Comments

રફાલ ફાઈટર જેટ – ભારતીય વાયુસેના નું નવું ઘાતક વિમાન

રફાલ, Rafale fighter jet

રફાલ વિમાન

આજ કાલ ભારત અને ફ્રાંસ વચ્ચે રફાલ વિમાન ની ડીલ સમાચાર માં ખુબ આવી રહી છે. એવું તે શું છે આ ફાઈટર જેટ માં જેના માટે ભારતીય વાયુસેના આતુરતા થી રાહ જોઈ રહી છે? તો ચાલો જાણીએ રફાલ લડાયક વિમાનો વિષે.

સુખોઈ -૩૦, મીગ-૨૯, મિરાજ-૨૦૦૦, જેગુઆર જેવા એક થી એક ચડિયાતા ફાઈટર વિમાન નો કાફલો ધરાવતી ભારતીય વાયુસેના માં સામેલ થશે એકદમ નવું અને રફાલ ફાઈટર વિમાન. ભારત આવા કુલ ૩૬ વિમાનો ફ્રાંસ પાસે થી તૈયાર લેશે. કુલ ૫૮૦૦૦ કરોડ માં આ સોદો થશે.

ઈતીહાસ :

સન ૨૦૦૪ માં ભારતીય વાયુસેના એ ૧૨૬ લડાયક વિમાનો માટે ટેન્ડર બહાર પાડ્યું હતું જેનું નામ MMRCA એટલે કે મીડીયમ મલ્ટી રોલ કોમ્બેટ એરક્રાફ્ટ રાખવા માં આવ્યું હતું. વિશ્વ ના કુલ ૬ ફાઈટર જેટ આ માટે પસંદ કરવામાં આવ્યા હતા. જેમાં સામેલ હતા અમેરિકના  F-18 સુપર હોર્નેટ, F-૧૬ સુપર વાઈપર, રશીયા નું મીગ-૩૫, ફ્રાંસ નું રફાલ, યુરોપ નું યુરોફાઈટર ટાઈફુન , અને સ્વીડન નું ગ્રીપેન. ૨૦૦૮ માં આ તમામ વિમાનો નું ભારત માં પરીક્ષણ કરવામાં આવ્યું. અનેક પ્રકાર ના ટેસ્ટ લેવામાં આવ્યા અંતે ૨૦૧૧ માં બે વિમાનો ઉપર પસંદ ઉતારવામાં આવી આ હતા ફ્રાંસ નું રફાલ, અને યુરોફાઈટર ટાઈફુન. ૨૦૧૨ માં ભારતીય વાયુસેના એ પોતાની ફાઈનલ પસંદ ફ્રાંસ ના રફાલ ઉપર કરવામાં આવી. પરંતુ આ પછી ભારત અને ફ્રાંસ વચ્ચે આ સોદો અમુક કારણો થી અટકી ગયો. ૨૦૧૫ માં આ ટેન્ડર રદ કરવામાં આવ્યું અને ૧૨૬ પ્લેન ને બદલે ૩૬ પ્લેન લેવાનું નક્કી કરવામાં આવ્યું.

રફાલ વિમાન

રફાલ વિમાન

નામ રફાલ
કંપની Dassault
દેશ ફ્રાંસ
પાઈલટ ૧-૨
લંબાઈ ૧૫.૨૭ મીટર
વિંગ સ્પાન ૧૦.૮૦ મીટર
ઊંચાઈ ૫.૩૪ મીટર
ખાલી વજન ૧૦.૩ ટન
બોજ વહન ક્ષમતા ૯.૫ ટન
એન્જીન ૨ x Snecma M88-2 turbofans
ફયુલ કેપેસિટી ૪.૭ ટન
ટેક ઓફ વખતે વજન ૨૪.૫ ટન

 

સ્પીડ ૧૯૦૦ કિમી/કલાક
રેન્જ ૩૭૦૦ કિલોમીટર
કોમ્બેટ રેડિયસ ૧૮૫૦ કિલોમીટર
મહતમ ઉંચાઈ ૫૦૦૦૦ ફુટ
પાયલોન ની સંખ્યા ૧૪
હથિયારો ગન: ૧x ૩૦ mm M791

મિસાઈલ : કુલ ૧૦ અલગ અલગ પ્રકાર થી લેસ કરી શકાય છે.

ખાસ ઉપકરણો થેલ્સ RBE2 રડાર

થેલ્સ સ્પેકટ્રા ઈલેક્ટ્રોનિક વોરફેર સીસ્ટમ

થેલ્સ સગેમ OSF

ડેમોકલેસ ટાર્ગેટ પોડ

એરોસ સીસ્ટમ

 

રફાલ વિમાન સોપ્રથમ ૨૦૦૧ માં બહાર પાડવામાં આવ્યું. આ વિમાન ના મુખ્ય ઉપયોગકર્તા દેશો માં છે ફ્રાંસ, ઈજપ્ત, અને કતાર, આ ઉપરાંત ઘણા દેશો પણ પોતાની વાયુસેના માટે આ પ્લેન પર પસંદ કરવાના છે. રફાલ વિમાનો ના કુલ ૩ પ્રકાર છે. ૧ રફાલ B, ૨ રફાલ C અને રફાલ M. રફાલ B એ ટ્વીન સીટર પ્લેન છે જયારે રફાલ C એ સિંગલ સીટર પ્લેન છે. જયારે રફાલ M એ નેવી માટે બનાવામાં આવ્યા છે.

રફાલ ની બનાવટ માં ખાસ પ્રકાર ના મટિરિયલ નો ઉપયોગ કરવામાં આવ્યો છે જેમાં છે  ટાઈટેનીયમ, કેવલર, કાર્બન ફાઈબર જેવા કોમ્પોઝીટ ધાતુ નો ઉપયોગ કરવામાં આવ્યો છે.જે તેની મજબૂતી માં વધારો કરે છે.રફાલ વિમાન એ ચોથી પેઢી નું આધુનિક લડાયક વિમાન છે. આની ડિઝાઈન ત્રિકોણઆકાર ડેલ્ટા વિંગ રાખવામાં આવી છે. સાથે એક નાની કેનાર્ડ વિંગ પણ આપવામાં આવી છે. જે તેની ઝડપ માં વધારો કરે છે. આ વિમાન માં એક ડિજીટલ FBW એટલે કે ફ્લાય બાઈ વાયર સિસ્ટમ થી લેસ કરવામાં આવ્યું છે. રફાલ ની ડીઝાઇન એવી રીતે બનાવામાં આવી છે જેથી તેની રડાર ક્રોસ સેક્સન (RCS) એકદમ ઘટી જાય છે.

spetra system

સ્પેકટ્રા સિસ્ટમ

રફાલ પ્લેન ની કોકપીટ સોથી આધુનિક છે. તેનું કોમ્પ્યુટર જાતે જ નક્કી કરે છે કે કઈ માહિતી પાઈલોટ માં વધારે મહત્વ ની છે.  વધારા માં ફ્રાંસ એ તેને DVI એટલે કે ડિજીટલ વોઈસ ઈનપુટ થી સજ્જ કરી છે. જેથી પાઈલોટ તેને મોખીક કમાંડ પણ આપી શકે છે. રફાલ વિમાન ની સૌથી ખાસ સિસ્ટમ છે સ્પેકટ્રા (SPECTRA) વિશ્વ ના બીજા કોઈપણ ફાઈટર જેટ માં આવી સીસ્ટમ નથી સ્પેકટ્રા એ ઇલેક્ટ્રોનિક વોરફેર સીસ્ટમ છે.જેનું કામ દુશ્મન રડાર ના મોજા પારખી એને જામ કરી દેવાનું છે. રફાલ વિમાન માં થેલ્સ કંપની નું RBE 2 નામનું AESA  રડાર છે. જેની રેન્જ ૧૫૦ કિલોમીટર ની છે. ઉપરાંત તે નીચે ની સપાટી ના ૩ડી નકશા બનાવી આપે છે. અને આ રડાર એકસામટા અનેક ટાર્ગેટ ને ઓળખી શકે છે.

Rafal weapons

રફાલ પ્લેન માં પાંખ ની નીચે કુલ ૧૪ પાયલોન આપવામાં આવ્યા છે. જેથી તેમાં એક સાથે અનેક પ્રકાર ના હથિયારો અને મિસાઈલ અને બોમ્બ લઇ જઈ શકે છે.વિમાન ની રેન્જ વધારવા માટે તેમાં ૩ વધારાની ફયુલ ટેન્ક જોડી શકાય છે. અને ખાલી થતા તેને ડ્રોપ કરી દેવામાં આવે છે.

રફાલ પ્લેન આજ ના સમય નું સોથી આધુનિક પ્લેન માંથી એક છે.

Comments

comments

Tejas Lodhia

Hi I am Tejas Lodhia. i am Msc in Information Technology. a tech blogger. my first website in gujarati language.