0

ગુગલ મેપ કેટલીક અગત્ય ની ટ્રીક

google map icon and tips

ગુગલ મેપ આજે વિશ્વ નું સૌથી લોકપ્રીય વેબસાઈટ છે. મેપ ની મદદ થી તમે આખા વિશ્વ માં ક્યાય પણ નજર કરી શકો છો. બે શહેર વચ્ચે નો રસ્તો શોધી શકો છો. ગુગલ મેપ એ આના થી પણ વધારે કાર્ય કરે છે. જાણો ગુગલ મેપ ની કેટલીક અગત્ય ની ટ્રીક જે તમને મદદ કરશે.

ગુગલ મેપ

(૧) તમારું હોમ અને ઓફીસ લોકેશન સેવ કરો.

ગુગલ મેપ વર્ક અને હોમ

ગુગલ મેપ ની અંદર તમે તમારું હોમ અને ઓફીસ નું લોકેશન સેવ કરી શકો છો. જેના થી તમારે તમારા ઘર અથવા ઓફીસ નું લોકેશન એક જ વાર સેવ કરવું પડશે. પછી દરવખતે તમારે માત્ર મેનુ માંથી સર્ચ કરવું પડશે. જે સમય ની બચત કરી ને ઝડપ થી રસ્તો શોધી શકો છો. આના માટે ગુગલ મેપ શરુ કરો ઉપર સાબી તરફ ૩ બટન દેખાશે ત્યાં ક્લીક કરો અને “Your Places” ઉપર ક્લીક કરો ત્યાં મેપ ઉપર તમે તમારા ઘર નું અને ઓફીસ નું સરનામું સેવ કરી શકો છો.

(૨)તમારી લોકેશન શેર કરો

ગુગલ મેપ ના ફીચર ખુબ જ ઉપયોગી છે. મેપ ઉપર તમે તમારું લોકેશન અથવા કોઈ સ્થળ નું લોકેશન વોટ્સએપ પર અથવા કોઈ બીજી વેબસાઈટ પર શેર કરી શકો છો. મેપ ના એડ્રેસ ઉપર ટેપ કરો ત્યારે તમને શેર નો ઓપ્શન દેખાશે જેની ઉપર ક્લીક કરવા થી એપ ની લીસ્ટ આવશે જેમાં થી તમારે જ્યાં શેર કરવું છે એ એપ ને સિલેક્ટ કરો. તમારું લોકેશન શેર થઇ જશે.

(૩) એક કરતા વધારે સ્ટોપ એડ કરો.

મેપ પર તમે એક કરતા વધારે સ્ટોપ એડ કરી શકો છો. તમારા લોકેશન અને સ્ટોપ વચ્ચે તમે બીજા કોઈ પણ સ્ટોપ એડ કરી શકો છો. આના માટે તમારે જમણી બાજુ ૩ ડોટ નું નિશાન દેખાશે જેની ઉપર ક્લીક કરવાથી એક મેનુ ખુલશે જેમાં તમે “add stop” નો ઓપ્શન દેખાશે. તમે કુલ એક વાર માં ૧૦ સ્ટોપ એડ કરી શકો છો.

 

વાંચો : કેવી રીતે તમારો બીઝનેસ ગુગલ મેપ પર એડ કરવો:

 

(૪) ચેક કરો ટ્રેન ના સમય :

 

ગુગલ મેપ નું આ સૌથી અગત્ય નું ફીચર છે. આ ની મદદ થી તમે તમારા શહેર ની ટ્રેન ના સમય અને એનું નામ અને સ્ટોપ વિષે માહિતી મેળવી શકો છો.

(૫)ક્યાં રસ્તા પર કેટલો ટ્રાફીક છે એ ચેક કરી શકો છો.

આની મદદ થી તમે અગાઉ થી જાણી શકો છો કે ક્યાં રૂટ ઉપર કેટલો ટ્રાફીક છે. અને તમે તમારો રૂટ એ પ્રમાણે બદલી શકો છો. આના માટે તમારી ડાબી તરફ ની પેનલ માંથી ટ્રાફિક નામનો ઓપ્શન સિલેક્ટ કરો.

(૬)ટ્રાન્ઝીટ વિષે માહિતી મેળવો:

ગુગલ મેપ ની મદદ થી તમે અમુક શહેરો ના પબ્લિક ટ્રાન્સપોર્ટ વિષે માહિતી મેળવી શકો છો. બસ ના સમય, ટ્રેન ના સમય, ફ્લાઈટ ના સમય વગેરે વગરે જાણી શકો છો. અમુક શહેરો માટે ગુગલ મેપ તમને ઓલા અને ઉબેર જેવી સર્વીસ નો રૂટ પણ જાણી શકાય છે.

(૭)તમારી નજીક ના સ્થળ શોધો.

તમારી આજુબાજુ કોઈ નજીક ના પેટ્રોલ પંપ અને હોટેલ, જેવી અનેક પ્રકાર ના જરૂરી વસ્તુ ઓં ને શોધી શકાય છે. અથવા કોઈ ફરવા ના સ્થળ પણ શોધી શકાય છે. અથવા તમારા સ્થળ ની આગળ NEAR by લખી ને શોધી શકાય છે.

(૮)મેપ ને ઓફ લાઈન સેવ કરો.

ઘણી વખત અમુક સ્થળ પર તમને ઈન્ટરનેટ ની સેવા નો મળી શકે એમ હોય તો તમે ગુગલ મેપ ના અમુક એરીયા ને ઓફલાઈન સેવ કરી શકો છો. અને પછી તમે એને ઈન્ટરનેટ ની મદદ વગર પણ વાપરી શકો છો. મેપ ઉપર યોગ્ય ઝુમ ઉપર રાખી ને જમણી બાજુ ની પેનલ ઉપર ઓફલાઈન ઉપર ક્લીક કરો અને મેપ સેવ થઇ જાશે.

 

વાંચો : ગુગલ ઉપર સર્ચ કરવાની રીત 

(૯)તમારા ફેવરીટ સ્થળ ને સેવ કરો ને લીસ્ટ બનાવો:

ગુગલ મેપ ઉપર તમે તમારા ફેવરીટ સ્થળ ની લીસ્ટ બનાવી શકો છો. તમારા જોયેલા સ્થળ ભવિષ્ય  માં જોવા ના સ્થળ વગેરે અથવા તમારા પર્સનલ કામ માટે ગમે તેવી લીસ્ટ બનાવી શકો છો.

(૧૦)તમારા ડીરેક્શન શેર કરો

જો તમે કોઈ સ્થળ સુધી પોહ્ચવાનો ડીરેક્શન અથવા સુચનાઓ તમે કોઈ બીજા ને મોકલી શકો છો. વોટ્સએપ ઉપર પણ મોકલી શકો છો.

(૧૧)ટોલ નાકા ને અવોઇડ કરો.

 

ગુગલ મેપ ની મદદ થી તમે ટોલ નાકા ને અવગણી ને તમારો ટોલટેકસ બચાવી શકો છો. ઓપ્શન માંથી જઈ ને અવોઇડ ટોલ ઓપ્શન ને ક્લીક કરો.

(૧૨) બે પોઈન્ટ વચ્ચે નું અંતર માપો.

તમારે કોઈ બે સ્થળ અથવા તમારે અંતર માપવું છે તો ગુગલ મેપ ની મદદ થી માપી શકો છો. તમારા સ્થળ પર એક બ્લુ ટીક એડ કરો અને બીજા સ્થળ પર ટીક એડ કરો. ઓપ્શન માંથી જઈ ને find DISTANCE ઉપર ક્લીક કરો.

(૧૩)ગુગલ સ્ટ્રીટ વ્યુ ઉપર કોઈ પણ સ્થળ ૩૬૦ ડીગ્રી માં જુવો

                ગુગલ ઉપર તમે અમુક પર્યટન સ્થળ ને ૩૬૦ ડીગ્રી ના પેનોરમા મોડ માં જોઈ શકો છો. આ ગુગલ મેપ નો નવો ફીચર છે. ગુગલ મેપ ઉપર અમુક તો પુરા શહેરો નો ૩૬૦ માં છે. તમે ઘર બેઠા એ શહેરો ફરી શકો છો.

વાંચો : કેવી રીતે કામ કરે છે ગુગલ નું સર્ચ એન્જીન:

(૧૪) ગુગલ મેપ પર આપો તમારું કોન્ટ્રીબ્યુશન.

તમને એમ લાગે કે તમારી આસપાસ નું કોઈ જાણીતુ સ્થળ મેપ ઉપર નથી તો તમે એ સ્થળ ને મેપ ઉપર ઉમેરી શકો છો. જે પછી થી ગુગલ મેપ ઉપર કાયમી થઇ જશે. જમણી તરફ ની પેનલ ઉપર જઈ ને MY Contribution ઉપર ક્લીક કરો

#ગુગલ #ગુગલમેપ #googlemap #tipsandtricks

0

કેવી રીતે કામ કરે છે ગુગલ નું સર્ચ એન્જીન ?

the most famous google logo

ગુગલ નું સર્ચ એન્જીન વિશ્વ નું સૌથી પાવરફુલ સર્ચ એન્જીન છે. કેવી રીતે ગુગલ એક સેકન્ડ થી પણ થોડા સમય માં આપણને જોઈતી માહિતી સર્ચ કરી દે છે? તો ચાલો જાણીએ કેવી રીતે કામ કરે છે ગુગલ નું સર્ચ એન્જીન.

the most famous google logo

google logo

ગુગલ નું સર્ચ એક ખાસ પ્રકાર ના અલ્ગોરીધમ પર આધારિત છે. આ અલ્ગોરીધમ ને PageRank કહેવામાં આવે છે. આ એક મેથ્સ આધારિત ફોર્મુલા છે વેબસાઈટ ના લીંક ના આધારે તેને નંબર આપવા માં આવે છે. આ અલ્ગોરીધમ ગુગલ ના સ્થાપક લેરી પેજ અને સર્ગેઈ બ્રીન દ્વારા બનાવવામાં આવેલો છે. વિશ્વ નું સૌથી પાવરફુલ સર્ચ એન્જીન કેવી રીતે કામ કરે છે તેને સરળ રીતે સમજીએ. આ સર્ચ એન્જીન એક ખાસ જાત નો પ્રોગ્રામ કે જેને વેબ ક્રોલર અથવા સ્પાઈડર કહેવામાં આવે છે. આ પ્રોગ્રામ દરેક વેબસાઈટ ને સ્કેન કરે છે અને દરેક વેબપેજ ને ઇન્ડેક્સ કરે છે. દરેક શબ્દ અને તેને વેબપેજ ને તેના SERP એટલે કે સર્ચ એન્જીન રીઝલ્ટ પેજ ઉપર દેખાય છે.

ગુગલ નો સર્ચ અલગોરિધમ

ગુગલ નો સર્ચ અલગોરિધમ

આને સરળ શબ્દ માં સમજીએ તો ગુગલ ૩ સ્ટેપ અનુસરે છે વેબસાઈટ માટે આ સ્ટેપ છે

વાંચો: ગુગલ અને તેની ૩૦ ઉપયોગી વેબસાઈટ

(૧)જયારે વેબસાઈટ ગુગલ પર રજીસ્ટ્રેશન કરે છે ત્યારે ગુગલ નો ખાસ સોફ્ટવેર કે જેને “ગુગલબોટ” તરીકે ઓળખવામાં આવે છે. આ બોટ આખી વેબસાઈટ ને આખી પેજ બાય પેજ સ્કેન કરે છે. Continue Reading

ગુગલ વિષે ની થોડી અજાણી વાતો

the most famous google logo

જાણો ગુગલ વિષે ની થોડી અજાણી અને આશ્ચર્યજનક માહિતી

the most famous google logo

google logo

(૧) ગુગલ એ દરોજ નો ૨૦ પેટાબાઈટ જેટલો ડેટા વાપરે છે. ૧ પેટાબાઈટ મતલબ ૨૦,૦૦૦ ટેરાબાઈટ જેટલો ડેટા, ૧ પેટાબાઈટ ડેટા જો ડીવીડી બનાવીએ તો ૨,૪૦,૦૦૦ DVD થાય.

(૨) ગુગલ નું પ્રથમ નામ “BACKRUB” રાખવામાં આવ્યું હતું.

(૩)૧૯૯૯ માં ગુગલ કંપની એ પોતાની કંપની ને ૧૦ લાખ ડોલર માં EXCITE ને વેચવાની ઓફર કરી હતી. પરંતુ તેણે ખરીદવાની ના પાડી દીધી.

(૪)ગુગલ ના મતે પરીક્ષા ના સ્કોર અને GPA એમ્પ્લોઇઝ સિલેક્ટ કરવાના સૌથી ખરાબ વસ્તુ છે. ગુગલ માં ૧૪% એમ્પ્લોઇઝ એવા છે જે કોઈ દિવસ કોલેજ નથી ગયા. Continue Reading

ગુગલ નાવ વોઈસ કમાન્ડ લીસ્ટ

ગુગલ નાવ વોઈસ કમાંડ લીસ્ટ

શું તમે ક્યારેય ગુગલ નાવ ને વાપર્યુ છે? નહિ તો અહી છે ગુગલ નાવ ના થોડાક વોઈસ કમાંડ ની લીસ્ટ જે ની મદદ થી તમે તમારે ઘણા કામ ટાઇપ વગર કરી શકો છો. વાપરો તમારો સ્માર્ટફોન સ્માર્ટ રીતે.

ગુગલ નાવ એ
એક ઈન્ટેલીજન્ટ પર્સનલ આસિસ્ટન્ટ છે. ગુગલ એ આ સિસ્ટમ ૨૦૧૨ માં વિકસાવી હતી. આ સિસ્ટમ ગુગલ એન્ડ્રોઈડ ઉપરાંત એપલ ની આઇઓએસ અને માઈક્રોસોફ્ટ વિન્ડોઝ અને લીનક્ષ માં પણ સપોર્ટ કરે છે. આ સીસ્ટમ એપલ ની સીરી અને માઈક્રોસોફ્ટ ની કોર્ટાના સાથે ટક્કર આપવા ગુગલ દ્વારા બનવામાં આવી છે. આ સિસ્ટમ ની મદદ થી તમે સીધા ઈન્ટરનેટ પર સર્ચ કરી શકો છો. કોઈ કોન્ટેક ને ફોન લગાવી શકો છો. એ ઉપરાંત પણ ઘણી રીતે વાપરી શકો છો ગુગલ નાવ. આ સિસ્ટમ માત્ર ઈંગ્લીશ માં જ કમાન્ડ નો સ્વીકાર કરે છે.

Tip: go to your app drawer and hit Google Settings > Search & Now > Voice > OK Google detection > enable From any screen. This means you can say Continue Reading

કેવી રીતે એડ કરવો ગુગલ મેપ પર તમારો બિઝનેસ?

google map icon and tips

ગુગલ મેપ એ  આજે ખુબ જ ઉપયોગી સેવા બની ગઈ છે. ગુગલ મેપ પર માત્ર સ્થળ જ નહિ પરતું કોઈ પણ આવશ્યક બિઝનેસ શોધી શકાય છે. તો ચાલો જાણીએ ગુગલ પર તમે તમારો બિઝનેસ કેવી રીતે ફ્રી માં એડ કરી શકો છો.

google map icon and tips

Google map

 

સ્ટેપ-૧ : સોપ્રથમ ગુગલ માય બિઝનેસ પર જાવ અને ગેટ ઓન ગુગલ નામના બટન પર ક્લિક કરો.

google-my-business-600x447.png

સ્ટેપ-૨ : સર્ચ બોક્ષ પર તમારા બિઝનેસ નું નામ અને સરનામું લખો

.કેવી રીતે એડ કરવો ગુગલ મેપ પર બીઝનેસ

સ્ટેપ-૩ : સેલેક્ટ કરો અથવા એડ કરો.

નામ લખી ને  એડ બીઝનેસ પર ક્લિક કરો. આમ કરવાથી નવું ફોર્મ ખુલશે જેમાં તમારે બીઝનેસ ને લગતી માહિતી ભરવી પડશે. પછી આ તમારી માહિતી સર્ચ એન્જીન પર આજ નામ ને નંબર ને એડ્રેસ દેખાડશે.

કેટેગરી સિલેક્ટ કરો. તમારા બીઝનેસ ને અનુરૂપ કેટેગરી સિલેક્ટ કરો. જેથી ગુગલ એ પ્રમાણે તમને વર્ગીકૃત કરી શકે.

વાંચો: ગુગલ મેપ ની અગત્ય ની ટ્રીક

સ્ટેપ-૪ :

બીઝનેસ ને વેરીફાય કરો. આ સ્ટેપ દ્વારા ગુગલ એ વાત નક્કી કરે છે કે તમે જ બીઝનેસ ના અસલી માલિક છો. વેરીફાય માટે ગુગલ તમને એક પત્ર મોકલશે જેમાં એક ખાસ પીન નંબર હોય છે જેવો તમે આ પીન નંબર દાખલ કરો તેવો તમારો બીઝનેસ વેરીફાય થઇ જશે. આ પત્ર તમારી પાસે પહોચવામાં ૧૫ દિવસ લાગી શકે છે. અથવા વધારે ઝડપ માટે તમે sms અથવા ઓટોમેટીક ટેલીફોન કોલ પર કરી શકો છો.google-my-business-create-g-.png

સ્ટેપ-૫ બીઝનેસ કન્ફર્મ કરો અને ગુગલ પ્લસ પર એક પેજ બનાવો.

વાંચો: કેવી રીતે કામ કરે છે ગુગલ નું સર્ચ એન્જીન

આમ તમે ખુબ સરળતા થી તમારો બીઝનેસ ગુગલ મેપ પર એડ કરી શકો છો.

1

ગુગલ અને તેની 30 ઉપયોગી વેબસાઈટ ની લીસ્ટ

ગુગલ ની ૩૦ ઉપયોગી સર્વિસ

અહી ગુગલ ની ૩૦  ખુબ ઉપયોગી વેબસાઈટ ની લીસ્ટ છે. આ વેબસાઈટ નો તમે પણ ઉપયોગ કરી શકો છો. દરેક વેબસાઈટ નુ અલગ અલગ અને ઉપયોગી કાર્ય છે.

ગુગલ ની ૩૦ ઉપયોગી સર્વિસ

ગુગલ ની ૩૦ સર્વિસ,

ગુગલ જીમેઈલ  :

  જીમેઈલ  ઈ વિશ્વ ની સોથી લોકપ્રીય ઇમેલ સેવા છે.ગુગલ ની આ સેવા ૨૦૦૭ માં શરુ કરવામાં આવી હતી. સમય સાથે ગુગલ કંપની એ અનેક નવા ફિચર એડ કર્યા  છે. અમેરિકા ની ૬૬% કંપની જીમેલ વાપરે છે. જીમેલ તમને ૧૫ જીબી ની સ્ટોરેજ સ્પેસ મળે છે.

વેબ સર્ચ :

ગુગલ વેબ સર્ચ એ વિશ્વ નુ સોથી લોકપ્રીય સર્ચ એન્જીન છે. આ વિશ્વ ની ૧૨૭ ભાષા માં ઉપલબ્ધ છે. ગુગલ ઉપર દરોજ ૩ અબજ થી વધુ સર્ચ ક્વેરી આવે છે. ગુગલ નુ આ સર્ચ એન્જીન ૧૯૯૭ માં શરુ કરવા માં આવ્યું હતું.

Continue Reading