કેવી હશે કલાક ના ૧૨૦૦ કિલોમીટર ની ઝડપે દોડતી હાઈપરલુપ ટ્રેન?

ચેન્નાઈ થી બેંગ્લોર માત્ર ૨૦ મિનીટ, મુંબઈ થી પુણે માત્ર ૧૫ મિનીટ? શું આટલી ઝડપે કઈ રીતે પોહચી શકાય એ પણ ટ્રેન દ્વારા ? તો જવાબ છે હાઇપરલુપ ટ્રેન. કેવી હશે આ હાઇપરલુપ ટ્રેન ચાલો જાણીએ.

hyperloop concept

હાયપરલુપ નો કોન્સેપ્ટ

વિશ્વ ના સૌથી પ્રખ્યાત ઉદ્યોગ સાહસીક એવા એલોન મસ્ક જે વિશ્વ ની પ્રસિદ્ધ કંપની એવી PAYPAL, SPACEX, અને TESLA જેવી કંપની ના માલિક છે. તેનું સૌથી નવું સાહસ છે.હાયપરલુપ ટ્રેન. આ ના માટે એક ખાસ નવી કંપની બનાવા માં આવી છે જેનું નામ હાઇપરલુપ વન રાખવામાં આવ્યું છે. આ ટ્રેન એક બંધ ટ્યુબ માં હશે અને મેગ્નેટીક લેવીટેશન થી ચાલશે.આ ટ્રેન ની એવરેજ સ્પીડ કલાક ના ૯૭૦ કિલોમીટર/કલાક હશે અને ટોપ સ્પીડ હશે ૧૨૦૦ કિલોમીટર/કલાક. Continue Reading

TaihuLight – જાણો વિશ્વ ના સૌથી ઝડપી અને પાવરફુલ ચાઈનીઝ સુપરકોમ્પ્યુટર વિશે

અમેરીકા અને ચીન વચ્ચે ચાલતી સૌથી ઝડપી અને પાવરફુલ સુપરકોમ્પ્યુટર બનાવવાની રેસ માં ફરી એક વાર ચીન એ બાજી મારી લીધી છે. ચીને બનાવ્યું છે વિશ્વ નું નવું સૌથી પાવરફુલ સુપરકોમ્પ્યુટર જેનું નામ છે. TaihuLight. તો ચાલો જાણીએ શું છે આ સુપરકોમ્પ્યુટર માં.

TaihuLight super computer

TaihuLight super computer

TaihuLight ની સ્પીડ ૯૩ પેટાફ્લોપ છે. મતલબ કે આ કોમ્પ્યુટર પ્રતી સેકન્ડ ૯૩ હજાર કરોડ ની ગણતરી કરી શકે છે. આ કોમ્પ્યુટર તેના પાછલા સુપરકોમ્પ્યુટર Tiahane-2 કરતા ડબલ સ્પીડ ધરાવે છે. આ કોમ્પ્યુટર એ ચીન એ પોતે ડીઝાઇન કરેલા અને બનાવેલા શેનવેઈ પ્રોસેસર નો ઉપયોગ કરેલો છે. અમેરીકા અને ઇન્ટેલ કંપની એ પોતાના લેટેસ્ટ ચીપ ચીન ને આપવા નો ઇનકાર કરતા ચીન એ પોતાના પ્રોસેસર બનવ્યા છે. TaihuLight માં  કુલ ૪૧૦૦૦ પ્રોસેસર છે. Continue Reading