Bandwidth

બેન્ડવીથ  એટલે ચોક્કસ પ્રમાણ માં ડેટા નું એક સ્થાને થી બીજા સ્થાને ચોક્કસ સમય માં ટ્રાન્સફર થવુ. સામાન્ય રીતે આ સમય ૧ સેકન્ડ માં માપવામાં આવે છે. જ્યારે બેન્ડવીથ ને bitrate અને Bits per second એટલે bps માં માપવામાં આવે છે. બેંડવીથ એ કેટલો ડેટા ટ્રાન્સફર કરી શકે એનો પ્રમાણમાપ છે. સ્પીડ અને બેન્ડવીથ બંને અલગ અલગ છે.  સામાન્ય રીતે આ Kbps, Mbps, Gbps, Tbps જેવા એકમ માં માપવામાં આવે છે. 

Blog

બ્લોગ અથવા જેને વેબ લૉગ પણ કહેવામા આવે છે. સામાન્ય રીતે જેમ ઘણા લોકો પોતાની રોજબરોજ ની અનુભવ, કે વિચારો એક ડાયરી માં લખે છે. એવિ રીતે બ્લોગ આનું ડિજિટલ રૂપ છે. આને વેબસાઇટ ના ફોર્મ માં હોય છે જેમાં દરેક લેખ અથવા આર્ટીકલ ને એક પોસ્ટ કહેવામા આવે છે. બ્લોગ આજ કાલ માત્ર સામાન્ય નહીં પરંતુ કોઈ પણ વિષય ઉપર લખી શકાય છે. અને વિશ્વ માં કોઈ પણ એને વાચી શકે છે. બ્લોગ ના અનેક પ્રકારો હોય છે જેમ કે પર્સનલ બ્લોગ , ગ્રૂપ બ્લોગ, માઇક્રો બ્લોગ, કોર્પોરેટ બ્લોગ, વિડીયોબ્લોગ વગેરે વગેરે. 

Cache

કેશ અથવા કેચ પણ કહેવામા આવે છે. આ એક પ્રકાર ની કામચલાઉ મેમરી છે જે સાઇઝ માં નાની પણ ખૂબ ઝડપી હોય છે. આના થી કોમ્પ્યુટર ના પર્ફોર્મન્સ સુધરે છે. આનો ઉપયોગ CPU, વેબ બ્રાઉઝર અને ઓપરેટિંગ સિસ્ટમ માં વપરાય છે. પ્રોસેસર માં પણ આ મેમરી L2 મેમરી તરીકે ઓળખાય છે. જ્યારે બ્રાઉઝર માં હાર્ડડિસ્ક માં એક ખાસ સ્થાને સ્ટોર થાય છે. આનો ફાયદો એ છે કે કોમ્પ્યુટર ને દરેક સમયે બધા ડેટા ને જોવો નો પડે. જેની સૌથી વધારે ડેટા ની જરૂર તે કેશ મેમરી માથી મેળવી શકે છે. દરેક વેબ બ્રાઉજર આજે આ CACHE મેમરી નો ઉપયોગ કરે છે જેના થી તેનો પરફોર્મન્સ વધે છે. 

Captcha

 આપણે ઘણી વાર અનેક વેબસાઇટ ઉપર જોયું હશે જેમાં એક બોક્સ માં એક શબ્દ નો ફોટો હોય અને તેને નીચે આપેલા ટેક્સબોક્સ માં લખવા નું કહેવામા આવે છે. આને captcha code કહેવામા આવે છે. આનું આખું નામ છે “Completely Automated Public Turing test to tell Computers and Humans Apart”. આ એક પ્રકાર ની સુરક્ષા સિસ્ટમ છે જે માનવ અને મશીન ને અલગ અલગ કરવા માટે વપરાય છે. જેથી કોઈ ઓટોમેટીક સિસ્ટમ દ્વારા કોઈ વેબસાઇટ ઉપર ખોટા રજીસ્ટ્રેશન નો કરી શકે છે. ઉપરાંત બીજા અનેક ખોટા સ્પામ થી બચાવે છે. એક માણસ જે રીતે સામન્ય રીતે પેટર્ન અથવા અક્ષરો અને શબ્દો ને ઓડખી શકે છે તે ઓટોમેટિક બોટ નથી ઓળખી શકતું. કેપચા મુખ્ય ૪  પ્ર્કરના હોય છે. ૧ ટેક્સ્ટ બેજ્દ , ૨ ઇમેજ બેઝ્ડ, ૩ ઓડિયો બેઝ્ડ , ૪ ગણિત કે શબ્દ આધારિત પ્રોબ્લેમ ને સોલ્વ કરવા.

Cookie

કુકીઝ નો ઉપયોગ વેબ બ્રાઉજર દ્વારા કરવામાં આવે છે. આ એક પ્રકાર ની નાની ટેક્સ્ટ ફાઇલ હોય છે જેમાં ખાસ ડેટા સ્ટોર કરેલો હોય છે જેમ કે વેબસાઇટ નું નામ તેનું યુજર નેમ અથવા પાસવર્ડ, કાર્ડ નંબર અથવા તમારી ઓનલાઈન એક્ટિવિટી ને ટ્રેક કરવા માટે થાય છે. આ કુકી બનાવે છે વેબસાઇટ ના વેબ સર્વર. આનો ઉપયોગ મુખ્ય 3 રીતે થાય છે. ૧ ટ્રેકિંગ : શોપિંગ વેબસાઇટ દ્વારા તમારા જોયેલા પ્રોડક્ટ અથવા તમે તમારા શોપિંગ કાર્ટ માં શું રાખ્યું છે? તેની ખબર પડે છે. ૨: સેશન મેનેજમેંટ ઘણી વાર અમુક વેબસાઈટ તમારી યુજર નેમ ને યાદ રાખવા કરે છે. 

CPU

CPU એટલે “સેન્ટ્રલ પ્રોસેસીંગ યુનીટ”. આ એક પ્રકાર ની કોમ્પ્યુટર ચિપ હોય છે. જે પોસ્ટલ સ્ટેમ્પ જેવડી સાઇઝ ની હોય છે. પણ આ ચિપ જ કોમ્પ્યુટર નું મુખ્ય મગજ કહી શકાય. CPU નું મુખ્ય કામ આપેલા કમાન્ડ ને પૂરો કરવાનું હોય છે. સીપીયુ ગણતરી, લોજિકલ, બીજા પાર્ટ ને કંટ્રોલ કરવાનું, ઈનપુટ/આઉટપુટ ને કંટ્રોલ કરવાનું હોય છે. દરેક CPU ની અંદર અત્યંત નાના ટ્રાન્ઝીસ્ટર આવેલા હોય છે. એક cpu ની અંદર અબજો ની સંખ્યા માં આવા ટ્રાન્ઝીસ્ટર હોય છે.