Comments

ઈન્ટરનેટ ઉપર ચાલતા સૌથી કોમન સ્કેમ ની લીસ્ટ

ઘણી વાર  લોકો ને એવા ઇમેલ કે મેસેજ આવે છે જેમાં તમને લાખો ડોલર ની લોટરી લાગી હોય અથવા બીજી કોઈ અત્યંત લોભામણી સ્કીમ ના મેસેજ હોય છે. જો તમને પણ આવા કોઈ મેસેજ આવ્યા હોય તો ચેતી જજો કારણ કે એ એક પ્રકાર નો સ્કેમ હોઈ શકે છે. અહી છે ઈન્ટરનેટ ઉપર ચાલતા આવા કેટલાક કોમન સ્કેમ ની લીસ્ટ જેના થી તમારે બચી ને રેહવુ.

common internet scam

ઈન્ટરનેટ એક ઉપયોગી વસ્તુ છે. આજ ના યુગ માં ઈન્ટરનેટ વગર આપણા ઘણા કામકાજ અટકી પડે છે. ઘણા લોકો એના ઉપર કામ કરી શકે છે. પણ આ ઈન્ટરનેટ ની બીજી બાજુ પણ છે. ઈન્ટરનેટ નો ઉપયોગ ઘણા ખોટા કામ માટે પણ થઇ શકે છે. જો તમે ધ્યાન ના આપો તો તમે આ પ્રકાર ના સાઈબર ક્રિમીનલ તમને ખુબ મોટું આર્થીક નુકસાન પોહચાડી શકે છે. માટે ઈન્ટરનેટ નો ઉપયોગ ધ્યાન રાખીને કરવો હિતાવહ છે.

 

આ છે ઈન્ટરનેટ ઉપર ચાલતા કેટલાક કોમન સ્કેમ ની લીસ્ટ જેના થી બચી ને રેહવુ.

(૧)ફીશીંગ સ્કેમ:

આ જાત ના સ્કેમ માં ઇમેલ અથવા સોસીઅલ નેટવર્ક ઉપર તમને એવા ખોટા મેસેજ મોકલવામાં આવે છે. ક્રિમીનલ તમને એવા મેસેજ મોકલે છે જેની ટ્રીક માં તમે ફસાઈ શકો છો. આ પ્રકાર ના મેસેજ માં તમારી બેંક ની કે પર્સનલ ડીટેલ માંગવામાં આવે છે. અને ઇમેલ માં મોકલેલી લીંક ઉપર ક્લીક કરવાનું કહેવામાં આવે છે. આ પ્રકાર ની લીંક તમને એવી ભળતી વેબસાઈટ ઉપર લઇ જઈ શકે જે દેખાવ માં અસલ ઓરીજીનલ વેબસાઈટ જેવી હોય છે. જેવું તમે આ વેબસાઈટ ઉપર પોતાનુ યુઝરનેઈમ અને પાસવર્ડ નાખો એ ભેગું એ સાયબર ક્રિમીનલ પાસે પોહચી જાય છે. આ પ્રકાર ના મેસેજ તમને ખુબ જલ્દી કરવાનું કહે છે માટે તમને વિચારવાનો પણ સમય નથી મળતો. માટે કોઈ પણ અજાણી વેબસાઈટ કે ઇમેલ ની લીંક ઉપર ક્લીક કરશો નહી. અમેરીકા અને બ્રિટન માં છેલ્લા વર્ષ માં આ પ્રકાર ના સ્કેમ માં કુલ ૧૫૦% નો વધારો આવ્યો છે.

phising scam

(૨)નાઈજેરીયન સ્કેમ:

આ સ્કેમ ને ૪૧૯ સ્કેમ તરીકે પણ ઓળખવામાં આવે છે. ક્રિમીનલ દ્વારા છેતરવાની આ એક જુની રીત છે. તમને એક એવો ઇમેલ મોકલવામાં આવે છે. જેમાં એવો દાવો કરવામાં આવ્યો હોય છે કે તે ગવર્મેન્ટ નો કોઈ મોટો અધીકારી છે. અથવા ખુબ મોટો બીઝનેસ મેન છે અથવા તે ખુબ આંમીર પરીવાર નો છે. સરકારી કામ માં તેના નાણા ફસાઈ ગયા છે. અને જો તમે એની થોડીક ફી ચૂકવી દેશો તો બદલા માં તમને મોટી રકમ નું વળતર આપવા માં આવશે. હકીકત માં આવું કશુજ નથી થતુ જો તમે એક વાર ફી ચૂકવશો તો બીજા કોઈ અલગ અલગ બહાના હેઠળ તમારી પાસે ફી માંગવાનું ચાલુ રાખવામાં આવશે. માટે આવા કોઈ પણ મેસેજ નો વિશ્વાસ કરવો નહી.

વાંચો: વિશ્વ ની ટોપ રેફરન્સ વેબસાઈટ વિષે

(૩)ગ્રીટીંગ કાર્ડ સ્કેમ:

આ પ્રકાર ના સ્કેમ માં ઇમેલ દ્વારા તમને એવું કહેવામાં આવે છે કે તમારા કોઈ જાણીતા મિત્રો કે સગા એ તમને એક ગ્રીટીંગ કાર્ડ મોકલ્યું છે. અને તમને ડાઉનલોડ કરવાનું કહેવામાં આવે છે. પણ આ પ્રકાર ના ડાઉનલોડ તમારા પીસી માં વાયરસ ફેલાવી શકે, એની ફાઈલ ને નુકસાન પોહચાડી શકે. પીસી ને લોક કરી શકે છે. અથવા કોઈ તમારા બ્રાઉઝર પર એક સાથે ઘણી બધી એડ ખુલવા લાગે છે. માટે કોઈ પણ અજાણ્યા વ્યક્તી ઉપર થી આવેલા આવા ઇમેલ ને ની વસ્તુ ડાઉનલોડ કરવી નહી.

greting card scam

(૪)બેંક લોન અથવા ક્રેડિટકાર્ડ સ્કેમ:

આ પ્રકાર ના સ્કેમ માં તમને કહેવામાં આવે છે કે કોઈ XYZ કંપની કે બેંક એ તમારા માટે આટલી રકમ ની લોન અથવા ક્રેડીટ કાર્ડ મંજુર કરેલ છે. તમારે માત્ર અમુક ફી ચુકવવાની રહેશે. વિચારવા જેવી વાત છે કે કોઈ પણ બેંક કે અજાણી કંપની તમારી ડીટેલ જાણ્યા વગર તમને કેવી રીતે લોન આપી શકે છે? માટે આવી કોઈ પણ જાત ની સ્કીમ માં પડવું નહી.

(૫)લોટરી સ્કેમ:

તમને ઘણા લોકો ને એવા મેસેજ કે ઈમેલ આવ્યા હશે કે ફલાણી કંપની દ્વારા તમને અટલા લાખ ડોલર કે રૂપીયા ની લોટરી લાગી છે. અને મોટી લોટરી ની ઇનામ ના લાલચ માં ઘણા લોકો ફસાઈ જાય છે. આવા કોઈ પણ મેસેજ કે ઇમેલ નો જવાબ આપવો નહી.

(૬)હીટમેન સ્કેમ:

આ પ્રકાર માં તમને એક ધમકી ભર્યો ઇમેલ મોકલવામાં આવે છે. કે કોઈ અજાણી વ્યક્તી એ તમને મારવા માટે મને આટલી રકમ આપી છે. જો તમારે બચવું હોય તો મને તમે આટલી રકમ આપો અથવા અથવા તમારા કોઈ ફેમીલી મેમ્બર ને કિડનેપ કરવાની ધમકી આપવા માં આવે છે. જો આવા ઈમેલ માં તમારી કોઈ પર્સનલ ડીટેલ હોય હોય તો એ હેકર એ તમારા સોસીઅલ નેટવર્ક વેબસાઈટ ઉપર થી માહિતી ભેગી કરેલી હોય છે. આ પ્રકાર ના ઇમેલ માત્ર એક સ્કેમ છે. અહી એક વસ્તુ એ ધ્યાન રાખવી કે તમારી વધુ પડતી પર્સનલ માહિતી નેટવર્ક વેબસાઈટ ઉપર મુકવી નહી.

(૭)રોમાન્સ સ્કેમ:

આ પ્રકાર ના સ્કેમ ડેટીંગ વેબસાઈટ કે ફેસબુક ઉપર કરવામાં આવે છે. અલગ અલગ ખોટા પ્રોફાઇલ બનાવી બીજી કોઈ વ્યક્તિ કે સ્ત્રીઓં ના ફોટા રાખવામાં આવે છે. સૌથી પહેલા ટાર્ગેટ ને રોમાન્ટિક મેસેજ મોકલવામાં આવે છે. પછી ધીમે ધીમે તેને પ્રેમ જાળ માં ફસાવવામાં આવે છે. પછી ધીમે ધીમે ટાર્ગેટ વ્યક્તી પાસે થી અલગ અલગ ડીમાંડ કરવામાં આવે છે જેમ કે મોઘા પ્રકાર ના મોબાઈલ ફોન અથવા પૈસા ની ડીમાંડ કરવામાં આવે છે. જો કોઈ સમય તમને મુલાકાત કરવાનું કહેવામાં આવે તો વ્યક્તી ને કિડનેપ પણ કરી લેવામાં આવે છે. માટે આવા કોઈ પણ ઇમેલ નો જવાબ દેવો નહી.

(૮)નકલી એન્ટી વાયરસ સ્કેમ:

તમે ઘણી વાર ઈન્ટરનેટ ઉપર સર્ફિંગ કરતા કરતા જોયું હશે કે અમુક વેબસાઈટ ની મુલાકાત લેતા બાજુ માં એક નવું પેજ એની મેળે ખુલી જાય છે અને એમ કહેવામાં આવે છે કે તમારો એન્ટી વાયરસ પ્રોગ્રામ જુનો થઇ ગયો છે માટે તાત્કાલિક આ નવો એન્ટી વાયરસ ડાઉનલોડ કરો. તમારા પીસી માં એન્ટી વાયરસ પ્રોગ્રામ હોવા છતા પણ આ મેસજ આવે છે. જો તમે ભૂલ થી પણ આવો કોઈ નકલી એન્ટી વાયરસ ડાઉનલોડ કર્યો તો પૂરી શક્યતા છે કે એ તમારા પીસી ને નુકસાન પોહચાડી શકે. માટે માત્ર નામાંકિત કંપની ના એન્ટીવાયરસ જ ઇન્સ્ટોલ કરવા.

(૯)ઝડપથી પૈસા કમાવાના સ્કેમ:

ઘણી વ્યક્તી ઈન્ટરનેટ ઉપર થી કામ કરી ને પૈસા કમાવા માંગે છે. પરંતુ યોગ્ય માહિતી ને અભાવે અથવા ખુબ જલ્દી થી લાખો રૂપીયા કમાવાની લાલચ માં આવા સ્કેમ માં ફસાઈ જાય છે. તમને એવી ખોટી કંપની કે ખોટી પોસ્ટ ની ઓફર આપવામાં આવે છે જે હોતી જ નથી. માટે આવી કોઈ જાત ની લલચામણી ઓફર ને સ્વીકારતા નહી.

(૧૦)ટ્રાવેલ સ્કેમ:

આ પ્રકાર ના સ્કેમ લોટરી સ્કેમ જેવા જ હોય છે. તમને વેકેશન ગાળા માં આવા ખોટા ઇમેલ આવે છે કે તમને આ દેશ માં એટલા દિવસ ને રાત રોકવાની ટ્રીપ ની ટીકીટ ઇનામ માં લાગી છે.તમારે માત્ર અમુક શરૂઆતી ફી ચૂકવાની રેહશે. આ પણ એક પ્રકાર ના સ્કેમ છે. જો કોઈ ઓફર વધુ પડતો સારો હોય તો પૂરી શક્યતા છે કે એ કોઈ સ્કેમ હોઈ શકે. માટે આવા વધુ પડતા સારા ઓફર ની લાલચ માં પડશો નહી.

વાંચો: ગુગલ વિષે ની અવનવી માહિતી 

(11)ખોટા ન્યુઝ ના સ્કેમ:

ઈન્ટરનેટ ઉપર આવતી દરેક ન્યુઝ સાચી હોતી નથી માટે કોઈ પણ અજાણી વેબસાઈટ ઉપર મુકવા માં આવતી ન્યુઝ ને સાચી માની લેવી નહી. આ પ્રકાર ની વેબસાઈટ તમને ખોટી માહિતી આપી ને તમને ખોટી પ્રોડક્ટ ખરીદી કરવા મજબુર કરી શકે છે. ઘણી વાર તમે તમારા કાર્ડ ના નબર અને પાસવર્ડ કોઈ હેકર ને ભૂલ થી આપી શકો માટે કોઈ પણ અજાણી કે ખોટી ન્યુઝ ના વિશ્વાસ કરવા નહી.

(૧૨)ખોટી વેબસાઈટ સ્કેમ:

આજે ઈન્ટરનેટ ઉપર થી શોપીંગ કરવું એ એક પ્રકાર નો ક્રેઝ થઇ ગયો છે. પરંતુ જો શોપીંગ ધ્યાન રાખી ને ના કરવામાં આવે તો તમને ખુબ મોટું આર્થીક નુકસાન થઇ શકે છે. હેકર અથવા સાયબર ક્રિમીનલ ઘણી વાર ખુબ લોકપ્રીય વેબસાઈટ ની ડુપ્લીકેટ વેબસાઈટ બનાવી ને સોસીઅલ નેટવર્ક ઉપર આવી ખોટી લીંક મુકવામાં આવે છે. માટે ગમે તેવી વેબસાઈટ પર થી શોપીંગ ના કરવું બંને ત્યાં સુધી સારી વેબસાઈટ પર થી જ ખરીદી નો આગ્રહ રાખવો.

(૧૩)જોબ ઓફર ના સ્કેમ:

આ પણ એક પ્રકાર ના સ્કેમ છે. તમને એવો ઇમેલ આવે છે કે અમે XYZ કંપની ના રિક્રુટમેન્ટ ઓફિસર છીએ અને તમને નોકરી ઉપર રાખવા માંગીએ છે. આવા કોઈ મેસેજ કે ફોન આવે તો ચેતી જવું આ એક પ્રકાર ના સ્કેમ હોઈ શકે છે. આમાં સાચા ખોટા ની પરખ માટે એટલું કરવું કે કંપની વિષે ની માહિતી એકત્રિત કરવી. જે વ્યક્તી એ તમારો કોન્ટેક કર્યો છે તે કોઈ સોસીઅલ મીડિયા પર છે કે નહી તેની તપાસ કરવી. તમારા કોઈ ફ્રેન્ડ સર્કલ કે વિસ્વવાસ પાત્ર વ્યક્તિ અઓનો રેફરન્સ લેવો.

 

આ બધા તો અમુક જાણીતા સ્કેમ છે. પરંતુ ક્રિમીનલ કે હેકર સમય ની સાથે નવી નવી છેતરવાની ટ્રીક શોધી કાઢે છે. માટે આવી સ્કેમ થી બચવા અમુક વાત નું ધ્યાન રાખવું.

(૧) જો કોઈ પણ ઓફર વધારે પડતો સારો હોય તો અણી લાલચ માં પડવું નહી.

(૨)જો કોઈ પણ ઇમેલ કે મેસેજ શંકાસ્પદ જણાય તો પેલા એને ગુગલ ઉપર સર્ચ કરો અને એના વિષે માહિતી મેળવો જો એ સ્કેમ હશે તો તરત ખબર પડી જશે.

(૩)આવા કોઈ પણ અજાણ્યા ઇમેલ નો રિપ્લે નો આપવો તેમજ કોઈ બીજા ને ફોરવર્ડ ના કરવો

(૪)તમારી કોઇપણ પર્સનલ ડીટેલ કે બેંક ની ડીટેલ કોઈ પણ અજાણી વ્યક્તી કે ઈમેલ ઉપર કોઈ સાથે શેર કરશો નહી.

 

Comments

ગુગલ મેપ કેટલીક અગત્ય ની ટ્રીક

ગુગલ મેપ આજે વિશ્વ નું સૌથી લોકપ્રીય વેબસાઈટ છે. મેપ ની મદદ થી તમે આખા વિશ્વ માં ક્યાય પણ નજર કરી શકો છો. બે શહેર વચ્ચે નો રસ્તો શોધી શકો છો. ગુગલ મેપ એ આના થી પણ વધારે કાર્ય કરે છે. જાણો ગુગલ મેપ ની કેટલીક અગત્ય ની ટ્રીક જે તમને મદદ કરશે.

ગુગલ મેપ

(૧) તમારું હોમ અને ઓફીસ લોકેશન સેવ કરો.

ગુગલ મેપ વર્ક અને હોમ

ગુગલ મેપ ની અંદર તમે તમારું હોમ અને ઓફીસ નું લોકેશન સેવ કરી શકો છો. જેના થી તમારે તમારા ઘર અથવા ઓફીસ નું લોકેશન એક જ વાર સેવ કરવું પડશે. પછી દરવખતે તમારે માત્ર મેનુ માંથી સર્ચ કરવું પડશે. જે સમય ની બચત કરી ને ઝડપ થી રસ્તો શોધી શકો છો. આના માટે ગુગલ મેપ શરુ કરો ઉપર સાબી તરફ ૩ બટન દેખાશે ત્યાં ક્લીક કરો અને “Your Places” ઉપર ક્લીક કરો ત્યાં મેપ ઉપર તમે તમારા ઘર નું અને ઓફીસ નું સરનામું સેવ કરી શકો છો.

(૨)તમારી લોકેશન શેર કરો

ગુગલ મેપ ના ફીચર ખુબ જ ઉપયોગી છે. મેપ ઉપર તમે તમારું લોકેશન અથવા કોઈ સ્થળ નું લોકેશન વોટ્સએપ પર અથવા કોઈ બીજી વેબસાઈટ પર શેર કરી શકો છો. મેપ ના એડ્રેસ ઉપર ટેપ કરો ત્યારે તમને શેર નો ઓપ્શન દેખાશે જેની ઉપર ક્લીક કરવા થી એપ ની લીસ્ટ આવશે જેમાં થી તમારે જ્યાં શેર કરવું છે એ એપ ને સિલેક્ટ કરો. તમારું લોકેશન શેર થઇ જશે.

(૩) એક કરતા વધારે સ્ટોપ એડ કરો.

મેપ પર તમે એક કરતા વધારે સ્ટોપ એડ કરી શકો છો. તમારા લોકેશન અને સ્ટોપ વચ્ચે તમે બીજા કોઈ પણ સ્ટોપ એડ કરી શકો છો. આના માટે તમારે જમણી બાજુ ૩ ડોટ નું નિશાન દેખાશે જેની ઉપર ક્લીક કરવાથી એક મેનુ ખુલશે જેમાં તમે “add stop” નો ઓપ્શન દેખાશે. તમે કુલ એક વાર માં ૧૦ સ્ટોપ એડ કરી શકો છો.

 

વાંચો : કેવી રીતે તમારો બીઝનેસ ગુગલ મેપ પર એડ કરવો:

 

(૪) ચેક કરો ટ્રેન ના સમય :

 

ગુગલ મેપ નું આ સૌથી અગત્ય નું ફીચર છે. આ ની મદદ થી તમે તમારા શહેર ની ટ્રેન ના સમય અને એનું નામ અને સ્ટોપ વિષે માહિતી મેળવી શકો છો.

(૫)ક્યાં રસ્તા પર કેટલો ટ્રાફીક છે એ ચેક કરી શકો છો.

આની મદદ થી તમે અગાઉ થી જાણી શકો છો કે ક્યાં રૂટ ઉપર કેટલો ટ્રાફીક છે. અને તમે તમારો રૂટ એ પ્રમાણે બદલી શકો છો. આના માટે તમારી ડાબી તરફ ની પેનલ માંથી ટ્રાફિક નામનો ઓપ્શન સિલેક્ટ કરો.

(૬)ટ્રાન્ઝીટ વિષે માહિતી મેળવો:

ગુગલ મેપ ની મદદ થી તમે અમુક શહેરો ના પબ્લિક ટ્રાન્સપોર્ટ વિષે માહિતી મેળવી શકો છો. બસ ના સમય, ટ્રેન ના સમય, ફ્લાઈટ ના સમય વગેરે વગરે જાણી શકો છો. અમુક શહેરો માટે ગુગલ મેપ તમને ઓલા અને ઉબેર જેવી સર્વીસ નો રૂટ પણ જાણી શકાય છે.

(૭)તમારી નજીક ના સ્થળ શોધો.

તમારી આજુબાજુ કોઈ નજીક ના પેટ્રોલ પંપ અને હોટેલ, જેવી અનેક પ્રકાર ના જરૂરી વસ્તુ ઓં ને શોધી શકાય છે. અથવા કોઈ ફરવા ના સ્થળ પણ શોધી શકાય છે. અથવા તમારા સ્થળ ની આગળ NEAR by લખી ને શોધી શકાય છે.

(૮)મેપ ને ઓફ લાઈન સેવ કરો.

ઘણી વખત અમુક સ્થળ પર તમને ઈન્ટરનેટ ની સેવા નો મળી શકે એમ હોય તો તમે ગુગલ મેપ ના અમુક એરીયા ને ઓફલાઈન સેવ કરી શકો છો. અને પછી તમે એને ઈન્ટરનેટ ની મદદ વગર પણ વાપરી શકો છો. મેપ ઉપર યોગ્ય ઝુમ ઉપર રાખી ને જમણી બાજુ ની પેનલ ઉપર ઓફલાઈન ઉપર ક્લીક કરો અને મેપ સેવ થઇ જાશે.

 

વાંચો : ગુગલ ઉપર સર્ચ કરવાની રીત 

(૯)તમારા ફેવરીટ સ્થળ ને સેવ કરો ને લીસ્ટ બનાવો:

ગુગલ મેપ ઉપર તમે તમારા ફેવરીટ સ્થળ ની લીસ્ટ બનાવી શકો છો. તમારા જોયેલા સ્થળ ભવિષ્ય  માં જોવા ના સ્થળ વગેરે અથવા તમારા પર્સનલ કામ માટે ગમે તેવી લીસ્ટ બનાવી શકો છો.

(૧૦)તમારા ડીરેક્શન શેર કરો

જો તમે કોઈ સ્થળ સુધી પોહ્ચવાનો ડીરેક્શન અથવા સુચનાઓ તમે કોઈ બીજા ને મોકલી શકો છો. વોટ્સએપ ઉપર પણ મોકલી શકો છો.

(૧૧)ટોલ નાકા ને અવોઇડ કરો.

 

ગુગલ મેપ ની મદદ થી તમે ટોલ નાકા ને અવગણી ને તમારો ટોલટેકસ બચાવી શકો છો. ઓપ્શન માંથી જઈ ને અવોઇડ ટોલ ઓપ્શન ને ક્લીક કરો.

(૧૨) બે પોઈન્ટ વચ્ચે નું અંતર માપો.

તમારે કોઈ બે સ્થળ અથવા તમારે અંતર માપવું છે તો ગુગલ મેપ ની મદદ થી માપી શકો છો. તમારા સ્થળ પર એક બ્લુ ટીક એડ કરો અને બીજા સ્થળ પર ટીક એડ કરો. ઓપ્શન માંથી જઈ ને find DISTANCE ઉપર ક્લીક કરો.

(૧૩)ગુગલ સ્ટ્રીટ વ્યુ ઉપર કોઈ પણ સ્થળ ૩૬૦ ડીગ્રી માં જુવો

                ગુગલ ઉપર તમે અમુક પર્યટન સ્થળ ને ૩૬૦ ડીગ્રી ના પેનોરમા મોડ માં જોઈ શકો છો. આ ગુગલ મેપ નો નવો ફીચર છે. ગુગલ મેપ ઉપર અમુક તો પુરા શહેરો નો ૩૬૦ માં છે. તમે ઘર બેઠા એ શહેરો ફરી શકો છો.

વાંચો : કેવી રીતે કામ કરે છે ગુગલ નું સર્ચ એન્જીન:

(૧૪) ગુગલ મેપ પર આપો તમારું કોન્ટ્રીબ્યુશન.

તમને એમ લાગે કે તમારી આસપાસ નું કોઈ જાણીતુ સ્થળ મેપ ઉપર નથી તો તમે એ સ્થળ ને મેપ ઉપર ઉમેરી શકો છો. જે પછી થી ગુગલ મેપ ઉપર કાયમી થઇ જશે. જમણી તરફ ની પેનલ ઉપર જઈ ને MY Contribution ઉપર ક્લીક કરો

#ગુગલ #ગુગલમેપ #googlemap #tipsandtricks

Comments

પાસવર્ડ- કેવી રીતે બનાવવો એક સેફ અને મજબુત પાસવર્ડ

આજ ના ડિજીટલ યુગ મા સુરક્ષીત રેહવા માટે નું સૌથી પ્રથમ પગલું છે તમારા પાસવર્ડ ને સુરક્ષીત રાખવો. તો ચાલો જાણીએ કેવી રીતે બનાવવો એક સ્ટ્રોંગ પાસવર્ડ? અને સમજીએ સ્ટ્રોંગ પાસવર્ડ રાખવા પાછળ ગણીત ને.

password protection

આજ નો યુગ ડિજીટલ છે. ડિજીટલ દુનીયા માં તમારે અનેક પાસવર્ડ યાદ રાખવા પડે છે.જેમ કે વાઈ-ફાઈ પાસવર્ડ, બેંક એકાઉન્ટ ના પાસવર્ડ,ફેસબુક અને ટ્વીટર જેવી વેબસાઈટ ના પાસવર્ડ, કોમ્પ્યુટર ના પાસવર્ડ વગેરે અનેક જાત ના પાસવર્ડ રાખવા પડે છે. હેકર સૌથી પહેલા તમારો પાસવર્ડ જાણવાનો પ્રયત્ન કરે છે.તો ચાલો જાણીએ કેવી રીતે તમે તમારા પાસવર્ડ ને સુરક્ષીત અને સ્ટ્રોંગ બનાવી શકો છો.  ઓનલાઈન હેક થવા પાછળ નું સૌથી મોટું કારણ હોય છે પાસવર્ડ ને એકદમ સરળ હોય છે.જે કોઈ પણ હેકર સરળતાથી વિચારી શકે છે અથવા સોફ્ટવેર ની મદદ થી જાણી શકે છે. તો સૌથી પેહલા કરો તમારા પાસવર્ડ ને કરો સુરક્ષીત કરો.

આ છે વિશ્વ ના સૌથી કોમન ૨૫ નબળા પાસવર્ડ

વિશ્વ ના સૌથી કોમન પાસવર્ડ

વિશ્વ ના સૌથી કોમન પાસવર્ડ

પાસવર્ડ કેવી રીતે હેક થાય છે?

પાસવર્ડ હેક થવાનું સૌથી મોટું કારણ છે નબળો પાસવર્ડ રાખવો. ધારો કે કોઈ એ વ્યક્તી એ માત્ર “password” શબ્દ ને પાસવર્ડ તરીકે રાખ્યો હોય આ શબ્દ માત્ર બીજી એબીસીડી માં છે. જે એક સોફ્ટવેર ની મદદ થી ૪ મીનીટ માં હેકર જાણી શકે છે. પણ જો તમે પ્રથમ અને બીજી એબીસીડી ને અક્ષરો ભેગા કરી ને પાસવર્ડ બનાવો જેમ કે “Password” આ પાસવર્ડ ને તોડવા કે ૧૫ કલાક નો સમય લાગી શકે છે. હજી જો આમાં સ્પેસીઅલ કેરેક્ટર ઉમેરો જેવો કે “P@ssword” ને તોડવામાં ૭૦ દિવસ નો સમય લાગી શકે છે. હજી સુરક્ષીત બનાવવમાં માટે તેમાં આંકડા ને ઉમેરો જેવો કે “P@ssword1” અને આ પાસવર્ડ ને તોડવામાં અંદાજીત ૧૮ વર્ષ નો સમય લાગી શકે છે.અને જો હજી “P@ssword11” ને તોડવામાં અંદાજીત ૧૭૦૦ વર્ષ નો સમય લાગી શકે છે.  જુવો નીચે નું ટેબલ

 

૮ અક્ષર ૯ અક્ષર ૧૦ અક્ષર
LC ૨૦૮ સેકન્ડ ૯૦ મીનીટ ૩૯ કલાક
LC AND UC ૧૪ કલાક ૩૨ દિવસ ૪.૫ વર્ષ
LC and UC and Digit ૨.૫ દિવસ ૫ વર્ષ ૨૬ વર્ષ
LC and UC and Digit and SC ૭૦ દિવસ ૧૮ વર્ષ ૧૭૦૭ વર્ષ

LC: lower case, UC: upper case, SC: special character (!@#$%^&*()*)

પાસવર્ડ ને સુરક્ષીત બનાવવા તેની લંબાઈ ખાસ મહત્વ રાખે છે અને બીજું મહત્વ તેની કોમ્પ્લેક્સસીટી પર આધારીત છે. એક પાસવર્ડ ને માત્ર લોઅરકેસ માં રાખવાને બદલે તેમાં જો અપરકેસ,લોઅરકેસ અને ડીજીટ અને સ્પેસીયલ કેરેક્ટર નું મિશ્રણ કરી ને બનાવવા માં આવે તો તેને સરળતાથી તોડી શકાતો નથી. પાસવર્ડ ની લંબાઈ જેમ વધારે એમ તેની કોમ્પ્લેક્સસીટી માં પણ વધારો થાય છે. ઈંગ્લીશ ભાષા માં કુલ ૨૬ અપરકેસ, ૨૬ લોઅરકેસ ૧૦ ડીજીટ અને ૩૩ જેટલા સ્પેસીઅલ કેરેક્ટર છે મતલબ કે કુલ ૯૫ જેટલા અલગ અલગ કેરેક્ટર છે. જો આમાંથી આપણે ૬ આકડા નો પાસવર્ડ બનાવીએ તો કુલ (૯૫)^૬ એટલે કે ૭૩૫ અબજ પાસવર્ડ બની શકે છે જયારે ૮ આકડા નો પાસવર્ડ માટે કુલ ૬૩૦ ટ્રીલીયન જેટલા પાસવર્ડ બની શકે છે.

 

પાસવર્ડ ને સુરક્ષીત રાખવાના ઉપાયો

(૧)પાસવર્ડ ને વધારે પડતો સરળ ના રાખવો જેમ કે abcd, qwerty ૧૨૩૪૫૬ જેવા

(૨)પાસવર્ડ ને ૮ થી ૧૦ આકડા નો રાખવો અને અપરકેસ અને લોઅરકેસ મિશ્રણ કરી ને બનાવવો.

(૩)પાસવર્ડ માં તમારી વ્યક્તીગત વિગત નો ઉપયોગ કરવો નહી જેમકે તમારું ઉપનામ, જન્મતારીખ, ગાડી નો નંબર, બીજા કોઈ નો ઉપનામ વગેરે.

(૪)તમારા દરેક એકાઉન્ટ માટે અલગ અલગ પાસવર્ડ રાખવો.

(૫)ડિક્સનરી નો કોઈ પણ શબ્દ નો ઉપયોગ કરવો નહી.

(૬)તમારો પાસવર્ડ કોઈ ને પણ કહેશો નહી. અહી મોટા ભાગ ના લોકો છેતરામણી ના ભોગ બને છે. હેકર તમને બીજા ના નામે ફોન કરે છે અને કહે છે કે હું બેંક નો અધિકારી બોલું છું. તમારું એકાઉન્ટ બંધ થઇ જવાનું છે માટે તમારો પાસવર્ડ આપો. અહી યાદ રાખવું કે તમારો પાસવર્ડ જાણવાનો કે માંગવાનો કોઈ ને પણ અધિકાર નથી બેંક ને પણ નહી. સાયબર લો પ્રમાણે કોઈ નો પાસવર્ડ માંગવો ગેરકાયદેસર છે. આવી રીત ને સોસિયલ એન્જિયરિંગ કહેવામાં આવે છે.

(૭) જો કોઈ બીજા ના કોમ્પ્યુટર થી પોતાનું એકાઉન્ટ વાપરવું પડે તો તેમાં થી લોગ આઉટ કરવાનું રાખો.

(૮)વધારે પડતા ફ્રી વાઈ-ફાઈ નો ઉપયોગ ટાળવો, ખાસ કરીને ઓનલાઈન ટ્રાનજેક્શન કરવામાં

(૯) જો તમારે અનેક પ્રકાર ના પાસવર્ડ યાદ રાખવાના હોય તો તમે પાસવર્ડ મેનેજર જેવા સોફ્ટવેર ની મદદ લઇ શકો છો. LastPass અને KEYPASS જેવા સોફ્ટવેર ખુબ જ લોકપ્રીય છે.

(૧૦)તમારા ખુબ અગત્ય ના એકાઉન્ટ જેવા કે ઇમેલ બેંક, ફેસબુક જેવા માટે ૨-સ્ટેપ-વેરિફિકેશન રાખવું જરૂરી છે આ સુવીધા દરેક એકાઉન્ટ માં હોય છે માત્ર તેના સેટિંગ માં જઈ ને તેને ચાલુ કરવી પડે.

તો આ રીતે બનાવો તમારા પાસવર્ડ ને સુરક્ષીત અને મજબુત અને બચો ઓનલાઈન ફ્રોડ થવા થી

 

Comments

કેવી રીતે ઈંટરનેટ પર થી પૈસા કમાઈ શકાય છે?

તમે કદાચ સાંભળ્યું હશે કે તમે ઈંટરનેટ થી ઘર બેઠા તમે કમાણી કરી શકો છો પણ કેવી રીતે એ તમને ખ્યાલ નહી હોય તો ચાલો જાણીએ કે કેવી રીતે તમે અને કેટલી રીતે ઘર બેઠા કમાણી કરી શકો છો.

કેવીરીતે ઈન્ટરનેટ થી પૈસા કમાવા

ઓનલાઈન પૈસા કમાવવાની કેટલીક રીત અહી આપી છે.પરંતુ એક વાત યાદ રાખવી કે આના થી જો તમે એમ સમજતા હોય કે તમે ૨ થી ૩ મહિના માં હજારો કે લાખો ની કમાણી થઇ જશે તો આ ખ્યાલ મગજ માંથી કાઢી નાખજો. કદાચ તમારે થોડા ઘણા પૈસા પણ ઇન્વેસ્ટ કરવા પડે. અને આ કામ પણ તમારે સીરીયસ થઇ ને કરવું પડશે. પણ જો તમને આ કામ ગમે તો આગળ જતા તમે એને ફૂલ ટાઇમ અપનાવી શકો છો પણ શરૂઆત માં તમારે આને પાર્ટ ટાઈમ માં કરવું હિતાવહ છે. એવા ઘણા લોકો છે જેણે પેલા પોતાના પાર્ટ ટાઈમ માં શરુ કરેલું કામ સફળ થયું અને તેને આગળ જતા ફુલ ટાઇમ અપનાવી ને Continue Reading

Comments

કેવી રીતે કામ કરે છે ગુગલ નું સર્ચ એન્જીન ?

ગુગલ નું સર્ચ એન્જીન વિશ્વ નું સૌથી પાવરફુલ સર્ચ એન્જીન છે. કેવી રીતે ગુગલ એક સેકન્ડ થી પણ થોડા સમય માં આપણને જોઈતી માહિતી સર્ચ કરી દે છે? તો ચાલો જાણીએ કેવી રીતે કામ કરે છે ગુગલ નું સર્ચ એન્જીન.

ગુગલ નું સર્ચ એક ખાસ પ્રકાર ના અલ્ગોરીધમ પર આધારિત છે. આ અલ્ગોરીધમ ને PageRank કહેવામાં આવે છે. આ એક મેથ્સ આધારિત ફોર્મુલા છે વેબસાઈટ ના લીંક ના આધારે તેને નંબર આપવા માં આવે છે. આ અલ્ગોરીધમ ગુગલ ના સ્થાપક લેરી પેજ અને સર્ગેઈ બ્રીન દ્વારા બનાવવામાં આવેલો છે. વિશ્વ નું સૌથી પાવરફુલ સર્ચ એન્જીન કેવી રીતે કામ કરે છે તેને સરળ રીતે સમજીએ. આ સર્ચ એન્જીન એક ખાસ જાત નો પ્રોગ્રામ કે જેને વેબ ક્રોલર અથવા સ્પાઈડર કહેવામાં આવે છે. આ પ્રોગ્રામ દરેક વેબસાઈટ ને સ્કેન કરે છે અને દરેક વેબપેજ ને ઇન્ડેક્સ કરે છે. દરેક શબ્દ અને તેને વેબપેજ ને તેના SERP એટલે કે સર્ચ એન્જીન રીઝલ્ટ પેજ ઉપર દેખાય છે.

આને સરળ શબ્દ માં સમજીએ તો ગુગલ ૩ સ્ટેપ અનુસરે છે વેબસાઈટ માટે આ સ્ટેપ છે

વાંચો: ગુગલ અને તેની ૩૦ ઉપયોગી વેબસાઈટ

(૧)જયારે વેબસાઈટ ગુગલ પર રજીસ્ટ્રેશન કરે છે ત્યારે ગુગલ નો ખાસ સોફ્ટવેર કે જેને “ગુગલબોટ” તરીકે ઓળખવામાં આવે છે. આ બોટ આખી વેબસાઈટ ને આખી પેજ બાય પેજ સ્કેન કરે છે. Continue Reading

Comments

કેવી રીતે વાપરવી ડિજીટલ પેમેન્ટ એપ BHIM ?

BHIM એ ભારત સરકાર દ્વારા બનાવેલી એક ડિજીટલ પેમેન્ટ એપ છે. જેમ PAYTM અને બીજી અનેક અવી એપ છે. તો શું છે આ BHIM એપ માં ખાસ અને કેવી રીતે તેને ફોન પર ઇન્સ્ટોલ કરવી અને કેવી રીતે તેનો વપરાશ કરવો એ અંગે જાણો. અને બીજી દરેક બાબત આ એપ વિષે ની.

bhim app logo

શું છે BHIM ?

BHIM નું આખુ નામ છે “ભારત ઇન્ટરફેસ ફોર મની” આ એક પેમેન્ટ એપ છે. જેને ભારત સરકાર ની NPCI એટલે કે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એ બનાવેલી છે અને RBI ની સહયોગ થી બનેલી છે. આ એક UPI એટલે કે “યુનીફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ” છે. કેશલેસ વ્યવહારો ને વધારવા માટે સરકાર દ્વારા ૩૦ ડીસેમ્બર ૨૦૧૬ ના રોજ આને લોન્ચ કરવામાં આવી હતી. આ એપ ની મદદ થી તમે કોઈ ને પણ બહુ જ સરળ રીતે રૂપિયા મોકલી શકો અને મેળવી શકો છો. આ એપ બીજી એપ જેવી કે paytm કરતા ઘણી અલગ છે. paytm એ એક ડિજીટલ વોલેટ છે. જેમાં તમે તમારા પૈસા ને રાખી અને તેમાં થી વાપરી શકો છો અને પાછા તમે તમારા એકાઉન્ટ માં લઇ શકો છો. જેમાં તમારે કદાચ ચાર્જ ચૂકવવો પડે. જયારે આ એપ સીધા તમારા ખાતા માંથી રૂપિયા લઇ ને સામે વાળા ના ખાતા માં સીધા જમા કરી શકો છો. આ એપ એક UPI એડ્રેસ બનાવશે જે એકદમ યુનિક હોય છે જેમ આપણું ઇમેલ એડ્રેસ હોય છે. આ સિવાય તમે QR કોડ ની મદદ થી અથવા આધાર કાર્ડ ની મદદ થી અથવા આમાં થી કાઈ પણ ન હોય તો તેનું બેંક એકાઉન્ટ નંબર અને IFSC કોડ દ્વારા પણ વહીવટ કરી શકો છો. આ એપ પર આજ ના સમયે કુલ ૪૪ બેંક છે. જેમાં દેશ ની દરેક મોટી બેંક નો સમાવેશ થાય છે. Continue Reading

ગુગલ વિષે ની થોડી અજાણી વાતો

(૧) ગુગલ એ દરોજ નો ૨૦ પેટાબાઈટ જેટલો ડેટા વાપરે છે. ૧ પેટાબાઈટ મતલબ ૨૦,૦૦૦ ટેરાબાઈટ જેટલો ડેટા, ૧ પેટાબાઈટ ડેટા જો ડીવીડી બનાવીએ તો ૨,૪૦,૦૦૦ DVD થાય.

(૨) ગુગલ નું પ્રથમ નામ “BACKRUB” રાખવામાં આવ્યું હતું.

(૩)૧૯૯૯ માં ગુગલ કંપની એ પોતાની કંપની ને ૧૦ લાખ ડોલર માં EXCITE ને વેચવાની ઓફર કરી હતી. પરંતુ તેણે ખરીદવાની ના પાડી દીધી.

(૪)ગુગલ ના મતે પરીક્ષા ના સ્કોર અને GPA એમ્પ્લોઇઝ સિલેક્ટ કરવાના સૌથી ખરાબ વસ્તુ છે. ગુગલ માં ૧૪% એમ્પ્લોઇઝ એવા છે જે કોઈ દિવસ કોલેજ નથી ગયા. Continue Reading

વિશ્વ ની ટોપ ફ્રી ઓનલાઈન એજ્યુકેશનલ વેબસાઈટસ

 

KHAN Acedemy :

ખાન એકેડેમી એ વિશ્વ ની લોકપ્રિય વેબસાઈટ છે. કુલ ૬૩ ભાષા માં અને અલગ અલગ 10,૦૦૦ વિડીયો દ્વારા દરેક પ્રકાર ના ટોપિક તમને અહી સરળતા થી મળી શકે છે. આ વેબસાઈટ પર બેઝીક સરવાળા બાદબાકી થી લઇ ને વિજ્ઞાન ના સૌથી અઘરા ટોપીક તમે અહી સરળતાથી શીખી શકો છો. તમે પણ ખાન એકેડેમી માં તમારા બનાવેલા વિડીયો મુકી શકો છો. આ એક નોન પ્રોફિટ વેબસાઈટ છે.

 

Coursera:

આ એક એવી વેબસાઈટ છે જે Continue Reading

બાઈટ, મેગાબાઈટ,ગીગાબાઈટ – ચાલો જાણીએ ડેટા માપવા ના એકમ વિશે

તમે આવારનવાર સાંભળતા જ હશો કે પેલો ફોન માં ૩૨ જીબી નું મેમરી કાર્ડ છે. તેના કોમ્પ્યુટર માં ૧ ટેરાબાઈટ ની હાર્ડ ડિસ્ક છે. તો શું છે આ બધા ડેટા માપવા ના એકમો? ચાલો જાણીએ તેના વિષે.

 

૧ બીટ (BIT) ૧ બાયનરી ડીજીટ
૮ બીટ(BIT) ૧ બાઈટ (BYTE)
૧૦૨૪ બાઈટ (BYTE) ૧ કિલોબાઈટ (Kilobyte)
૧૦૨૪ કિલોબાઈટ(Kilobyte) ૧ મેગાબાઈટ (MEGABYTE)
૧૦૨૪ મેગાબાઈટ(MEGABYTE) ૧ ગીગાબાઈટ (GIGABYTE)
૧૦૨૪ ગીગાબાઈટ(GIGABYTE) ૧ ટેરાબાઈટ (TERABYTE)
૧૦૨૪ ટેરાબાઈટ (TERABYTE) ૧ પેટાબાઈટ (PETABYTE)
૧૦૨૪ પેટાબાઈટ (PETABYTE) ૧ એક્ષાબાઈટ (EXABYTE)
૧૦૨૪ એક્ષાબાઈટ(EXABYTE) ૧ ઝેટાબાઈટ (ZETTABYTE)
૧૦૨૪ ઝેટાબાઈટ(ZETTABYTE) ૧ યોટાબાઈટ (YOTTABYTE)
૧૦૨૪ યોટાબાઈટ(YOTTABYTE) ૧ બ્રોન્ટોબાઈટ (BRONTOBYTE)
૧૦૨૪ બ્રોન્ટોબાઈટ(BRONTOBYTE) ૧ જીઓપીબાઈટ (GEOPBYTE)

 

ચાલો જાણીએ દરેક એકમ વિષે ડિટેલ માં

બીટ:

ડેટા માપવા નો સોથી નાનો એકમ એટલે બીટ. ૧ બીટ માત્ર ૧ જ માહિતી સ્ટોર કરી શકે છે. જેમ કે ૦ અથવા ૧.

બાઈટ:

૮ બીટ ભેગા મળી ને ૧ બાઈટ બને છે. ૧ બાઈટ એટલે એક અક્ષર થાય છે. ૧૦ બાઈટ એટલે અંદાજીત ૧ શબ્દ થાય અને ૧૦૦ બાઈટ એટલે અંદાજીત એક વાક્ય જેટલું થાય છે.

કિલોબાઈટ:

૧૦૨૪ બાઈટ એટલે ૧ કિલોબાઈટ થાય છે. ૧ કિલોબાઈટ અથવા એ નાના પેરાગ્રાફ જેટલી સાઈઝ છે. અને ૧૦૦ કિલોબાઈટ એક આખા વેબપેજ બરાબર છે.

મેગાબાઈટ:

૧ મેગાબાઈટ એટલે અંદાજીત ૮૦૦ પેજ ની એક પુસ્તક બરાબર થાય છે. શરૂઆત કોમ્પ્યુટર માત્ર ૧.૪૪ મેગાબાઈટ ની ફ્લોપી ડ્રાઈવ પર ચાલતા. આજે એક સીડી-રોમ પર ૬૫૦ મેગાબાઈટ જેટલો ડેટા સમાવી શકાય છે.

ગીગાબાઈટ:

અંદાજીત ૧૦૦૦ મેગાબાઈટ એટલે ૧ ગીગાબાઈટ ૨૦૦ પેજ ની એક એવી કુલ ૪૫૦૦ બુક ,૩ એમબી એવરેજ સાઈઝ ધરવતા ૩૫૦ ફોટો, અથવા ૨૬૦ ગીતો બરાબર થાય છે.

ટેરાબાઈટ:

આજ ના દરેક કોમ્પ્યુટર માં એક ટેરાબાઈટ ની હાર્ડડિસ્ક સામાન્ય બની ગઈ છે. ૧૦૨૪ ગીગાબાઈટ બરાબર ૧ ટેરાબાઈટ થાય છે. ૩,૫૦,૦૦૦ ફોટો,અથવા  ૨,૬૨,૦૦૦ mp૩ ગીત, અથવા  ૧૬૦૦ DVD , અથવા ૪૦ બ્લુ-રે ડિસ્ક જેટલો ડેટા થઇ શકે છે. ૧૦ ટેરાબાઈટ માં વિશ્વ ની સોથી મોટી લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ ની તમામ બુક નો સમાવેશ થઇ શકે છે.

પેટાબાઈટ:

પેટાબાઈટ એટલે ૧૦૨૪ ટેરાબાઈટ એટલો વિશાળ ડેટા માત્ર આજ ની મોટી ટેકનોલોજી કંપની ના સર્વર માં હોય છે. ગુગલ, વીકીપીડીયા, ફેસબુક વગેરે જેવી કંપની ના સર્વર દરોજ ના પેટાબાઈટ ના હિસાબે ડેટા પ્રોસેસ કરવામાં આવે છે. ૧ પેટાબાઈટ ડેટા માટે અંદાજીત ૪૨૦૦૦ જેટલી બ્લુ-રે ડિસ્ક અથવા ૨,૪૦,૦૦૦ ડીવીડી ની જરૂર પડે છે.

એક્ષાબાઈટ :

૨૪ કરોડ ડીવીડી માં સમાય એટલો ડેટા. એક અંદાજ પ્રમાણે ૫ એક્ષાબાઈટ ડેટા એ વિશ્વ ના તમામ માનવ જાતી ના આખી જિંદગી દરમ્યાન બોલાયેલા કુલ અવાજ બરાબર છે.

ઝેટાબાઈટ :

૧૦ લાખ પેટાબાઈટ જેટલો ડેટા ૧ ઝેટાબાઈટ માં થાય છે. ૧.૩ ઝેટાબાઈટ માં આખા ઈન્ટરનેટ પર રહેલો ડેટા થઇ જાય છે.

યોટાબાઈટ :

૧૦૨૪ ઝેટાબાઈટ. આ યુનિટ સુધી હજુ કોઈ પોચી શક્યું નથી.

બ્રોન્ટોબાઈટ :

૧ ની પાછળ ૨૭ ઝીરો લગાવો એટલો ડેટા આ યુનિટ માં આવે છે.

જીઓપિબાઈટ :

આ યુનિટ એટલે ૧૦૦૦ બ્રોન્ટોબાઈટ.

શું થાય છે ઈન્ટરનેટ પર  ૧ મીનીટ  માં ?

ઈન્ટરનેટ આજ ના ડિજીટલ યુગ માં એક પ્રાથમિક જરૂરીયાત બની ગયું છે. દરોજ કરોડો લોકો ઈન્ટરનેટ વાપરે છે. જેથી ઈન્ટરનેટ પર ખુબ જ મોટા પ્રમાણ માં ડેટા જનરેટ થાય છે. તો આ ચાલો જાણીએ ઈન્ટરનેટ પર દર મીનીટે શું  થાય છે.

061016_1842_1.png

 • ગુગલ દર મીનીટ માં ૨૪ લાખ સર્ચ રીક્વેસ્ટ ને પ્રોસેસ કરે છે.
 • ફેસબુક પર દર મીનીટ એ ૭ લાખ લોકો લોગ-ઇન કરે છે
 • ફેસબુક પર ૪૧,૬૬,૬૬૭ પોસ્ટ લાઇક કરવામાં આવે છે..
 • અમેઝોન પર દર મીનીટે ૨ લાખ ડોલર નું વેચાણ થાય છે.
 • નેટફ્લીક્ષ પર ૬૯,૪૪૪ કલાક ના વિડીયો જોવાય છે.
 • ૧૫ કરોડ જેટલા ઈ મેલ મોકલવામાં આવે છે.
 • ૧૩૮૯ ઉબેર ની રાઈડ બુક કરવામાં આવે છે.
 • ,૨૭,૭૦૦ ફોટો સ્નેપચેટ પર શેર કરવામાં આવે છે.
 • એપલ ના એપ સ્ટોર માંથી ૫૧૦૦૦ એપ ડાઉનલોડ કરવામાં આવે છે.
 • ૧૨૦ નવા એકાઉન્ટ લીંકડીન માં શરુ કરવામાં આવે છે.
 • ટ્વીટર પર ૩,૪૭,૦૦૦ ટ્વીટ કરવામાં આવે છે.
 • ઇન્સ્ટાગ્રામ પર ૧૭,૩૬,૧૧૧ ફોટા લાઈક કરવામાં આવે છે.
 • ૨ કરોડ મેસેજ વોટ્સએપ દ્વ્રારા કરવામાં આવે છે.
 • યુટ્યુબ પર ૩૦૦ કલાક ના વિડીયો અપલોડ કરવામાં આવે છે.
 • ૯૭૨૨ ઈમેજ ને પીન્ટરેસ પર પીન કરવામાં આવે છે.
 • સ્કાયપ ઉપર ૧,૧૦,૦૦૦ કોલ કરવામાં આવે છે.

Continue Reading