Comments

ભારત નું લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ (L.C.A.) તેજસ વિમાન

 

ભારત નું સ્વદેશી બનવાટ નું વિમાન L.C.A એટલે કે તેજસ વિમાન પ્રથમ વાર વાયુસેના માં સામેલ કરવામાં આવશે. ૧ જુલાઈ એ ભારતીય ઈતીહાસ માં સૌથી યાદગાર દિવસ રેહશે. તો ચાલો જાણીએ શું છે ખાસ આ વિમાન માં ?

LCA તેજસ

LCA તેજસ

તેજસ વિમાન એ સિંગલ પાઈલોટ અને સિંગલ જેટ એન્જીન ધરાવતુ ફાઈટર એરક્રાફ્ટ છે. વિદેશી વિમાનો ને બદલે ભારતે પોતાના ડીઝાઇન બનાવવા નું નક્કી કર્યું. અને લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA) એવા નામ સાથે આ પ્રોજેક્ટ શરુ કરવામાં આવ્યો. આ પ્લેન વિશ્વ નું સૌથી હળવું લડાયક વિમાન છે. અને સાથે સુપરસોનીક પણ છે. ભારત ના તમામ જુના થઇ ગયેલા મિગ-૨૧ વિમાન ની જગ્યા આ વિમાન પુરશે. સન ૨૦૦૩ માં આ વિમાન નું નામ તેજસ રાખવામાં આવ્યું

નામ તેજસ(L.C.A.)
મુળ દેશ ભારત
બનાવનાર કંપની હિન્દુસ્તાન એરોનોટીક્સ લીમીટેડ(H.A.L)
પ્રથમ ફ્લાઈટ ૨૦૦૧
વાયુસેના માં સામેલ થવાનું વર્ષ ૨૦૧૬
વપરાશકર્તા એરફોર્સ, નેવી
કુલ ૧૭ ( જેમાં ૮ પ્રોટોટાઈપ છે.)
કિમત 240  કરોડ

 

LCA Light combat

૧૯૮૦ માં ભારતીય વાયુસેના ના જુના થયેલા મિગ-૨૧ વિમાન ને બદલવા ની જરૂર પડી. વાયુસેના ની જરૂરીયાત પુરી કરી શકે અને જુના વિમાન નું સ્થાન લઇ શકે એ માટે એક એરોનોટીકલ ડીઝાઈન લીમીટેડ નામની સંસ્થા બનાવવામાં આવી જેનું કામ હતું આ નવા વિમાન ની ડીઝાઇન બનાવવી. ૧૯૯૦ માં પ્રથમ વાર LCA ની ડીઝાઇન ફાઈનલ કરવામાં આવી. ફ્રાંસ ની દસોલ(DASSAULT) કંપની એ આ ડીઝાઇન બનવામાં મદદ કરી છે. HAL એ પ્રથમ વિમાન ૨૦૦૧ ઉડાણ ભરી.

તેજસ વિમાન નો મુળ હેતુ ભારત ને ફાઈટર એરક્રાફ્ટ માં સ્વાવલંબી બનાવવાનો હતો. કોઈ પણ વિમાન ની ૪ આધુનિક ટેકનોલોજી આયાત દ્વારા અથવા દેશ માં જ તેનો વિકાસ થાય એવું નક્કી કરવામાં આવ્યું હતું. આ ટેકનોલોજી માં છે. MFD( મલ્ટી ફન્કશનલ ડિસ્પ્લે) ફ્રાંસ પાસેથી, HMD( હેલ્મેટ માઉન્ટ ડિસ્પ્લે) જે પાઈલોટ માટે હોય છે એ ઇઝરાયેલ પાસે થી તથા જેટ એન્જીન અમેરીકા પાસે થી લેવાનું નક્કી કરવામાં આવ્યું. પણ ૧૯૯૮ ના અણુ પરીક્ષણ ને કારણે ભારત પર પ્રતિબંધ મુકવામાં આવ્યા અને આ LCA પ્રોજેક્ટ અટકી ગયો.

પાઈલોટ
લંબાઈ ૧૩.૨૦ મીટર
ઉંચાઈ ૪.૪૦ મીટર
વજન ૬.૫ ટન
એન્જીન ૧- જનરલ ઇલેક્ટ્રિક F-૪૦૪ ટર્બોફેન
ફયુલ કેપેસીટી ૨.૫ ટન

તેજસ વિમાન એ ડેલ્ટા વિન્ગ ધરાવતુ પ્લેન છે. તેમાં ભારતે RSS એટલે કે રિલેક્ષ સ્ટેટીક સ્ટેબીલીટી નામની ટેકનોલોજી નો ઉપયોગ  કર્યો છે. આ ટેકનોલોજી તેજસ ને ખુબ ચપળ બનાવે છે. બીજી ટેકનોલોજી ના વિકાસ કરવા માટે LCA નેશનલ કંટ્રોલ લો (CLAW) નામની સંસ્થા બનાવી. આ સંસ્થા નું કામ ફ્લાઈ-બાઈ-વાયર(FBW) ટેકનોલોજી અને ઓટોમેટીક ફ્લાઈટ કંટ્રોલ સિસ્ટમ(AFCS) બનાવવાની હતી.

તેજસ વિમાન માટે ખાસ મટીરીયલ વાપરવામાં આવ્યું છે. જેમાં કાર્બન-ફાઈબર નો ઉપયોગ કરવામાં આવ્યો છે.પ્લેન કુલ ૪૫% ભાગ આ ખાસ ધાતુ ની મદદ થી બનાવામાં આવ્યો છે. બીજી ધાતુ માં એલ્યુમિનિયમ, લીથીયમ અને ટાઈટેનિયમ નો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે વજન માં ખુબ હળવું અને મજબૂતી માં પણ વધારે છે. તેજસ વિમાન એ ૫૦૦ મીટર જેટલા નાના રનવે પરથી પણ ટેકઓફ કરી શકે છે.

taxi-out

મહતમ સ્પીડ ૨૨૦૦ કિમી/કલાક
રેન્જ ૩૦૦૦કિમી
કોમ્બેટ રેડિયસ ૫૦૦ કિમી
મહતમ ઉંચાઈ ૧૬૦૦૦ મીટર
હાર્ડ પોઈન્ટ
મિસાઈલ એર ટુ એર:  અસ્ત્ર, ડર્બી,પાઈથોન,R-૭૭
એર ટુ સરફેસ : KH-૫૯ME/MK
એર ટુ શીપ : KH-૩૫, KH-૩૧
બોમ્બ KAB-1500L લેસર ગાઈડેડ, GBU-16 Paveway-2,

FAB-250, ODAB-500,ZAB-250,FAB-500

એક્સ્ટ્રા ૨ ફયુલ ડ્રોપ ટેન્ક,

LITENING POD

રડાર ઇઝરાયેલ બનાવટ નું ELTA EL/M-૨૦૩૨ મલ્ટીમોડ ફાયર કન્ટ્રોલ રડાર

 

હથીયારો માટે વિમાન ની નીચે કુલ ૭ પોઈન્ટ આવેલા છે. જેમાં કુલ મળી ને ૪ ટન જેટલા શસ્ત્રો લઇ જઈ શકાય છે. આ વિમાન માં બે ૧૨૦૦ લીટર ની વધારાની ફયુલ ટેન્ક પણ લગાવી શકાય છે. જે તેની રેન્જ માં વધારો કરે છે. અલગ અલગ પ્રકાર ના ઈલેક્ટ્રોનિક ઉપકરણો જેવા કે FLIR,IRST,Laser Range Finder ને વિમાન ની નીચે ફીટ કરી શકાય છે. આ વિમાન ની નાઈટ વિઝન સિસ્ટમ અને ગ્લાસ કોકપીટ સિસ્ટમ એ ભારત ની csio દ્વારા બનવામાં આવી છે. GPS અને INS જેવી નેવિગેશન સિસ્ટમ પણ આ વિમાન માં છે.જે પાઈલોટ ને રસ્તો શોધવામાં મદદરૂપ થાય છે.

તેજસ વિમાન નું ઈલેક્ટ્રોનિક વોરફેર સિસ્ટમ ખુબ જ આધુનિક છે. DRDO દ્વારા બનાવવામાં આવેલ આ સિસ્ટમ નું નામ “માયાવી (MAAYAVI) “ રાખવામાં આવ્યું છે. આ સિસ્ટમ પ્લેન તરફ આવતી મિસાઈલ ની વોર્નિંગ, બીજા રડાર પર આવતા વોર્નીંગ લેસર વોર્નીંગ જેવી ટેકનોલોજી છે. અને બીજા ના રડાર પણ જામ કરી શકે છે. સ્વબચાવ માટે આમાં ચેફ અને ફ્લેર નો બંદોબસ્ત કરેલ છે. જે દુશ્મન મિસાઈલ ને રોકી શકે છે.

જેટ એન્જીન માટે ભારતે પહેલા અમેરીકન બનાવટ ના F-૪૦૪-F2J3 નામ ના એન્જીન નક્કી કરેલ હતું પરંતુ ૧૯૯૮ માં ભારત ના અણુ પરીક્ષણ ને કારણે અમેરીકા એ ભારત ને આ એન્જીન આપવા ઇન્કાર કરી દીધો. માટે DRDO એ GTRE નામ ની એજન્સી બનાવી અને પ્રથમ દેસી જેટ એન્જીન “કાવેરી” બનાવ્યું. પરંતુ એ અમુક ટેસ્ટ માં ફેલ થતા તેને રીજેક્ટ કરવામાં આવ્યું.પછી ફ્રાંસ ની સ્નેકમાં કંપની પાસે થી ટેકનીકલ મદદ લેવા આવી પરંતુ વાયુસેના એ વિરોધ કરતા આ સોદો કેન્સલ કરવામાં આવ્યો. અંતે ફરી અમેરીકન બનાવટ ના F-404IN20 નામના એન્જીન ફાઈનલ કરવામાં આવ્યા.

૨૦૦૧ થી તેજસ વિમાન ના ૨૮૦૦ થી વધુ વખત ટેસ્ટ ફ્લાઈટ કરવામાં આવી છે. આ વિમાન ના કુલ ૩ વર્ઝન છે. તેજસ માર્ક-૧, માર્ક-૧A અને ખાસ નેવી માટે બનેલું માર્ક-૧ છે. અને ૨૦૧૭ સુધી માં વધુ આધુનીક માર્ક-૨ ની ટેસ્ટ ફ્લાઈટ કરવાની છે. આ ઉપરાંત વધુ આધુનિક એવું AMCA (એડવાન્સ મીડીયમ કોમ્બેટ એરક્રાફ્ટ) પણ બનાવવાનું છે જે હાલ માં ડીઝાઇન ફેઝ માં છે.

LCA એટલે કે તેજસ વિમાન એ અનેક મુશ્કેલી નો સામનો કરવો પડ્યો છે. પરંતુ અનેક મુશ્કેલી નો સામનો કર્યા બાદ આ એરક્રાફ્ટ પોતાના ક્લાસ માં ખુબ આધુનિક છે. ઉપરાંત આ વિમાન ને ભારત એક્ષ્પોર્ટ માટે બનાવશે. HAL સેના ની જરૂરીયાત પુરી કરવા માટે HAL એક અલગ પ્રોડકસન લાઈન ઉભી કરશે.

images source: http://gallery.tejas.gov.in/

 

Comments

comments

Tejas Lodhia

Hi I am Tejas Lodhia. i am Msc in Information Technology. a tech blogger. my first website in gujarati language.