આ એક ખાસ જાત નો પ્રોગ્રામ હોય છે જે અલગ અલગ પ્રકાર ની જાહેરાતો ને બંધ કરી દે છે. ઘણી વાર વેબ પર તમને ખાસ ટાર્ગેટ કરીને એડ્સ દર્શાવામાં આવે છે. જે તમને ભ્રમીત કરનારી હોય છે. આવી જાહેરાત માં અલગ પોપ અપ વિન્ડો ખુલવી કે મોટા બેનર માં એડ દેખાવી વગેરે હોય છે. આવી જાહેરાતો દૂર કરવા માટે એડ બ્લોકર નો ઉપયોગ થાય છે. જેના થી તમે નિરાતે વેબ સર્ફ કરી શકો છો.