0

કેવી છે ભારત એ રશિયા પાસે થી ખરીદેલી S-400 મિસાઈલ સિસ્ટમ ?

એસ ૪૦૦ ની મિસાઈલ

ભારત અને રશિયા વચ્ચે બહુ જલ્દી આ મિસાઈલ S-400 સિસ્ટમ ખરીદવાના કરાર થઇ જશે. આ મિસાઈલ સિસ્ટમ એવું શું ખાસ છે કે ભારત એ એના માટે અમેરીકા ના પ્રતિબંધ મુકવાની ની ચેતવણી ને પણ અવગણી દીધી છે. તો ચાલો જાણીએ આ આખી મિસાઈલ ડિફેન્સ સીસ્ટમ એસ- ૪૦૦ વિષે.

એસ ૪૦૦ ની મિસાઈલ

એસ ૪૦૦ ની મિસાઈલ

ભારત એ રશિયા સાથે ૨૦૧૬ માં એક કરાર કર્યા હતા જેના પ્રમાણે ભારત રશિયા પાસે થી એકદમ લેટેસ્ટ એવી એસ-૪૦૦ મિસાઈલ ડિફેન્સ ખરીદશે. ભારત કુલ ૪૦,૦૦૦ કરોડ ના ખર્ચ કરીને અવી કુલ ૫ સીસ્ટમ લેશે. ભારત આ સીસ્ટમ નો ઉપયોગ પોતાના અનેક અગત્ય ના મીલીટરી બેઝ અને ખાસ સ્થળો ની સુરક્ષા કરવા માં વાપરશે. રશિયા એ આ  સિસ્ટમ હજી સુધી માત્ર ચીન ને જ આપી છે. ભારત આ સીસ્ટમ ખરીદનાર બીજો દેશ બનશે. આ મિસાઈલ સીસ્ટમ ને કારણે અમેરીકા એ ભારત પર પ્રતિબંધ મુકવાની પણ ચેતવણી આપી છે. પણ ભારત એ આ સીસ્ટમ ખરીદવા ની પૂરી તયારી કરી લીધી છે.

વાંચો: કેવું છે અમેરીકા નું સૌથી નવું જહાજ “ગેરાલ્ડ આર ફોર્ડ” 

S-400 ફુલ સિસ્ટમ

S-400 ફુલ સિસ્ટમ

આમ તો ભારત પાસે ઘણી સેલ્ફ ડીફેન્સ સીસ્ટમ છે. જેમાં SPYDER, AKASH, BARAK 8 જેવી સિસ્ટમ અને મિસાઈલ છે પરંતુ આ બધી સીસ્ટમ ની અમુક લીમીટ છે. અને ભારત પોતાની પણ એક ડીફેન્સ સીસ્ટમ બનાવી રહ્યું છે. પરંતુ તેમાં હજી ઘણા વર્ષ નો સમય નીકળી જાય તેમ છે.માટે ભારતે રશિયા પાસે થી આ સીસ્ટમ ખરીદવા નું નક્કી કર્યું છે. આ સીસ્ટમ આજ સુધી ની સૌથી ખતરનાક અને આધુનીક મિસાઈલ ડિફેન્સ સીસ્ટમ માની એક છે.

વાંચો: જાણો ઈન્ટરનેટ ઉપર ચાલતા કોમન સ્કેમ વિશે 

S-400 ટ્રાયમ્ફ મિસાઈલ અથવા જેને નાટો દ્વારા SA-21 ગ્રોલર મિસાઈલ તરીકે પણ ઓળખવા માં આવે છે. આ કોઈ એક મિસાઈલ નહી પરંતુ અલગ અલગ રેંજ ની અનેક મિસાઈલનું સમૂહ છે. આ સીસ્ટમ આજ ના દરેક ફિફ્થ જનરેશન ફાઈટર વિમાન ને પણ ડિટેકટ કરીને તોડી પડી શકે છે. આવી વિશ્વ માં માત્ર એક જ મિસાઈલ ડીફેન્સ સીસ્ટમ છે. અને એ હવે ભારત ખરીદશે. આ સીસ્ટમ ૪૦૦ કિલોમીટર દુર ના કોઈ પણ ટાર્ગેટ ને નષ્ટ કરવા સક્ષમ છે.

S-400-ઇન્ફોર્મેશન

S-400-ઇન્ફોર્મેશન

ભારત આવી કુલ ૫ સીસ્ટમ ખરીદવાનું છે. એક એસ-૪૦૦ ડીફેન્સ સીસ્ટમ માં હોય છે ૮ મિસાઈલ લોન્ચર જેમાં કુલ અલગ અલગ રેંજ ની ૩૨ મિસાઈલ રહી શકે છે. ૨ ખાસ પ્રકાર ના રેડાર જે ૬૦૦ કિલોમીટર દુર સુધી જોઈ શકે છે. એક આખી કમાંડ પોસ્ટ જેની મદદ થી એક આખી સીસ્ટમ ને કંટ્રોલ કરવામાં આવે છે. આખી સીસ્ટમ મોબાઈલ હોય છે. મતલબ તેને ટ્રક દ્વારા ગમે તે સ્થળે મોકલી અને ગોઠવી શકાય છે.

એસ-૪૦૦ ની ખાસીયત

ટાર્ગેટ ડિટેકશન રેંજ ૬૦૦ કિમી
હવા માં ઉડતા ટાર્ગેટ ની રેંજ મેકસીમમ : 400 કિલોમીટર

મિનિમમ: ૨ કિલોમીટર

કેટલી ઉંચાઈ સુધી ના ટાર્ગેટ કરી શકે. મેકસીમમ :૧૮૫ કિલોમીટર

મિનિમમ : ૨ મીટર

એક સાથે કેટલા ટાર્ગેટ સાથે લડી શકે છે? ૮૦
એક સાથે કેટલી મિસાઈલ લોન્ચ કરી શકે? ૧૬૦
કેટલી વાર માં ઓપરેશન માટે તૈયાર થઇ શકે? ૧૫ મિનીટ
કેવા પ્રકાર ના ટાર્ગેટ નષ્ટ કરી શકે છે. બોમ્બર વિમાનો, ફિફ્થ જેન વિમાનો, યુએવી, મિસાઈલ, અરલી વોર્નીગ વિમાનો.
મિસાઈલ ના પ્રકાર કુલ ૫ પ્રકાર ની  :

:૪૦ કિમી

: ૧૨૦ કિમી

:૨૦૦ કિમી

:૨૫૦ કિમી

:૪૦૦ કિમી

 

S-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ ના અગત્ય ના પાર્ટ માં છે 91N6E ગ્રેવસ્ટોન રેડાર જે ૬૦૦ કિલોમીટર દુર સુધી જોઈ શકે છે. અને એક સાથે ૩૦૦ ટાર્ગેટ ટ્રેક કરી શકે છે. બીજુ છે 92NE6 BIG BIRD રડાર જે અંદાજીત ૧૦૦ ટાર્ગેટ ને ટ્રેક કરી શકે છે.

એસ-૪૦૦ મિસાઈલ સીસ્ટમ નું 92N6 ગ્રેવસ્ટોન રેડાર

92N6 ગ્રેવસ્ટોન રેડાર

96LE6 નામનું હાઈ અલ્ટીટ્યુડ ડિટેકટર રડાર જે પહાડો ને પણ સર્ચ કરી શકે છે. 55K6E નામનું કમાંડ પોસ્ટ જે આખી સિસ્ટમ નું મુખ્ય કંટ્રોલ મથક હોય છે. જેમાં ૫ વ્યક્તિ એક સાથે બેસી શકે છે.

આ એસ-૪૦૦ ડિફેન્સ સિસ્ટમ નું મુખ્ય શસ્ત્ર છે તેની મિસાઈલ. અલગ અલગ ટાર્ગેટ માટે તેમજ રેંજ માટે કુલ ૫ પ્રકાર ની મિસાઈલ આપવા આવી છે

મિસાઈલ રેંજ વજન
40N6 ૪૦૦ કિલોમીટર ૧૮૯૩ કિલો
48N6E૩ ૨૫૦ કિલોમીટર ૧૮૩૫ કિલો
48N6E2 ૨૦૦ કિલોમીટર ૧૮૩૫ કિલો
9M96E2 ૧૨૦ કિલોમીટર ૪૨૦ કિલો
9M96E ૪૦ કિલોમીટર ૩૩૩ કિલો
એસ-૪૦૦ નું 55K6 કમાંડ પોસ્ટ

એસ-૪૦૦ નું 55K6 કમાંડ પોસ્ટ

આ ઉપરાંત અલગ અલગ ઘણી પ્રકાર ના ઓપ્શનલ રડાર અને પોસ્ટ હોઈ છે જેને અલગ અલગ જરૂરીયાત પ્રમાણે સિલેક્ટ કરવામાં આવે છે. આ મિસાઈલ સીસ્ટમ પાસે અમેરીકના પાંચમી પેઢી ના ફાઈટર વિમાનો જેવા કે F-22 રેપ્ટર, અને F-35 JSF જેવા વિમાનો પણ આની સામે ટકી શકે તેમ નથી. તેમજ ખુબ ઉંચે ઉડતા યુએવી પ્રકાર ના વિમાનો ને પણ આ નષ્ટ કરી શકે છે. અને ક્રુઝ મિસાઈલ સામે પણ આ સીસ્ટમ રક્ષણ આપે છે.

આ રશિયન એસ-૪૦૦ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ એક સંપુર્ણ સુરક્ષા ની ગેરંટી છે. આનો ઉપયોગ ભારત ચીન તેમજ પાકિસ્તાન સામે ની સરહદ ની સુરક્ષા કરવામાં થશે. આવી એક સીસ્ટમ ની અદાજીત કીમત ૪ અબજ ડોલર જેટલી છે.

0

હવે ભારત માં બનશે અમેરીકા નું સૌથી ખતરનાક લડાયક હેલીકોપ્ટર અપાચે AH-64

અપાચે AH-૬૪

થોડા સમય પેહલા અમેરીકા ની બોઇંગ કંપની અને ભારત ની ટાટા કંપની નું સંયુક્ત કંપની ટાટા બોઇંગ એરોસ્પેસ લીમીટેડ નું હેદ્રાબાદ માં ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ કંપની ભારત માટે અને તમામ વિશ્વ માટે ના ફાઈટર હેલીકોપ્ટર બોઇંગ ના AH-64 અપાચે ના ફ્યુસ્જલાજ બનાવશે. તો ચાલો જાણીએ થોડા સમય માં ભારત ની સેના માં સામેલ થનારું  Apache AH-64 Longbow.

ભારત એ કારગીલ યુદ્ધ માંથી શીખ લઇ ને સેના ને એકદમ નવા અને ખતરનાક હેલીકોપ્ટર ખરીદવાનું નક્કી કર્યું હતું. જેમાં ૨૨ હેલીકોપ્ટર લડાયક અને ૧૫ હેવી લીફ્ટ હેલીકોપ્ટર ખરીદવાનું નક્કી કરવામાં આવ્યું. સેના એ પોતાની પસંદગી ઉતારી અમેરીકા ના સૌથી ખતરનાક એવા અપાચે AH-64E ઉપર આ ઉપરાંત આર્મી માટે પણ આવા 6 અપાચે ખરીદવા માં આવશે. આ Apache AH-64 હેલીકોપ્ટર વિશ્વ નું સૌથી ખતરનાક હેલીકોપ્ટર ગણવામાં આવે છે.

વાંચો: કેવી છે ભારત ની નવી S-400 મિસાઈલ સીસ્ટમ

નામ

અપાચે AH-64

કંપની

બોઇંગ

પાયલટ

૨, એક પાયલટ અને એક કો-પાયલટ અથવા હથિયાર ચલાવનાર

લંબાઈ

૧૭.૭૩ મીટર

ઉંચાઈ

૩.૮૩ મીટર

ખાલી વજન

૫.1 ટન

ફૂલ વજન

8 ટન

એન્જીન

2 x General Electric T700-GE-701D turboshafts

મહતમ સ્પીડ

૩૦૦ કિમી/કલાક

ક્રુઝ સ્પીડ

૨૭૫ કિમી/કલાક

ઉડવાની મહતમ ઉંચાઈ

૬.૪ કિલોમીટર

રેંજ

૫૦૦ કિલોમીટર

શસ્ત્રો

ગન- ૧- ૩૦ mm ની M-230, કુલ ૧૨૦૦ રાઉન્ડ

રોકેટ : Hydra 70 70 mm, અને CRV7 70 mm air-to-ground rockets

મિસાઈલ:16 x AGM-114L Hellfire-2 missiles

4 x AIM-92 Stinger,

2 x AIM-9 Sidewinder air-to-air missiles,

2 x AGM-122 Sidearm anti-radiation missiles

રેડાર

AN/APG-78 Longbow fire-control રેડાર

આ હેલીકોપ્ટર અનેક યુદ્ધ માં પોતાની કાબિલિયત નો પરિચય આપી ચુક્યું છે. અને અમેરીકા સહીત ઇઝરાયેલ, બ્રિટન, નેધરલેંડ, યુએઈ, ગ્રીસ અને જાપાન જેવા દેશો નું આ મુખ્ય હેલીકોપ્ટર છે. આ ફાઈટર હેલીકોપ્ટર નું પ્રોડક્શન આજે બોઇંગ કંપની કરે છે. આ હેલીકોપ્ટર પ્રથમ વાર ૧૯૮૪ માં અમેરીકા ની સેના માં સામેલ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ એના અનેક વર્ઝન બન્યા છે. આ હેલીકોપ્ટર ના કુલ 4 વર્ઝન છે. A, B, C, D, અને E. ભારત આમાં થી સૌથી લેટેસ્ટ મોડેલ E મળશે.

 

વાંચો: કેવું છે અમેરિકા નું ગેરાલ્ડ આર ફોર્ડ એરક્રાફ્ટ કેરીયર 


આ લડાયક હેલીકોપ્ટર ની સાથે ભારત ખરીદશે ૮૧૨ AGM-114L Hellfire-2 એન્ટી ટેંક મિસાઈલ,
૫૪૩ AGM-114R-3 HELLFIRE II મિસાઈલ , ૨૧૪ Stinger Block 1-92H મિસાઈલ, ૧૨ AN/APG-78 ફાયર કન્ટ્રોલ રેડાર, ૫૦ T700-GE-701D હેલીકોપ્ટર એન્જીન, ૨૩ ટાર્ગેટ સીસ્ટમ અને પાયલટ માટે નાઈટ વિઝન ડીવાઈઝ, વગેરે પણ સાથે મળશે.


આ અપાચે હેલીકોપ્ટર ને બે લોકો ચલાવે છે. એક હોય છે પાયલટ અને બીજો હોય છે ગનર અથવા કો-પાયલટ હેલીકોપ્ટર માં પ્રથમ કો-પાયલટ હોય છે અને એની પાછળ મેઈન પાયલટ બેઠો હોય છે. આ હેલીકોપ્ટર ને પાવર આપે છે ૨ એન્જીન જે અમેરીકા ની જનરલ ઇલેક્ટ્રિક બનાવે છે. આ હેલીકોપ્ટર એક અતિ આધુનિક ડીજીટલ સીસ્ટમ થી સજ્જ છે. અને આ હેલીકોપ્ટર એક સાથે ૨૫૦ ટાર્ગેટ ને ઓળખી તેની ઉપર ફાયર કરી શકે છે. આ રેડાર ખુબ નબળી પરીસ્થિતિ માં પણ એકદમ ચોકસાઈ પૂર્વક કામ આપી શકે છે. આ હેલીકોપ્ટર ની મશીન ગન એક મિનીટ માં ૬૦૦ રાઉન્ડ ફાયર કરી શકે છે. અને આ ગન જોડાયેલી હોય છે પાયલટ ના હેલ્મેટ સાથે મતલબ પાયલટ ને નિસાન લગાવવા માટે આખું હેલીકોપ્ટર ફેરવવું નો પડે માત્ર પાયલટ પોતની હેલ્મેટ ને ટાર્ગેટ ઉપર લોક કરી ને ફાયર કરી શકે છે. આ અપાચે હેલીકોપ્ટર ની ખાસ TADS સીસ્ટમ એટલે કે target acquisition designation sight. લોકહીડ માર્ટીન કંપની એ બનાવી છે. આ સીસ્ટમ દુર ના ટાર્ગેટ ને જોઈ શકે છે છે. એના પર નિશાન લગાવી શકે છે. આ સીસ્ટમ હેલીકોપ્ટર સૌથી આગળ લગાડવા માં આવી છે.


આ હેલીકોપ્ટર ખાસ તો દુશ્મન ઉપર એટેક માટે બનાવેલ છે. માટે આ અનેક પ્રકાર ના શસ્ત્રો અને મિસાઈલ થી લેસ કરી શકાય છે. આ મિસાઈલ માં છે AGM-114L Hellfire-2 આ મિસાઈલ ખાસ દુશ્મન દેશ ની ટેન્કો ને નષ્ટ કરવા માટે વપરાય છે. આ 4 ના ગ્રુપ માં આવી કુલ 16 મિસાઈલ આ હેલીકોપ્ટર પર ફીટ થઇ શકે છે. આ ઉપરાંત AGM-114R-3 HELLFIRE II, સ્ટીંગર મિસાઈલ , અથવા સ્પાઈક મિસાઈલ પણ એટેચ કરી શકાય છે. તે ઉપરાંત ૭૦ mm ના હાઈડ્રા અનગાઈડેડ રોકેટ અથવા CRV૭ રોકેટ થી સજ્જ કરી શકાય છે.આ હેલીકોપ્ટર લગભગ ૨૦૧૯ માં પ્રથમ વાર ભારત ની સેના માં સામેલ થશે. અને આ હેલીકોપ્ટર ના કેટલાક ભાગ ભારત માં જ બનેલા હશે. આ હેલીકોપ્ટર ઉપરાંત ભારત એક પોતાનું લાઈટ કોમ્બેટ હેલીકોપ્ટર પણ બનાવી રહ્યું છે. જેનું હમણાં ટેસ્ટીંગ ચાલુ છે. આ હેલીકોપ્ટર ભારત ની મારક ક્ષમતા માં અનેક ગણો વધારો કરી દેશે.

Photos: www.tactical-life.com

0

કેવું છે અમેરીકા નું સૌથી નવું અને વિશ્વ નું સૌથી મોટુ વિમાનવાહક જહાજ “ગેરાલ્ડ આર ફોર્ડ”

એરક્રાફ્ટ કેરીયર

અમેરીકા પાસે વિશ્વ માં સૌથી વધારે એરક્રાફ્ટ કેરીયર છે. આ ૨૨ જુલાઈ એ અમેરીકા તેનું સૌથી મોટુ એરક્રાફ્ટ કેરીયર ““ગેરાલ્ડ આર ફોર્ડ” ને પોતાની નેવી માં સામેલ કરશે. તો ચાલો જાણીએ કેવું છે આ નવું જહાજ.

એરક્રાફ્ટ કેરીયર

ગેરાલ્ડ આર ફોર્ડ

વિશ્વ ના માત્ર ૯  દેશો જ વિમાન વાહક જહાજ એટલે કે એરક્રાફ્ટ કેરીયર ધરાવે છે. જેમાં છે અમેરીકા, રશીયા, ફ્રાંસ, ચીન, બ્રિટન, ભારત,  સ્પેન, ઇટલી, જાપાન જેવા દેશો સામેલ છે. સૌથી વધારે એરક્રાફ્ટ કેરીયર આજે અમેરીકા પાસે છે. કુલ મળી ને 11 જેટલા એરક્રાફ્ટ કેરીયર છે. એમાં ૨૨ જુલાઈ એ અમેરીકન નેવી નું આજ સુધી નું સૌથી મોટું અને આધુનીક જહાજ ““ગેરાલ્ડ આર ફોર્ડ” સેના માં સામેલ થશે. આ એરક્રાફ્ટ કેરીયર ની કુલ કિમત 1૩ બિલીયન ડોલર એટલે કે ૮૫,૦૦૦ કરોડ છે. આ એરક્રાફ્ટ કેરીયર નું નામ અમેરિકાના રાષ્ટ્ર્પતિ ગેરાલ્ડ આર ફોર્ડ ના નામ ઉપર રાખવામાં આવ્યું છે.

 

વાંચો : કેવી છે ભારત ની S-400 મિસાઈલ સીસ્ટમ

આ વિમાન નું કન્સ્ટ્રકશન ૨૦૦૫ માં શરુ કરવામાં આવ્યું હતું. ૨૦૦૯ આ જહાજ ને તરતુ મુકવામાં આવ્યું. ૨૦૧૩ માં આનું કન્સ્ટ્રકશન પુરું કરવામાં આવ્યું.હતું,

 

પ્રકાર એરક્રાફ્ટ કેરીયર
વજન ૧,૦૦,૦૦૦ ટન
લંબાઈ ૩૩૭ મીટર
ઉંચાઈ ૭૬ મીટર
ડેક ૨૫
પાવર ૨ ન્યુક્લીર રીએક્ટર
સ્પીડ ૫૬ કિમી/કલાક
રેન્જ અનલિમિટેડ
અંદાજીત જિંદગી ૫૦ વર્ષ
નાવીક ૫૦૦ ઓફિસર

૩૮૦૦ નાવીક

વિમાનો ની સંખ્યા ૭૫
વિમાન ના પ્રકાર FA-18, F-35, EA-18G, C-2, X-47B ,SH-60 હેલીકોપ્ટર
બીજા શસ્રો RIM-162, RIM-116 એન્ટી એરક્રાફ્ટ મિસાઈલ, Phalanx CIWS ,M2 .50 Cal નામની ગન

આ વિમાનવાહક જહાજ ને એકદમ લેટેસ્ટ ટેકનોલોજી થી સજ્જ કરવામાં આવ્યું છે. જેમાં સૌથી આધુનીક છે EMALS(ઇલેક્ટ્રો મેગ્નેટિક એરક્રાફ્ટ લોન્ચ સિસ્ટમ) જે માત્ર આજે આ એક જ કેરીયર પર ધરાવે છે. આ ખાસ ટેકનોલોજી બનાવી છે અમેરીકાની બીજી કંપની જનરલ એટોમીક્સ એ. અને બીજી ટેકનોલોજી છે. AAG (એડવાન્સ એરેસ્ટીંગ ગેર). EMALS ટેકનોલોજી નો ઉપયોગ ફાઈટર વિમાન ને લોન્ચ કરવા માટે ઉપયોગ માં આવે છે. જે ખુબ ઝડપથી વિમાન ને હવા માં પોહચાડી દે છે. માત્ર ૩૦૦ મીટર લાંબા જહાજ ડેક પર થી વિમાન ને ઉડાડવા માટે આ ટેકનોલોજી ખુબ જરૂરી છે. જયારે બીજા એરક્રાફ્ટ કેરીયર માં કેતેપોલ્ટ નો ઉપયોગ કરવામાં આવે છે જે સ્ટીમ થી ચલાવવા માં આવે છે. AAG ટેકનોલોજી નો ઉપયોગ વિમાન ને જહાજ પર લેન્ડીગ કરવા માટે ઉપયોગ કરે છે.આ ટેકનોલોજી ને એવી રીતે બનાવવા માં આવી છે કે જેમાં મેનપાવર અને મેન્ટેનન્સ માં ફાયદો થાય.  આ એરક્રાફ્ટ કેરીયર પર બે A1B નામના અણુમથક લગાડવા માં આવ્યા છે. જે કુલ મળી ને ૩૦૦  મેગાવોટ વીજળી ઉત્પન્ન કરે છે. અને વિમાનવાહક જહાજ ને કુલ ૫૬ કિમી/કલાક ની સ્પીડ આપે છે.

 

અમેરીકા નું એફ ૧૮ લડાયક વિમાન

અમેરીકા નું એફ ૧૮ લડાયક વિમાન

અમેરીકાનું એફ-૩૫ વિમાન જે ગેરાલ્ડ આર ફોર્ડ ઉપર રેહશે.

અમેરીકાનું એફ-૩૫ વિમાન

આ એરક્રાફ્ટ કેરીયર બનાવવા પેહલી વાર સંપૂર્ણ રીતે ૩ડી ટેકનોલોજી નો ઉપયોગ કરવામાં આવ્યો છે. મતલબ પુરા વિમાન વાહક જહાજ નો આખો ૩ડી નકશો બનાવવમાં આવ્યો અને તેના પરથી બીજા વિમાન વાહક જહાજ ને નડતા ખાસ મુશ્કેલી આ વિમાનવાહક જહાજ માં દુર કરી દેવા માં આવી. આના રડાર ખાસ પ્રકાર ની નવી ટેકનોલોજી AN/SPY3 નો ઉપયોગ કરવામાં આવ્યો છે.DUAL BAND Radar (DBR)એક સાથે બે રડાર ના કામ આપી શકે છે, એક જ રડાર દુશ્મન ના વિમાન અને મિસાઈલ નો પતો લગાવી શકે છે. અને તેને ટ્રેક પણ કરી શકે છે. ડેટા ને પ્રોસેસ કરવા માટે નું સુપર કોમ્પ્યુટર IBM કંપની એ બનાવ્યું છે. જેને COTS તરીકે ઓળખવામાં આવે છે. આ જહાજ પે દુશ્મન મિસાઈલ ને રોકવા માટે સી સ્પેરો મિસાઈલ છે. જે મિસાઈલ ને દુર થીજ તોડી પડે છે.

CIWS ગન

CIWS ગન

સી-સ્પેરો મિસાઈલ

સી-સ્પેરો મિસાઈલ

બીજી છે Phalanx CIWS નામની ગન જે ૧ મીનીટ ના ૪૫૦૦ રાઉન્ડ ગોળી ફાયર કરી શકે છે. આ એરક્રાફ્ટ કેરીયર પર કુલ ૭૫ વિમાન રહી શકે છે. જેમાં F/A -18 અને સૌથી આધુનીક એવા F-35 લાઈટનીગ લડાયક વિમાનો ઉપરાંત ગ્રોલર અને C-2 પ્રકાર ના જાસુસી વિમાનો અને  X-47B નામના યુએવી વિમાનો સામેલ કરી કરી શકાય છે.

વાંચો : કેવું છે ભારત નું નવું અપાચે હેલીકોપ્ટર 

ગેરાલ્ડ આર ફોર્ડ વિષે ના કેટલાક રસપ્રદ વિગત

(૧)કુલ મળી ને ૫૦૦૦ નાની મોટી કંપનીઓ એ આ જહાજ બનાવવા માં ભાગ લીધો છે.

(૨)૭,૫૦,૦૦૦ લીટર જેટલો ખાસ પ્રકાર નો કલર આ વિમાન વાહક જહાજ પર વાપરવામાં આવ્યો છે.

(૩)૩૧૦૦ કિલોમીટર લાંબા ઇલેક્ટ્રિક વાયર નો ઉપયોગ કરવામાં આવ્યો છે.

(૪)૪૦ લાખ ફૂટ લંબાઈ નો ઓપ્ટીકલ ફાઈબર કેબલ ઉપયોગ કરવામાં આવ્યો છે.

(૫)આ જહાજ દરોજ ૧૫ લાખ લીટર સમુદ્ર ના પાણી ને પીવા લાયક બનાવી શકે છે.

(૬)આ જહાજ ના રિસર્ચ અને ડેવલોપમેન્ટ પાછળ ૫ અબજ ડોલર એટલે કે ૩૨૦૦૦ કરોડ રૂપીયા વાપરવામાં આવ્યા છે.

#geraldrford #ગેરાલ્ડઆરફોર્ડ  #એરક્રાફ્ટકેરીયર  #aircraftcarrier