ગુગલ મેપ ની ૨૦ સૌથી મહત્વ ની ટ્રીક

Last updated on મે 6th, 2021 at 08:32 પી એમ(pm)

Home » Google » ગુગલ મેપ ની ૨૦ સૌથી મહત્વ ની ટ્રીક

ગુગલ મેપ આજે વિશ્વ નું સૌથી લોકપ્રીય નેવીગેશન એપ છે. તમે આ એપ ની એવી ઘણી ખૂબી છે જે તમે નહીં જાણતા હોય. ગુગલ મેપ ની આ ૨૦ ખાસ ટ્રીક જાણો અને મેપ ફાયદા ઉઠાવો.

google map icon and tips
Google map

તમારું ઓફિસ અને ઘર નું લોકેશન સેવ કરો:

મેપ માં ઘર અને ઓફિસ નું લોકેશન સેવ કરવું

          તમારી ઓફિસ નું લોકેશન અથવા ઘર નું લોકેશન સેવ કરવા માટે સૌથી પેહલા એપ ને ઓપન કરો, ઉપર સર્ચ બાર ઉપર HOME સર્ચ કરો, અથવા મેનૂ માં જઈ ને SAVED places ઉપર જાવ, ત્યાં HOME અને Office હશે. અહી તમારું એડ્રેસ સેવ કરી દો.

તમારી લોકેશન શેર કરો :

          શું તમે કોઈ ને તમારી અથવા બીજા કોઈ સ્થળ ની લોકેશન બીજા સાથે શેર કરવા માંગો છો? તો તમે તેને વોટ્સએપ દ્વારા શેર કરી શકો છો.  ઉપર ટેપ કરો ત્યારે તમને શેર નો ઓપ્શન દેખાશે જેની ઉપર ક્લીક કરવા થી એપ ની લીસ્ટ આવશે જેમાં થી તમારે જ્યાં શેર કરવું છે એ એપ ને સિલેક્ટ કરો. તમારું લોકેશન શેર થઇ જશે.

એક કરતાં વધારે સ્ટોપ એડ કરો :

          મેપ પર તમે એક કરતા વધારે સ્ટોપ એડ કરી શકો છો. તમારા લોકેશન અને સ્ટોપ વચ્ચે તમે બીજા કોઈ પણ સ્ટોપ એડ કરી શકો છો. આના માટે તમારે જમણી બાજુ ૩ ડોટ નું નિશાન દેખાશે જેની ઉપર ક્લીક કરવાથી એક મેનુ ખુલશે જેમાં તમે “add stop” નો ઓપ્શન દેખાશે. તમે કુલ એક વાર માં ૧૦ સ્ટોપ એડ કરી શકો છો.

રસ્તા ઉપર નો ટ્રાફીક ચેક કરો.:

          આની મદદ થી તમે અગાઉ થી જાણી શકો છો કે ક્યાં રૂટ ઉપર કેટલો ટ્રાફીક છે. અને તમે તમારો રૂટ એ પ્રમાણે બદલી શકો છો. આના માટે તમારી ડાબી તરફ ની પેનલ માંથી ટ્રાફિક નામનો ઓપ્શન સિલેક્ટ કરો.

ટ્રેન નો સમય ચેક કરો :

          ગુગલ મેપ નું આ સૌથી અગત્ય નું ફીચર છે. આ ની મદદ થી તમે તમારા શહેર ની ટ્રેન ના સમય અને એનું નામ અને સ્ટોપ વિષે માહિતી મેળવી શકો છો. જ્યારે તમે તમારી લોકેશન અને જવાની લોકેશન સેટ કરો ત્યારે તમને નીચે કાર, બાઇક, ટ્રેન, અને ચાલી ને જવાનો તમારે ટ્રેન ના આઇકોન ઉપર ક્લિક કરો ત્યારે તમને ટ્રેન ની દરેક માહિતી મળશે.

ટ્રાન્ઝીટ વિષે માહિતી મેળવો:

          ગુગલ મેપ ની મદદ થી તમે અમુક શહેરો ના પબ્લિક ટ્રાન્સપોર્ટ વિષે માહિતી મેળવી શકો છો. બસ ના સમય, ટ્રેન ના સમય, ફ્લાઈટ ના સમય વગેરે વગરે જાણી શકો છો. અમુક શહેરો માટે ગુગલ મેપ તમને ઓલા અને ઉબેર જેવી સર્વીસ નો રૂટ પણ જાણી શકાય છે.

તમારી આજુબાજુ નજીક ના સ્થળ શોધો :

આજુ બાજુ ના સ્થળ સર્ચ  કરો

તમારી આજુબાજુ કોઈ નજીક ના પેટ્રોલ પંપ અને હોટેલ, જેવી અનેક પ્રકાર ના જરૂરી વસ્તુ ઓં ને શોધી શકાય છે.સર્ચ બાર ની નીચે તમને ATM, petrol pump જેવા અને ઓપ્શન દેખાશે તેને જમણી બાજુ સ્ક્રોલ કરો તો MORE નો ઓપ્શન પણ આવશે.  અથવા કોઈ ફરવા ના સ્થળ પણ શોધી શકાય છે. અથવા તમારા સ્થળ ની આગળ NEAR by લખી ને શોધી શકાય છે.

તમારા ફેવરીટ સ્થળ ની સેવ કરો અને લિસ્ટ બનાવો:

ગુગલ મેપ ઉપર તમે તમારા ફેવરીટ સ્થળ ની લીસ્ટ બનાવી શકો છો. તમારા જોયેલા સ્થળ ભવિષ્ય  માં જોવા ના સ્થળ વગેરે અથવા તમારા પર્સનલ કામ માટે ગમે તેવી લીસ્ટ બનાવી શકો છો.     

મેપ ઓફલાઇન સેવ કરો:

          ઘણી વખત અમુક સ્થળ પર તમને ઈન્ટરનેટ ની સેવા નો મળી શકે એમ હોય તો તમે ગુગલ મેપ ના અમુક એરીયા ને ઓફલાઈન સેવ કરી શકો છો. અને પછી તમે એને ઈન્ટરનેટ ની મદદ વગર પણ વાપરી શકો છો. સર્ચ બાર માં તમારા એકાઉંટ ના સિમ્બોલ ઉપર ક્લિક કરો. ત્યાં લિસ્ટ માં તમને offline maps નો ઓપ્શન દેખાશે. તેની ઉપર ક્લિક કરો. ત્યાં બીજો ઓપ્શન હશે select your own map આને સિલેક્ટ કરો

ડિરેકશન શેર કરો. :

        જો તમે કોઈ સ્થળ સુધી પોહ્ચવાનો ડીરેક્શન ની લિન્ક  તમે કોઈ બીજા ને મોકલી શકો છો. વોટ્સએપ ઉપર પણ મોકલી શકો છો.

ટોલ નાકા એવોઈડ કરો :

        ગુગલ મેપ ની મદદ થી તમે ટોલ નાકા ને અવગણી ને તમારો ટોલટેકસ બચાવી શકો છો. ઓપ્શન માંથી જઈ ને અવોઇડ ટોલ ઓપ્શન ને ક્લીક કરો.

બે  પોઈન્ટ વચ્ચે નું અંતર માપો :

        તમારે કોઈ બે સ્થળ અથવા તમારે અંતર માપવું છે તો ગુગલ મેપ ની મદદ થી માપી શકો છો. તમારા સ્થળ પર એક red ટીક એડ કરો, અને કરો.તેની ઉપર ક્લિક કરવા થી નીચે measure distance નામનો ઓપ્શન દેખાશે તેની ઉપર ક્લિક કરો.

કોઈ પણ સ્થળ ને ૩૬૦ ડિગ્રી માં જુવો:

          ગુગલ ઉપર તમે અમુક પર્યટન સ્થળ ને ૩૬૦ ડીગ્રી ના પેનોરમા મોડ માં જોઈ શકો છો. આ ગુગલ મેપ નો નવો ફીચર છે. ગુગલ મેપ ઉપર અમુક તો પુરા શહેરો નો ૩૬૦ માં છે. તમે ઘર બેઠા એ શહેરો ફરી શકો છો. જો તમને એની લેબલ નીચે આ સર્કલ નો સિમ્બોલ દેખાય તો સમજવું કે તમે એને 360 ડિગ્રી માં જોઈ શકો છો. 

લાઈવ લોકેશન શેર કરો  :

          શું તમે તમારી લાઈવ લોકેશન શેર કરવા માંગો છો તો બ્લુ ટીક ઉપર ક્લિક કરો ત્યાં તમને “શેર યોર લોકેશન” નું ઓપ્શન આપવા માં આવશે આની મદદ થી સામે વળી વ્યક્તિ તમારી રિયલ ટાઈમ લોકેશન જાની શકસે. જેમ તમે આગળ વધશો તેમ બ્લુ ટીક પણ તેને આગળ વધતું દેખાશે. પછી નીચે આપેલા વ્યકતી ના એકઊંટ ઉપર ક્લિક કરો.  

તમારી પાર્કિંગ લોકેશન સેવ કરો:

          ગુગલ મેપ નું સૌથી અગત્ય નું ફીચર છે. ઘણી વાર આપણે આપણે કાર ક્યાં પાર્ક કરી છે. તે ભુલી જઇયે છે. હવે મેપ ના આ ફીચર એ કામ સાવ સરળ કરી દીધું છે. તમે જ્યારે મેપ ઉપર બ્લૂ ટીક નું નિસાન જુવો ત્યારે તેની ઉપર ક્લિક કરો તેમાં તમને SET AS parking નો ઓપ્શન દેખાશે. તેની ઉપર ક્લિક કરો.

ઇંકોગનિટો મોડ ચાલુ કરો:

          આ મોડ માં મેપ તમારી કોઈ પણ હિસ્ટ્રી, કે લોકેશન યાદ રાખશે નહીં. આ ના માટે જો તમારી પ્રાઈવસી ની ચિંતા હોય તો આ મોડ ચાલુ કરી શકો છો.

AR વોકિંગ ડિરેકશન :

          આના માટે તમારો ફોન ગુગલ ની ARkit ને સપોર્ટ કરતો હોવો જોઇયે ઉપરાંત એ એરીયા ગુગલ ના સ્ટ્રીટ વ્યુ માં પણ હોવો અનિવાર્ય છે. જો તમને વોકિંગ માં તો જ તમે આનો ફાયદો ઉઠાવી શકશો.

મેપ માં કોંટ્રીબ્યુટ કરો :

          હવે તમે પણ ગુગલ મેપ માં તમારો ફાળો આપી શકો છો. જો તમને એમ લાગે કે કોઈ મહત્વ નું સ્થળ નકશા માં નથી તો તમે એને એડ કરી શકો છો., રિવ્યુ લખી શકો છો, ફોટો એડ કરી શકો છો. આને માટે તમને એપ માં નીચે ની તરફ કોન્ટ્રીબ્યુટ નામનું ઓપ્શન દેખાશે. તેની ઉપર ક્લિક કરો

આઈકોન ને કસ્ટમાઈજ કરો :

          શું તમને મેપ નું બ્લૂ આઈકોન પસંદ નથી તો તમે તેને ચેન્જ કરી શકો છો, મેપ ની અંદર બ્લૂ આઈકોન ને બદલે તમે તેના બીજા કેટલાક આવતર રાખી શકો છો.

વોઇસ કમાન્ડ દ્વારા મેપ ને ચલાવો :  

          હા તમે ગુગલ મેપ ને પણ વોઇસ દ્વારા કંટ્રોલ કરી શકો છો. ઉપર સર્ચ બાર માં તમને માઇક નો સિમ્બોલ દેખાશે. તેની ઉપર ક્લિક કરો અને મેપ નો વોઇસ કમાન્ડ બોલો.

આ હતી ગુગલ મેપ ની 20 અત્યંત ઉપયોગી ટ્રીક.

Tejas Lodhia

Hi I am Tejas Lodhia. i am Msc in Information Technology. a tech blogger. my first website in gujarati language.