્વેટ

આ પ્રકાર ના શીપ ખાસ દુશ્મન દેશ ની સબમરીન શોધી ને તેને નષ્ટ કરવા માટે બનાવવામાં આવી છે

કોરા ક્લાસ

આ એક મિસાઈલ બોટ ક્લાસ છે અને દુશ્મન દેશ ના શીપ ને મિસાઈલ થી તોડી પાડવા આમાં કુલ ૨૦ મિસાઈલ આવેલી છે.

અરીહંત ક્લાસ અણુસબમરીન

ભારત એ બનાવેલી આ સબમરીન એ પરમાણું સબમરીન છે આની અંદર પરમાણું બોમ્બ થી લેસ એવી k સીરીઝ ની મિસાઈલ છે.આવી કુલ 4 સબમરીન બને છે. જેમાં થી 1 નેવી પાસે છે અને એક નું પરીક્ષણ ચાલે છે ૨ હજી બને છે

ચક્ર ક્લાસ

આ સબમરીન ભારતે રશિયા પાસે થી લીઝ ઉપર લીધેલી છે. જેને ખાસ તો ભારત માટે અણુ સબમરીન નું સંચાલન તથા ટ્રેનીગ કેવી રીતે થાય છે એ જાણવા માટે લીધેલી છે.

ક્લાવારી ક્લાસ સબમરીન

ફ્રાંસ ના સહયોગ થી બનેલી આ ક્લાસ ની સબમરીન એક એટેક સબમરીન છે.આવી કુલ 6 બને છે જેમાં થી ૧ સેના માં સામેલ થઇ છે ,૨ નું પરીક્ષણ ચાલે છે અને ૩ હજી બને છે

શીન્ધુઘોશ ક્લાસ

આ ક્લાસ ની કુલ ૧૦ સબમરીન ભારતે રશિયા પાસે થી ખરીદી હતી જેમાં થી એક ને રીટાયર કરી દેવા માં આવી છે. અને અમુક સબમરીન ને અપગ્રેડ કરી ને તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

INS વિક્રાંત

ભારત માજ બની રહેલું આ વિમાન વાહક જહાજ ૪૦૦૦૦ ટન નું છે આની ઉપર કુલ મળી ને ૪૦ લડાયક વિમાનો રહી શકશે. આ શીપ ૨૦૨૦ માં નેવી માં સામેલ થશે.

વિશાખાપટ્ટનમ ક્લાસ

કુલ 4 બોટ

Comments

comments

Tejas Lodhia

Hi I am Tejas Lodhia. i am Msc in Information Technology. a tech blogger. my first website in gujarati language.