અમેરીકા ના સૌથી ખતરનાક ડ્રોન વિમાનો

અમેરીકન સેના દ્વારા અવારનવાર આતંકવાદીઓ અને તેના અડ્ડા ઓં પર કરાતા ડ્રોન હુમલાઓ ઘણીવાર સમાચાર માં ચમકે છે. પણ તમે જાણો છો આ ડ્રોન વિમાનો કેવા પ્રકાર ના હોય છે? અહી આ લીસ્ટ છે અમેરિકન સેના દ્વારા વપરાતા ડ્રોન વિમાનો વિષે.

ડ્રોન વિમાનો મુખ્યત્વે પાઈલોટ વગર હોય છે માટે તેમને UAV (Unmanned aerial vehicle) તરીકે વધારે ઓળખાય છે. આવા ડ્રોન વિમાનો ખુબ ઉંચાઈ પર ઉડી શકે છે. જેથી સામાન્ય રીતે તેઓ નજર માં નથી આવતા. અને હજારો કિલોમીટર દુર થી આવા વિમાનો નું સંચાલન થઇ છે. આવા વિમાનો થી જાસુસી પણ થઇ શકે છે.

 

MQ-1 પ્રીડેટર (Predator)

MQ-1_Predator

અમેરિકનાં સૌથી ખતરનાક વિમાન માં થી એક આવું ડ્રોન છે. MQ-1 ના પ્રીડેટર તરીકે ઓળખાય છે. ૧૬૦ કિમી/કલાક ની સ્પીડ પર આ વિમાન કુલ ૧૧૦૦ કિલોમીટર નો પ્રવાસ ખેડી શકે છે. અને ૨૫૦૦૦ ફુટ ની ઉંચાઈ પર આ પ્લેન એક ધારું ૨૪ કલાક સુધી ઉડાન ભરી શકે છે. આ પ્લેન ની પાંખો ની લંબાઈ કુલ ૪૮ ફુટ છે. આ પ્લેન ની નીચે ૨ હેલફાયર મિસાઈલ લગાવી શકાય છે.

 

MQ-9 રીપર (Reaper)

MQ-9_Reaper

આ વિમાન એ પ્રીડેટર વિમાન નું આધુનીક મોડેલ છે. આ મોડેલ ને ૨૦૦૭ માં અમેરીકા ની સેના માં સામેલ કરવામાં આવ્યું હતું. ૩૦૦ કિમી/કલાક ની સ્પીડ પર આ વિમાન ૧૮૫૦ કિલોમીટર નો પ્રવાસ ખેડી શકે છે. અને ૫૦,૦૦૦ ફુટ ની ઉંચાઈ પર ઉડી શકે છે. પાંખો નીચે કુલ ૭ પોઇન્ટ આપવામાં આવ્યા છે. જેથી અનેક પ્રકાર ના મિસાઈલ અને બોમ્બ લઇ જઈ શકે છે. જેમનો કુલ વજન ૬૮૦ કિલો નો હોય છે. અને સૌથી આધુનિક એવા ઉપકરણો થી લેસ આ વિમાન એક ધારો ૩૦ કલાક સુધી પ્રવાસ કરી શકે છે.

 

MQ-1C ગ્રે ઈગલ (Grey Eagle)

predator-gray-eagle

આ વિમાન એ પ્રીડેટર વિમાન નું અપડેટ વર્ઝન છે. આ વિમાન ખાસ યુએસ આર્મી માટે બનવામાં આવ્યું છે.૨૯૦૦૦ ફુટ ની ઉંચાઈ થી આ વિમાન કોઇપણ નિશાન લગાવી શકે છે. અને ૩૦ કલાક એકધારું ઉડ્ડયન કરી શકે છે.

 

એવેન્જર(પ્રીડેટર સી) Avenger(Predator C)

PredC-5

આ વિમાન અમેરીકા નું સૌથી લેટેસ્ટ ડ્રોન વિમાન છે. હજી સુધી આ વિમાન નું પરીક્ષણ ચાલતું હતું. પણ હવે આ વિમાન ને મંજુરી મળી ગઈ છે. ભારતીય વાયુસેના એ આ વિમાન માં ખાસ રસ દાખવ્યો છે. આ વિમાન માં F-35 માં વપરાતી ટેકનોલોજી નો ઉપયોગ કરવામાં આવ્યો છે. કુલ ૧૩ મીટર લંબાઈ ધરવતી પાંખો અને ૨૦ મીટર વિંગ સ્પાન ધરાવતી આ વિમાન ૫૦,૦૦૦ ફુટ ઊંચું ઉડી શકે છે. બીજા કોઈ પણ ડ્રોન કરતા આ વિમાન ની શસ્ત્ર લઇ જવાની ક્ષમતા ખુબ વધારે છે. કુલ ૩૦૦૦ કિલોગ્રામ ના હથિયારો લઇ જઈ શકે છે. મહતમ સ્પીડ ૭૪૦ કિમી/કલાક અને એક ધારું 18 કલાક સુધી ઉડી શકે છે.

 

RQ-4 ગ્લોબલ હોક (Global Hawk)

Global_Hawk_1

આ એક સર્વાલંસ ડ્રોન છે. ખાસ કરીને જાસુસી માટે આ વિમાન નો ઉપયોગ થાય છે.બીજા કોઈ ડ્રોન કરતા આ વિમાન ખુબ વધારે ઊંચું ઉડી શકે છે. આ વિમાન માં કોઈ શસ્ત્રો નથી આ વિમાન ૧૪ મીટર લાંબુ અને ૧૪૦ મીટર ની વિંગ સ્પાન ધરાવે છે. આ પ્લેન કુલ વજન ૬.૭ ટન છે. અને એક ટર્બો ફેન એન્જીન વડે સજ્જ છે. જેની મદદ થી આ વિમાન ૬૩૦ કિમી સ્પીડ પર ૨૩૦૦૦ કિલોમીટર સુધી પ્રવાસ ખેડી શકે છે અને ૬૦,૦૦૦ ફુટ ની ઉંચાઈ પ્રાપ્ત કરી શકે છે. આ પ્લેન ના બીજા ૨ વર્ઝન છે. જે યુરો હોક  છે. અને નેવી માટે નું ખાસ વર્ઝન ટ્રાઈટન તરીકે ઓળખવા માં આવે છે.

RQ-170 સેન્ટીનેલ (Sentinel)

RQ-170_Sentinel_impression_3-view

આ ડ્રોન વિમાન પણ જાસુસી માટે ઉપયોગ કરવામાં આવે છે. આ વિમાન નો ઉપયોગ જયારે અમેરીકન સેના એ ઓસામા બિન લાદેન ના ઘર પર જાસુસી કરવામાં માટે કરવામાં આવ્યો હતો. આ વિમાન પણ ૫૦,૦૦૦ ફુટ ની ઉંચાઈ થી પોતાના ટાર્ગેટ પર નજર રાખી શકે છે. આ વિમાન પણ કોઈ શસ્ત્ર નથી. આ પ્લેન ૪.૫ મીટર લાંબુ અને ૧.૮ મીટર ઊંચું છે.

MQ-8 ફાયર સ્કાઉટ (Fire Scout)

fire scout

fire scout

આ એક હેલિકોપ્ટર છે. ૨૭૨ કિલો વજન ધરાવતુ આ હેલિકોપ્ટર ૨૦૦ કિલોમીટર ની સ્પીડ પર ઉડી શકે છે. ૮ કલાક સુધી એકધારું ઉડ્ડયન કરી શકે છે. આ ૨૦,૦૦૦ ફુટ સુધી ની ઉંચાઈ પ્રાપ્ત કરી શકે છે. આ હેલિકોપ્ટર ની રેન્જ ૨૦૦ કિલોમીટર સુધી ની છે. આ હેલિકોપ્ટર ખાસ નેવી માટે બનાવામાં આવ્યું છે. આ ડ્રોન હેલફાયર મિસાઈલ અને લેસર બોમ્બ થી સજ્જ કરી શકાય છે.

RQ-11 રેવન (Raven)

images

 

આ એક મીની ડ્રોન છે. આવા ડ્રોન નો ઉપયોગ સ્પેશીયલ ફોર્સ દ્વારા કરવામાં આવે છે. આ પ્લેન ફોલ્ડ કરીને પેક કરી શકાય છે. અને હાથ થી લોન્ચ કરી શકાય છે. આ પ્લેન ૩ ફુટ લાંબુ અને ૨ કિલો વજન ધરાવે છે. આ પ્લેન ની રેન્જ ૧૦ કિલોમીટર ની છે.અને ૯૦ મિનીટ નું ઉડાણ કરી શકે છે. અને એરીઅલ નિગરાની માટે વપરાય છે.

 

આ ઉપરાંત ઘણા એવા ડ્રોન વિમાનો નું પરીક્ષણ ચાલી રહ્યું છે. ભારત પણ ડ્રોન વિમાન બનાવી રહ્યું છે. જેમાં રુસ્તમ ૧ અને રુસ્તમ ૨ અને ઓરા જેવા ડ્રોન વિમાનો બનાવી રહ્યું છે. ભારત હવે MTCR ગ્રુપ નું સભ્ય બની ગયું હોવાથી અમેરીકા ના સૌથી આધુનિક ડ્રોન વિમાનો ખરીદી શકશે. અને પોતના વિમાન અને મિસાઈલ પણ બીજા દેશો ને પણ વેચી શકશે.

Comments

comments

Tejas Lodhia

Hi I am Tejas Lodhia. i am Msc in Information Technology. a tech blogger. my first website in gujarati language.