પાસવર્ડ- કેવી રીતે બનાવવો એક સેફ અને મજબુત પાસવર્ડ

Last updated on માર્ચ 26th, 2019 at 10:09 પી એમ(pm)

આજ ના ડિજીટલ યુગ મા સુરક્ષીત રેહવા માટે નું સૌથી પ્રથમ પગલું છે તમારા પાસવર્ડ ને સુરક્ષીત રાખવો. તો ચાલો જાણીએ કેવી રીતે બનાવવો એક સ્ટ્રોંગ પાસવર્ડ? અને સમજીએ સ્ટ્રોંગ પાસવર્ડ રાખવા પાછળ ગણીત ને.

password protection

આજ નો યુગ ડિજીટલ છે. ડિજીટલ દુનીયા માં તમારે અનેક પાસવર્ડ યાદ રાખવા પડે છે.જેમ કે વાઈ-ફાઈ પાસવર્ડ, બેંક એકાઉન્ટ ના પાસવર્ડ,ફેસબુક અને ટ્વીટર જેવી વેબસાઈટ ના પાસવર્ડ, કોમ્પ્યુટર ના પાસવર્ડ વગેરે અનેક જાત ના પાસવર્ડ રાખવા પડે છે. હેકર સૌથી પહેલા તમારો પાસવર્ડ જાણવાનો પ્રયત્ન કરે છે.તો ચાલો જાણીએ કેવી રીતે તમે તમારા પાસવર્ડ ને સુરક્ષીત અને સ્ટ્રોંગ બનાવી શકો છો.  ઓનલાઈન હેક થવા પાછળ નું સૌથી મોટું કારણ હોય છે પાસવર્ડ ને એકદમ સરળ હોય છે.જે કોઈ પણ હેકર સરળતાથી વિચારી શકે છે અથવા સોફ્ટવેર ની મદદ થી જાણી શકે છે. તો સૌથી પેહલા કરો તમારા પાસવર્ડ ને કરો સુરક્ષીત કરો.

આ છે વિશ્વ ના સૌથી કોમન ૨૫ નબળા પાસવર્ડ

વિશ્વ ના સૌથી કોમન પાસવર્ડ

વિશ્વ ના સૌથી કોમન પાસવર્ડ

 

વાંચો: કેવી રીતે કામ કરે છે ગુગલ સર્ચ એન્જીન 

પાસવર્ડ કેવી રીતે હેક થાય છે?

પાસવર્ડ હેક થવાનું સૌથી મોટું કારણ છે નબળો પાસવર્ડ રાખવો. ધારો કે કોઈ એ વ્યક્તી એ માત્ર “password” શબ્દ ને પાસવર્ડ તરીકે રાખ્યો હોય આ શબ્દ માત્ર બીજી એબીસીડી માં છે. જે એક સોફ્ટવેર ની મદદ થી ૪ મીનીટ માં હેકર જાણી શકે છે. પણ જો તમે પ્રથમ અને બીજી એબીસીડી ને અક્ષરો ભેગા કરી ને પાસવર્ડ બનાવો જેમ કે “Password” આ પાસવર્ડ ને તોડવા કે ૧૫ કલાક નો સમય લાગી શકે છે. હજી જો આમાં સ્પેસીઅલ કેરેક્ટર ઉમેરો જેવો કે “P@ssword” ને તોડવામાં ૭૦ દિવસ નો સમય લાગી શકે છે. હજી સુરક્ષીત બનાવવમાં માટે તેમાં આંકડા ને ઉમેરો જેવો કે “P@ssword1” અને આ પાસવર્ડ ને તોડવામાં અંદાજીત ૧૮ વર્ષ નો સમય લાગી શકે છે.અને જો હજી “P@ssword11” ને તોડવામાં અંદાજીત ૧૭૦૦ વર્ષ નો સમય લાગી શકે છે.  જુવો નીચે નું ટેબલ

 

૮ અક્ષર ૯ અક્ષર ૧૦ અક્ષર
LC ૨૦૮ સેકન્ડ ૯૦ મીનીટ ૩૯ કલાક
LC AND UC ૧૪ કલાક ૩૨ દિવસ ૪.૫ વર્ષ
LC and UC and Digit ૨.૫ દિવસ ૫ વર્ષ ૨૬ વર્ષ
LC and UC and Digit and SC ૭૦ દિવસ ૧૮ વર્ષ ૧૭૦૭ વર્ષ

LC: lower case, UC: upper case, SC: special character (!@#$%^&*()*)

પાસવર્ડ ને સુરક્ષીત બનાવવા તેની લંબાઈ ખાસ મહત્વ રાખે છે અને બીજું મહત્વ તેની કોમ્પ્લેક્સસીટી પર આધારીત છે. એક પાસવર્ડ ને માત્ર લોઅરકેસ માં રાખવાને બદલે તેમાં જો અપરકેસ,લોઅરકેસ અને ડીજીટ અને સ્પેસીયલ કેરેક્ટર નું મિશ્રણ કરી ને બનાવવા માં આવે તો તેને સરળતાથી તોડી શકાતો નથી. પાસવર્ડ ની લંબાઈ જેમ વધારે એમ તેની કોમ્પ્લેક્સસીટી માં પણ વધારો થાય છે. ઈંગ્લીશ ભાષા માં કુલ ૨૬ અપરકેસ, ૨૬ લોઅરકેસ ૧૦ ડીજીટ અને ૩૩ જેટલા સ્પેસીઅલ કેરેક્ટર છે મતલબ કે કુલ ૯૫ જેટલા અલગ અલગ કેરેક્ટર છે. જો આમાંથી આપણે ૬ આકડા નો પાસવર્ડ બનાવીએ તો કુલ (૯૫)^૬ એટલે કે ૭૩૫ અબજ પાસવર્ડ બની શકે છે જયારે ૮ આકડા નો પાસવર્ડ માટે કુલ ૬૩૦ ટ્રીલીયન જેટલા પાસવર્ડ બની શકે છે.

 

પાસવર્ડ ને સુરક્ષીત રાખવાના ઉપાયો

(૧)પાસવર્ડ ને વધારે પડતો સરળ ના રાખવો જેમ કે abcd, qwerty ૧૨૩૪૫૬ જેવા

(૨)પાસવર્ડ ને ૮ થી ૧૦ આકડા નો રાખવો અને અપરકેસ અને લોઅરકેસ મિશ્રણ કરી ને બનાવવો.

(૩)પાસવર્ડ માં તમારી વ્યક્તીગત વિગત નો ઉપયોગ કરવો નહી જેમકે તમારું ઉપનામ, જન્મતારીખ, ગાડી નો નંબર, બીજા કોઈ નો ઉપનામ વગેરે.

(૪)તમારા દરેક એકાઉન્ટ માટે અલગ અલગ પાસવર્ડ રાખવો.

(૫)ડિક્સનરી નો કોઈ પણ શબ્દ નો ઉપયોગ કરવો નહી.

(૬)તમારો પાસવર્ડ કોઈ ને પણ કહેશો નહી. અહી મોટા ભાગ ના લોકો છેતરામણી ના ભોગ બને છે. હેકર તમને બીજા ના નામે ફોન કરે છે અને કહે છે કે હું બેંક નો અધિકારી બોલું છું. તમારું એકાઉન્ટ બંધ થઇ જવાનું છે માટે તમારો પાસવર્ડ આપો. અહી યાદ રાખવું કે તમારો પાસવર્ડ જાણવાનો કે માંગવાનો કોઈ ને પણ અધિકાર નથી બેંક ને પણ નહી. સાયબર લો પ્રમાણે કોઈ નો પાસવર્ડ માંગવો ગેરકાયદેસર છે. આવી રીત ને સોસિયલ એન્જિયરિંગ કહેવામાં આવે છે.

(૭) જો કોઈ બીજા ના કોમ્પ્યુટર થી પોતાનું એકાઉન્ટ વાપરવું પડે તો તેમાં થી લોગ આઉટ કરવાનું રાખો.

(૮)વધારે પડતા ફ્રી વાઈ-ફાઈ નો ઉપયોગ ટાળવો, ખાસ કરીને ઓનલાઈન ટ્રાનજેક્શન કરવામાં

(૯) જો તમારે અનેક પ્રકાર ના પાસવર્ડ યાદ રાખવાના હોય તો તમે પાસવર્ડ મેનેજર જેવા સોફ્ટવેર ની મદદ લઇ શકો છો. LastPass અને KEYPASS જેવા સોફ્ટવેર ખુબ જ લોકપ્રીય છે.

(૧૦)તમારા ખુબ અગત્ય ના એકાઉન્ટ જેવા કે ઇમેલ બેંક, ફેસબુક જેવા માટે ૨-સ્ટેપ-વેરિફિકેશન રાખવું જરૂરી છે આ સુવીધા દરેક એકાઉન્ટ માં હોય છે માત્ર તેના સેટિંગ માં જઈ ને તેને ચાલુ કરવી પડે.

તો આ રીતે બનાવો તમારા પાસવર્ડ ને સુરક્ષીત અને મજબુત અને બચો ઓનલાઈન ફ્રોડ થવા થી

 

Tejas Lodhia

Hi I am Tejas Lodhia. i am Msc in Information Technology. a tech blogger. my first website in gujarati language.