કેવી રીતે એડ કરવો ગુગલ મેપ પર તમારો બિઝનેસ?

google map icon and tips

ગુગલ મેપ એ  આજે ખુબ જ ઉપયોગી સેવા બની ગઈ છે. ગુગલ મેપ પર માત્ર સ્થળ જ નહિ પરતું કોઈ પણ આવશ્યક બિઝનેસ શોધી શકાય છે. તો ચાલો જાણીએ ગુગલ પર તમે તમારો બિઝનેસ કેવી રીતે ફ્રી માં એડ કરી શકો છો.

google map icon and tips

Google map

 

સ્ટેપ-૧ : સોપ્રથમ ગુગલ માય બિઝનેસ પર જાવ અને ગેટ ઓન ગુગલ નામના બટન પર ક્લિક કરો.

google-my-business-600x447.png

સ્ટેપ-૨ : સર્ચ બોક્ષ પર તમારા બિઝનેસ નું નામ અને સરનામું લખો

.કેવી રીતે એડ કરવો ગુગલ મેપ પર બીઝનેસ

સ્ટેપ-૩ : સેલેક્ટ કરો અથવા એડ કરો.

નામ લખી ને  એડ બીઝનેસ પર ક્લિક કરો. આમ કરવાથી નવું ફોર્મ ખુલશે જેમાં તમારે બીઝનેસ ને લગતી માહિતી ભરવી પડશે. પછી આ તમારી માહિતી સર્ચ એન્જીન પર આજ નામ ને નંબર ને એડ્રેસ દેખાડશે.

કેટેગરી સિલેક્ટ કરો. તમારા બીઝનેસ ને અનુરૂપ કેટેગરી સિલેક્ટ કરો. જેથી ગુગલ એ પ્રમાણે તમને વર્ગીકૃત કરી શકે.

વાંચો: ગુગલ મેપ ની અગત્ય ની ટ્રીક

સ્ટેપ-૪ :

બીઝનેસ ને વેરીફાય કરો. આ સ્ટેપ દ્વારા ગુગલ એ વાત નક્કી કરે છે કે તમે જ બીઝનેસ ના અસલી માલિક છો. વેરીફાય માટે ગુગલ તમને એક પત્ર મોકલશે જેમાં એક ખાસ પીન નંબર હોય છે જેવો તમે આ પીન નંબર દાખલ કરો તેવો તમારો બીઝનેસ વેરીફાય થઇ જશે. આ પત્ર તમારી પાસે પહોચવામાં ૧૫ દિવસ લાગી શકે છે. અથવા વધારે ઝડપ માટે તમે sms અથવા ઓટોમેટીક ટેલીફોન કોલ પર કરી શકો છો.google-my-business-create-g-.png

સ્ટેપ-૫ બીઝનેસ કન્ફર્મ કરો અને ગુગલ પ્લસ પર એક પેજ બનાવો.

વાંચો: કેવી રીતે કામ કરે છે ગુગલ નું સર્ચ એન્જીન

આમ તમે ખુબ સરળતા થી તમારો બીઝનેસ ગુગલ મેપ પર એડ કરી શકો છો.